એકની અટકાયત કરવામાં આવી હતી
SOG ટીમે નસવાડીના પાલા ગામે રવિશંકર ભીલના ખેતરમાં દરોડો પાડી ૫૦.૪૨ લાખના ૮૧ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટા ઉદેપુર | ૧૭મી ઓક્ટોબર ૨૦૨૬ | છોટા ઉદેપુર જિલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદે ફેરાફેરી અને વાવેતર સામે જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના ખાસ માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્)ની ટીમે નસવાડી તાલુકાના પાલા ગામે દરોડો પાડી ખેતરમાંથી બોગસ રીતે વાવવામાં આવેલો ૫૦.૪૨ લાખ રૂપિયાની કિંમતનો લીલો ગાંજો ઝડ્યો છે. મળતી માહિતી અનુસાર, ર્જીંય્ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાલા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગેરકાયદે રીતે નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે ર્જીંય્ની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ ૮૧ છોડ મળી આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ૫૦,૪૨,૫૦૦ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ખેતર પાલા ગામના રહીશ રવિશંકર ભીલનું હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ખેતર માલિક રવિશંકર સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (દ્ગડ્ઢઁજી) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
