Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં હનુમંત જન્મોત્સવ ઉજવાશે

અમદાવાદ, ગુજરાત | ૨૫ માર્ચ ૨૦૨૬ — પ્રતિ વર્ષની પાવન પરંપરા અનુસાર આગામી તારીખ ૩૦ માર્ચ થી ૨ એપ્રિલ દરમિયાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં શ્રી હનુમંત જન્મોત્સવ ઉજવાશે. આ અંતર્ગત યોજાતા હનુમંત શાસ્ત્રીય સંગીત મહોત્સવમાં તારીખ ૩૦/૩/૨૬ રાત્રિએ શ્રી દેબાશીષ ભટ્ટાચાર્યનું ગીટાર વાદન પ્રસ્તુત થશે જેની સાથે શ્રી યશવંત વૈષ્ણવ તબલાં સંગત કરશે. તા.૩૧/૩/૨૬ની રાત્રિએ શ્રી. ઓજસ અઢિયાનું તબલાં વાદન થશે જેમાં શ્રી સબીર ખાં સારંગીની સંગત કરશે. તા. ૧/૪/૨૬ ની રાત્રિએ વિદુષી કૌશિકી ચક્રબર્તી તેમના મધુર કંઠે શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે જેમાં શ્રી. મુરાદઅલી સારંગી, શ્રી. ઇશાન ઘોષ તબલાં અને શ્રી તન્મય દેવચકે હાર્મોનિયમ સાથે સંગત કરશે. તા. ૨/૪/૨૬ અને શ્રી હનુમંત જન્મદિને સવારે સૌ પ્રથમ શ્રી. સુંદરકાંડના પાઠ યોજાશે અને ત્યારબાદ ૯ વાગ્યે શ્રી હનુમંત જન્મોત્સવ પ્રસંગે શ્રી. ગુરુ રતિકાંત મહાપાત્ર શ્રી હનુમાનજી સમક્ષ ઓડિસી નૃત્ય પ્રસ્તુત કરશે. મહોત્સવના સમાપન પ્રસંગે પૂજ્ય મોરારિબાપુ એમની પ્રસન્નતા વ્યક્ત કરશે.

પ્રતિ વર્ષ સમાજના જુદા જુદા ક્ષેત્રના વિદ્યાધરોને આ અવસરે વિવિધ એવોર્ડ્સ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે તા. ૨ એપ્રિલને દિવસે શ્રી.સુસાઈ કન્નૂ કુલંદેઈ સામીને સદ્ભાવના એવોર્ડ, શ્રી કનુ પટેલને કૈલાસ લલિતકલા એવોર્ડ ( ચિત્રકલા), શ્રી. શ્યામલ મુનશી – શ્રી સૌમિલ મુનશીને શ્રી. અવિનાશ વ્યાસ એવોર્ડ, શ્રી. વસંતકુમાર મ. ભટ્ટને વાચસ્પતિ (સંસ્કૃત) એવોર્ડ, શ્રીમતી. શુચિતા વાય. મહેતાને ભામતી (સંસ્કૃત) એવોર્ડ, શ્રી. રમેશભાઈ બી. નાયકને (ભવાઈ) નટરાજ એવોર્ડ, શ્રી. અરવિંદ વૈદ્યને (નાટક) નટરાજ એવોર્ડ, શ્રી.કંવરજીત પેન્ટલ (ટી.વી સીરીયલ) નટરાજ એવોર્ડ, સુશ્રી. શબાના આઝમી (હિન્દી ફિલ્મ) નટરાજ એવોર્ડ, ગુરુશ્રી રતિકાંત મહાપાત્ર (ઓડિસી નૃત્ય) હનુમંત એવોર્ડ, શ્રી. ઓજસ અઢિયા, (તાલવાદ્ય-તબલાં) હનુમંત એવોર્ડ, શ્રી.દેબાશીશ ભટ્ટાચાર્ય (વાદ્યસંગીત-ગીટાર) હનુમંત એવોર્ડ અને વિદુષી કૌશિકી ચક્રબર્તીને (શાસ્ત્રીય ગાયન) હનુમંત એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને આસ્થા ચેનલ તેમજ શ્રી ચિત્રકૂટધામની ઓફિસીયલ યુ ટ્યુબ ચેનલ પરથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે.

Related posts

ધૂળેટી પર્વ દરમિયાન અકસ્માતમાં મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Master Admin

૧૪૯મી રથયાત્રા પહેલા નીકળી પવિત્ર જળયાત્રા

Master Admin

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

Master Admin

1 comment

Conner149 March 26, 2026 at 7:13 am Reply

Leave a Comment

Translate »