Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessinternational

શેરબજારમાં ઐતિહાસિક કડાકો! ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

  • મંગળવાર બન્યો અમંગળ
  • સપ્તાહના બીજા કારોબારી દિવસે દલાલ સ્ટ્રીટ પર જાણે રીંછનો પંજો ફરી વળ્યો હોય તેમ બજારમાં ચોતરફ વેચવાલી નીકળી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતીય શેરબજારમાટે મંગળવારનો દિવસ ’અમંગળ’ સાબિત થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની આક્રમક ’ટેરિફ પોલિસી’ ના કારણે વૈશ્વિક બજારોમાં ઉભા થયેલા તણાવની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી છે. સપ્તાહના બીજા કારોબારી દિવસે દલાલ સ્ટ્રીટ પર જાણે રીંછનો પંજો ફરી વળ્યો હોય તેમ બજારમાં ચોતરફ વેચવાલી નીકળી હતી. કારોબારના અંતે BSE સેન્સેક્સ ૧,૦૬૫.૭૧ પોઈન્ટના તોતિંગ ઘટાડા સાથે ૮૨,૧૮૦.૪૭ ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-૫૦ પણ ૩૫૩ પોઈન્ટ તૂટીને ૨૫,૨૩૨.૫૦ ના સ્તરે સેટલ થયો હતો. બજારમાં આવેલા આ સુનામીમાં માત્ર એક જ દિવસમાં રોકાણકારોની ૧૦ રૂપિયાથી વધુની સંપત્તિ ધોવાઈ ગઈ છે. છેલ્લા બે દિવસના ઘટાડાને ગણતરીમાં લઈએ તો આ નુકસાનનો આંકડો ૧૨ને પાર પહોંચી ગયો છે.

HDFC બેંક એકમાત્ર તારણહાર બજારમાં ગભરાટનો માહોલ એ હદે હતો કે સેન્સેક્સના ૩૦ માંથી ૨૯ શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા. બ્લુચિપ કંપનીઓ જેવી કે Reliance (RIL), TCS, ITC અને BAJAJ FINANCE  ના શેરોમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. આજના ’બ્લડબાથ’માં માત્ર HDFC BANK નો શેર જ લીલા નિશાન પર ટકી રહેવામાં સફળ રહ્યો હતો. સૌથી વધુ નુકસાન સન ફાર્મા બજાજ ફિનસર્વ અને ઇન્ટરગ્લોબ એવિએશનમાં નોંધાયું હતું. નાના અને મધ્યમ કદના શેરોની હાલત તો વધુ કફોડી હતી. નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૨.૫૭% અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૨.૭૫% જેટલા તૂટ્યા હતા. સેક્ટર મુજબ જોઈએ તો રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ૫% નું ગાબડું પડ્યું હતું.

બજાર તૂટવાના ૪ મુખ્ય કારણોઃ
ટ્રમ્પની નીતિઓઃ અમેરિકા અને યુરોપ વચ્ચે સંભવિત ’ટ્રેડ વોર’ ના ભણકારા વાગી રહ્યા છે. ટ્રમ્પની ટેરિફ નીતિ અંગે યુએસ સુપ્રીમ કોર્ટ શું વલણ અપનાવે છે તેના પર બજારની નજર છે.

Flls ની એક્ઝિટઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે, જે બજાર પર દબાણ વધારી રહ્યું છે.નબળા પરિણામોઃ વિપ્રો (Wipro) અને ICICI Bank જેવા દિગ્ગજોના ત્રિમાસિક પરિણામો બજારની અપેક્ષા મુજબ ન આવતા સેન્ટિમેન્ટ ખરડાયું છે.વૈશ્વિક પરિબળોઃ રૂપિયો નબળો પડવો અને ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવમાં ભડકો થવાથી મોંઘવારીની ચિંતા વધી છે.

Related posts

MARRIOTT INTERNATIONAL APPOINTS KIRAN ANDICOT AS SENIOR VICE PRESIDENT, SOUTH ASIA

Reporter1

પીસ બોર્ડમાં નહીં જોડાઓ તો ૨૦૦ ટકા ટેરિફ નાંખીશ : ટ્રમ્પની ફ્રાન્સને ધમકી

Master Admin

હોળી પહેલા ગુજરાતમાં બસ બુકિંગમાં 34% વૃદ્ધિની રેડબસની અપેક્ષા

Master Admin
Translate »