Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

લશ્કરી ધમકીથી ઝુકાવી શકાશે તેવું અમેરિકા માનતું હોય તો તેની મોટી ભૂલ છેઃ ઇરાન

ઈરાનની અમેરિકાને લશ્કરી ધમકી સામે ચેતવણી

ટ્રમ્પની હુમલાની ધમકીનો સંસદ સ્પીકરનો જવાબ, મધ્યપૂર્વમાં તણાવ વધતાં સાઉદીમાં મિસાઇલો તોડી પડાઈ હવામાં જ તોડી પાડવામાં આવેલી મિસાઇલોના ટુકડા મક્કા અને જેદ્દાહ શહેરોમાં પડ્યાં

(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાન, તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૬ — અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે રવિવારથી નવેસરથી લશ્કરી કાર્યવાહી કરવાના સંકેત આપ્યા પછી મધ્યપૂર્વમાં ફરી તણાવમાં વધારો થયો હતો. ટ્રમ્પની આ ધમકીનો જવાબ આપતાં ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ઘાલિબાફે ચેતવણી આપી હતી કે જો વોશિંગ્ટન એવું માનતું હોય કે મીડિયાનું દબાણ અથવા લશ્કરી ધમકીઓથી ઈરાનને ઝુકાવી શકાશે તો તે તેની મોટી ભૂલ છે. અમેરિકા પોતાના ખોટા નિર્ણયને કારણે કળણમાં ફસાયું છે અને હવે આ મુશ્કેલીમાં બહાર નીકળવાનો રસ્તો શોધવાની જવાબદારી પણ અમેરિકાની જ છે.અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા રવિવારથી જ ઈરાન સામે સંભવિત લશ્કરી હુમલો કરવાની વિચારણા કરી રહ્યું છે. વોશિંગ્ટનને ‘અધૂરું કામ પૂરું કરવું’ પડશે અથવા તહેરાન સાથે કોઈ સમજૂતી કરવી પડશે. અમેરિકાની સંભવિત લશ્કરી કાર્યવાહી અંગેના આ નિવેદન પછી મધ્યપૂર્વમાં તણાવ વધુ વધવાની આશંકા ઊભી થઈ છે.બીજી તરફ સાઉદી અરેબિયાના નાગરિક સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે હવામાં જ તોડી પાડવામાં આવેલી મિસાઇલોના ટુકડા મક્કા અને જેદ્દાહ શહેરોમાં પડ્યાં હતાં. બે બેલિસ્ટિક મિસાઇલોને સફળતાપૂર્વક હવામાં જ તોડી પાડવામાં આવી હતી અને તેના ટુકડા મક્કામાં પડ્યા હતાં. સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને જણાવ્યું હતું કે તેને તાઇફ અને યાનબુ શહેરો તરફ છોડવામાં આવેલી હૂતી બળવાખોરોની બે મિસાઇલો તોડી પાડી હતી. હુથી બળવાખોરોએ જણાવ્યું હતું કે તેમણે સાઉદી અરેબિયામાં સાત સ્થળોને ટાર્ગેટ કર્યા હતાં. રિયાધમાં અમેરિકન દૂતાવાસે લેવલથ્રી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી. દરમિયાન યમનના હૂતી બળવાખોરોએ ૨૪ ઓક્ટોબરે દક્ષિણ યમનના મહત્ત્વપૂર્ણ બંદર શહેર એડન પર હુમલો કર્યો હતો. હૂતી બળવાખોરોએ દાવો કર્યો હતો કે તેમણે એડનમાં આવેલા અલ-નસર લશ્કરી કેમ્પ અને નૌકાદળના એક લશ્કરી મથકને નિશાન બનાવ્યાં હતાં.ઈરાને રવિવારે દાવો કર્યો હતો કે તેને ઈરાનના બંદર અબ્બાસ શહેર નજીક એક ડ્રોન તોડી પાડ્યું છે. આ શહેર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ હોર્મુઝની ખાડીને કિનારે આવેલું છે. ઈરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનના થોડા કલાકો પછી ઇરાને આ દાવો કર્યો હતો.

Related posts

રશિયા સાથેનું યુદ્ધ યુક્રેનને ૧૭૪ અબજ ડોલરમાં પડશેઃ ઝેલેન્સ્કી

Master Admin

ગલવાનમાં ભારત સાથે અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા

Master Admin

શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત સાથે સંરક્ષણ, અવકાશ, ઉર્જા ક્ષેત્રોને આવરી લેતા કરારો કર્યા

Master Admin

Leave a Comment

Translate »