Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

જામનગર પોલીસે મોટરસાઇકલની ડેકીમાંથી દારૂ ઝડપી પાડ્યો

પોલીસે દારૂની બોટલો અને મોટરસાઇકલ સહિત કુલ રૂ. ૩૦,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર,તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬ — જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં મોટરસાઇકલની ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો લઈ જતા એક શખ્સને સિટી-સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની પાંચ બોટલ અને મોટરસાઇકલ સહિત કુલ રૂ.૩૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ રિપોર્ટ મુજબ, તા.૧૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે ગોકુલનગર પાણાખાણના નાકે જાહેર રોડ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન સફેદ રંગની એક્સેસ મોટરસાઇકલ નંબર જીજે-૧૦-ઈબી-૪૮૦૯ની ડેકીમાંથી ભારતીય બનાવટની વ્હિસ્કીની ૧૮૦ મિલીલીટરની પાંચ બોટલ મળી આવી હતી.

આ મામલે પોલીસે મૂળ બિહારના છપરા જિલ્લાના કોઠેસગટી ગામના વતની અને હાલ જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા સોનુકુમાર સંજીતભાઈ માજી (ઉં.વ.૧૮)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.૮૦૦ની કિંમતની દારૂની પાંચ બોટલ તથા રૂ.૩૦,૦૦૦ની કિંમતની મોટરસાઇકલ મળી કુલ રૂ.૩૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Related posts

૪૧ લાખના MD ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશના દંપતીની ધરપકડ

Master Admin

સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાએ GIFT સિટીમાં તેના IFSC બેંકિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું.

Master Admin

માથાનો દુખાવો ક્યારે ચિંતાનું કારણ બની શકે? ન્યુરોલોજીકલ ચેતવણીરૂપ સંકેતોને ઓળખો

Master Admin

Leave a Comment

Translate »