Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsEducationGujarat

દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા “સક્ષમ કન્યા યોજના” અંતર્ગત ૧૦૦ થી વધુ દીકરીઓને શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી

કર્મા ફાઉન્ડેશન અને N.K પ્રોટીન્સ દ્વારા “સક્ષમ કન્યા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 490 દીકરીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે 

અમદાવાદ, ગુજરાત | ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ | સિટીના લો ગાર્ડન પાસે આવેલા ગજ્જર હોલ નિર્માણ ભવન ખાતે દીકરીઓના શિક્ષણ, સશક્તિકરણ અને ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કર્મા ફાઉન્ડેશન અને N.K પ્રોટીન્સ દ્વારા “સક્ષમ કન્યા યોજના – નિલેશ પટેલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ પ્રોગ્રામ” અંતર્ગત આજે 100 દીકરીઓને શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આ પહેલ માત્ર આર્થિક સહાય પૂરી પાડવાનો પ્રયાસ નથી, પરંતુ આર્થિક સંજોગોને કારણે શિક્ષણમાં અવરોધોનો સામનો કરતી પ્રતિભાશાળી દીકરીઓની મહેનત, ક્ષમતા અને સપનાઓ પર વિશ્વાસ વ્યક્ત કરવાની એક પહેલ છે. શિષ્યવૃત્તિ દ્વારા લાયક દીકરીઓને તેમનું શિક્ષણ આગળ વધારવા અને પોતાની શૈક્ષણિક આકાંક્ષાઓને સાકાર કરવાની તક મળે તે માટે સહયોગ આપવામાં આવી રહ્યો છે.

આજે યોજાયેલા શિષ્યવૃત્તિ વિતરણ સમારોહમાં 100 દીકરીઓને શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી. આ સાથે, “સક્ષમ કન્યા યોજના” અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 490 દીકરીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે. આ આંકડો દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

“સક્ષમ કન્યા યોજના” એ એક દીકરીના સપનાને પાંખો આપવાની, તેના શિક્ષણને મજબૂત બનાવવાની અને તેને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક નાનકડું, પરંતુ મહત્વપૂર્ણ પગલું છે.

આ કાર્યક્રમમાં N.K પ્રોટીન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિષભાઈ પટેલ તથા N.K પ્રોટીન્સના યુવા મેનેજિંગ ડિરેક્ટર પ્રિયમભાઈ પટેલ હાજર રહ્યાં હતા.

અંતે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરનાર તમામ દીકરીઓને કર્મા ફાઉન્ડેશન અને N.K. પ્રોટીન્સ તરફથી હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જવળ અને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

== સમાપ્ત ==

Related posts

RCM નારી શક્તિ, મહિલાઓની સિદ્ધિઓ અને આત્મનિર્ભરતાની ઉજવણી કરે છે

Master Admin

૧૦ કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ

Master Admin

ગઝનીથી ઔરંગઝેબ સુધીના ઇતિહાસમાં દફનાઈ ગયા, સોમનાથ ત્યાં જ ઊભું છે

Master Admin

Leave a Comment

Translate »