Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrimeGujarat

ખાખી શર્મસાર! અમદાવાદમાં દારૂના નશામાં ધૂત પીએસઆઈએ કાર ઠોકી

લોકોએ ઘેરી લેતાં અટકાયત કરાઈ

ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચી પીએસઆઈ કસ્ટીમાં લીધા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૫ ઓક્ટોબર ૨૦૨૬ — અમદાવાદ શહેરના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. (ઁજીૈં) ભરત પંડ્યાનો નશાની હાલતમાં સાબરમતી વિસ્તારમાં કાર હંકારીને અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાબાદ પી.એસ.આઈ.ને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચી પીએસઆઈ ભરત પંડ્યા તેમજ તેની કારને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, રિંગ રોડ આસપાસના વિસ્તારમાં રહેતા અને હાલમાં એમ ડિવિઝન ટ્રાફિકમાં વિશાલા બીટના ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા ઁજીૈં ભરત પંડ્યાએ સાબરમતી વિસ્તારમાં દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ઁજીૈંને ઘેરીને આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આ દરમિયાન તેમની કારની ડેકી તપાસતાં તેમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.ઁજીૈં ભરત પંડ્યા અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાયેલા રહ્યા છે. અગાઉ તેઓ જ્યારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા, ત્યારે પણ નશાની હાલતમાં વાહન ચલાવીને કેટલીક લારીઓ ઊંધી વાળી દીધી હોવાના આક્ષેપો સાથે તેમનો વીડિયો વાઈરલ થયો હતો. આ ઉપરાંત, થોડા સમય પહેલા જ તેમના બીટમાં ફરજ બજાવતા એક ટીઆરબી જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા તેણે જવાનને માર મારવાની ધમકી આપી હતી. આ ધમકીના મામલે તે જવાને પીએસઆઈ સામે ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

Related posts

દ્વારકાધીશના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

Master Admin

આરએસબી ટ્રાન્સમિશન્સ અને સેટકો ઓટો સિસ્ટમ્સએ તેમના સહિયારા ભવિષ્યની શરૂઆત કરી

Reporter1

બે પ્રભાવશાળી વ્યક્તિત્વો. એક પ્રેરણાદાયી મુલાકાત. રાજકારણ અને સિનેમાનું અનોખું સંગમ.

Master Admin

Leave a Comment

Translate »