Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ક્રાફ્ટન ઈન્ડિયાએ વર્ષ 2026ના અંત સુધીમાં બીજીએમઆઇ લાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી, 25 ઓગસ્ટના રોજ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પ્રિ-રજિસ્ટ્રેશન શરૂ થશે

બેંગલુરુ, ભારત | ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ | ક્રાફ્ટન ઈન્ડિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે બીજીએમઆઇ લાઇટ ભારતમાં આવી રહી છે, જેમાં પ્રવર્તમાન વર્ષના અંતે ગેમ લોન્ચ થશે. બીજીએમઆઇ અનુભવને પ્લેયર્સના મોટા સમુદાય સુધી પહોંચાડવા માટે ડિઝાઇન કરેલી બીજીએમઆઇ લાઇટ ગેમનો અનુભવ કરવાની સુવ્યવસ્થિત રીત પૂરી પાડશે, તેની સાથે સાથે પ્લેયર્સ જાણે છે અને માણે છે એવા મુખ્ય ઘટકોને પણ જાળવી રાખશે.

બીજીએમઆઇ લાઇટ માટે પ્રિ-રજિસ્ટ્રેશન ગુગલ પ્લે પર 25 ઓગસ્ટ, 2026ના રોજ ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખુલશે. આરંભિક ડાઉનલોડ સાઇઝ લગભગ 1જીબી હશે, જે તેને પ્લેયર્સ માટે હળવું ડાઉનલોડ બનાવશે અને સાથે સાથે બીજીએમઆઇ લાઇટ સાથે શરૂઆત કરવાની પહોંચક્ષમ રીત પૂરી પાડશે.

પ્રવર્તમાન બીજીએમઆઇ પ્લેયર્સ માટે, બીજીએમઆઇ લાઇટ રમવા માટે એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં. પ્લેયર્સ તેમના હાલનાં એકાઉન્ટને ટ્રાન્સફર કર્યા વિના બીજીએમઆઇ લાઇટને અલગથી એક્સેસ કરી શકશે, જ્યારે આઇઓએસ ઉપલબ્ધી અને પ્રિ-રજિસ્ટ્રેશન અંગેની વિગતો પછીની તારીખે જાહેર કરવામાં આવશે.

બીજીએમઆઇ લાઇટ અંગેની વધુ વિગતો, બીજીએમઆઇ લાઇટનાં સત્તાવાર ઇન્સ્ટ્રાગ્રામ પેજ પર બેટલગ્રાઉન્ડ્સના તમામ ચાહકોની સાથે સતત સંવાદનાં સ્વરૂપે શેર કરવામાં આવશે.

== સમાપ્ત ==

Related posts

પગાર વધારા માટેની માંગણી ફાઈનલ કરવા થશે મોટી બેઠક

Master Admin

૪૮૦૦ ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, ૮૩૬ને જલદી મોકલીશું

Master Admin

ડાર્ક પેટર્ન્સના સતત વ્યાપ વચ્ચે એમેઝોન ભારતનું સૌથી વિશ્વસનીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનીને ઉભર્યું: ડેટમ ઈન્ડેક્સ

Master Admin

Leave a Comment

Translate »