Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessCity News

સી મનસુખલાલ જ્વેલર્સ ખાતે અમદાવાદ ટાઈમ્સ ફૅશન વીકના 5 મા એડિશનનાં લોગોનું અનાવરણ કરવામાં આવ્યું

અમદાવાદ, ગુજરાત | ૨૮મી ઓગસ્ટ ૨૦૨૬ | શહેરના સિંધુ ભવન ખાતે આવેલા ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડની સામે આવેલા સી મનસુખલાલ જ્વેલર્સ ખાતે આજે અમદાવાદ ટાઈમ્સ ફેશન વીકના 5 મા એડિશનના લોગોના અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નયન રાણપુરા, હર્ષિલ રાણપુરા અને અમદાવાદ, ગાંધીનગર સંલગ્ન NIF ગ્લોબલના વિશાલ મકવાણા દ્વારા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
દર વખતે નવી અને આકર્ષક ફૅશન સાથે જોવા મળતા અમદાવાદ ટાઈમ્સ ફેશન વીકમાં આ વખતે પણ કઈક શાનદાર ફૅશન અને ગ્લેમરસ રૅમ્પ વૉક જોવા મળશે. અને, આ વર્ષે પણ અમદાવાદ ટાઈમ્સ ફૅશન વીકના 5 મા એડીશનમાં જાણીતા ફેશન ડિઝાઈનર્સ અને મોડલ્સ પોતાના ફેશન અને સ્ટાઈલ દ્વારા લોકોને મોહિત કરવા તૈયાર છે.
== સમાપ્ત ==

Related posts

૫૩ વર્ષ જૂનો સુભાષ બ્રિજ તોડીને નવો બનાવાશે

Master Admin

અમદાવાદ કોર્ટમાં યુવકે પોતાની જાતને આગ લગાવતા દોડધામ!

Master Admin

ભારતક્લાઉડ અને ICSI વચ્ચે એમઓયુ: દેશભરના કંપની સેક્રેટરીઓને મળશે સ્વદેશી ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા

Master Admin

Leave a Comment

Translate »