Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
IPOMain Board IPO Gujarati

લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ સમીક્ષા

દિલીપ દાવડા દ્વારા

• કંપની પાવર સેગમેન્ટ માટે ભારતમાં પ્રોડક્ટ સંચાલિત ઇન્ટિગ્રેટેડ ઈપીસી પ્લેયર છે.
• તે તેના ઉત્પાદનોનું માર્કેટિંગ લ્યુમિનો બ્રાન્ડ હેઠળ કરી રહી છે.
• ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ, તેની પાસે રૂ ૩૧૪૯.૮૮ કરોડની ઓર્ડર બુક છે, જે તેની નજીકના ગાળાની સંભાવનાઓ દર્શાવે છે.
• કંપનીએ અહેવાલ આપેલી અવધિ માટે તેની ટોપ અને બોટમ લાઈન્સમાં પ્રગતિ નોંધાવી છે.
• તેના તાજેતરના નાણાકીય સરેરાશ ડેટાના આધારે, ઈશ્યૂ વાજબી કિંમતનો જણાય છે.
• સુમાહિતગાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે ભંડોળ રોકી શકે છે.

કંપની વિશેઃ
લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એલઆઈએલ) એ ભારતમાં પ્રોડક્ટ-સંચાલિત ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (“ઈપીસી”) પ્લેયર છે, જે ભારતમાં વધતા જતા પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઉદ્યોગ માટે કંડક્ટર, પાવર કેબલ અને ઈલેક્ટ્રિકલ વાયરો અને અન્ય સ્પેશિયલાઈઝ્‌ડ પ્રોડક્ટ્‌સ અને ઘટકોના ઉત્પાદન (“મેન્યુફેક્ચરિંગ”) અને સપ્લાય કરવા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની ભારતમાં ડિસ્ટ્રિબ્યુશન અને ટ્રાન્સમિશન લાઈનોમાં ઉપયોગમાં લેવાતા હાઈ-ટેમ્પરેચર લો-સેગ (“એચટીએલએસ”) કંડક્ટરનું પણ ઉત્પાદન કરે છે. તેણે નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ૧૧.૭૧% નું ઓપરેટિંગ ઈબીઆઈટીડીએ માર્જિન હાંસલ કર્યું હતું. પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઉદ્યોગમાં ત્રણ દાયકાથી વધુના તેના અનુભવનો લાભ લઈને, કંપનીએ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, ઔદ્યોગિક એપ્લિકેશન્સ, ઈલેક્ટ્રિકલ વાયરિંગ, પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્‌સ, કમ્યુનિકેશન સિસ્ટમ્સ, ઈલેક્ટ્રિકલ પેનલ્સ અને રેલવે નેટવર્ક એપ્લિકેશન્સની વિશાળ શ્રેણીમાં ઉપયોગમાં લેવાતી સ્પેશિયલાઈઝ્‌ડ પ્રોડક્ટ્‌સની ડિઝાઈનિંગ, એન્જિનિયરિંગ, ઉત્પાદન અને વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરતું પ્રોડક્ટ સંચાલિત બિઝનેસ મોડલ વિકસાવ્યું છે.

એલઆઈએલ કલ્પતરુ પ્રોજેક્ટ્‌સ ઈન્ટરનેશનલ લિમિટેડ (અગાઉ કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ તરીકે જાણીતી), જેક્સન લિમિટેડ, વરોરા કુર્નૂલ ટ્રાન્સમિશન લિમિટેડ, કે.જી.એન. ઈલેક્ટ્રિકલ્સ, ડબલ્યુઆરએસએસ એક્સએક્સઆઈ (એ) ટ્રાન્સકો લિમિટેડ, મોન્ટે કાર્લો લિમિટેડ અને આર.એસ. ઈન્ફ્રાપ્રોજેક્ટ્‌સ પ્રાઈવેટ લિમિટેડ જેવા મોટા ઈપીસી પ્લેયર્સને કંડક્ટર, પાવર કેબલ અને અન્ય સ્પેશિયલાઈઝ્‌ડ પ્રોડક્ટ્‌સ પૂરી પાડે છે. તે યુનાઈટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકા, માલી, બુર્કિના ફાસો, કોટ ડી આઇવરી, નેપાળ, બાંગ્લાદેશ, કેન્યા, ઘાના, રવાન્ડા અને ઇથોપિયા જેવા દેશોમાં સરકારી માલિકીની અને નિયંત્રિત વીજ કંપનીઓ, જાહેર સાહસો અને વીજ બોર્ડ સહિતના આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને પણ તેના ઉત્પાદનો પૂરા પાડે છે. વધુમાં, તેની પ્રોડક્ટ-સંચાલિત વ્યૂહરચના અને ઇન્ટિગ્રેટેડ કામગીરીને અનુરૂપ, કંપની તેના દ્વારા સંચાલિત ઈપીસી પ્રોજેક્ટ્‌સમાં આંતરિક વપરાશ માટે પણ ઉત્પાદનો પૂરા પાડે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માં, ઈપીસી પ્રોજેક્ટ્‌સમાં ઉપયોગમાં લેવાતા સ્પેશિયલાઈઝ્‌ડ ઉત્પાદનોના ૨૩.૦૮% નું ઉત્પાદન એલઆઈએલ દ્વારા ઇન-હાઉસ કરવામાં આવ્યું હતું.

તેની ઇન્ટિગ્રેટેડ કામગીરી તેની સ્પેશિયલાઈઝ્‌ડ પ્રોડક્ટ્‌સના એક ભાગના આંતરિક વપરાશને સુનિશ્ચિત કરે છે અને બાહ્ય નિર્ભરતા ઘટાડે છે, જે માંગમાં સુસંગતતા લાવે છે અને આવકની સ્થિરતા વધારે છે. તેના ઉત્પાદનોનો આંતરિક વપરાશ કંપનીને સ્થિર અને અનુમાનિત વેચાણ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે, જ્યારે ઉત્પાદન આયોજનને સુવ્યવસ્થિત કરે છે અને ઇન્વેન્ટરીના જોખમો ઘટાડે છે. તેવી જ રીતે, ઇન-હાઉસ મહત્વપૂર્ણ ઉત્પાદનો અને ઘટકોનું ઉત્પાદન કરીને, તેણે તેના ઈપીસી પ્રોજેક્ટ્‌સ માટે એક વિશ્વસનીય અને અવિરત સપ્લાય ચેઈન વિકસાવી છે, જેથી બાહ્ય વિક્રેતાઓ પર નિર્ભરતા ઘટે છે અને ખરીદીમાં વિલંબ અથવા કિંમતની અસ્થિરતા સાથે સંકળાયેલા જોખમો ઘટે છે. ઇન્ટિગ્રેટેડ કામગીરી એલઆઈએલની પ્રોજેક્ટ એક્ઝિક્યુશન ક્ષમતાઓને વધારે છે જે તેને ઉત્પાદનના સ્પષ્ટીકરણોને પૂર્ણ કરવાની મંજૂરી આપે છે, જ્યારે સ્કેલની અર્થવ્યવસ્થા દ્વારા ખર્ચ કાર્યક્ષમતા પ્રાપ્ત કરે છે. તેનું અલગ પ્રોડક્ટ આધારિત બિઝનેસ મોડલ ઈપીસી પ્રોજેક્ટ્‌સ માટે તેની બિડિંગ ક્ષમતાઓમાં સુધારો કરે છે (બાહ્ય ખર્ચ ઘટાડીને અને ઓપરેશનલ ફ્લેક્સિબિલિટી વધારીને) અને તે લેણાં ચક્ર તથા એકંદર નફાકારકતામાં સુધારો કરવા સક્ષમ બનાવે છે.

એલઆઈએલની ઉત્પાદન સુવિધાઓ તેના ઇન્ટિગ્રેટેડ અભિગમનું મહત્વનું પાસું છે. આ ઇન્ટિગ્રેશન તેને તેની ક્રોસ-ફીડિંગ ક્ષમતાઓનો લાભ લઈને બિડિંગ પ્રક્રિયા દરમિયાન વધુ ખર્ચ સ્પર્ધાત્મક અને સમય કાર્યક્ષમ બનવા દે છે, જેના પરિણામે સ્કેલની અર્થવ્યવસ્થા થાય છે. કંપની હાવડા, પશ્ચિમ બંગાળ ખાતે સ્થિત બે ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે, જે કેબલ અને કંડક્ટરના ઉત્પાદન માટે પ્રતિ વર્ષ ૪૦,૦૦૦ મેટ્રિક ટન (“એમટી”) એલ્યુમિનિયમ વપરાશની સંયુક્ત ક્ષમતા ધરાવે છે, જે ૨,૬૪,૨૦૮ ચોરસ ફૂટના કુલ વિસ્તારમાં ફેલાયેલી છે. તે અંદાજે ૧,૫૬,૬૦૦ ચોરસ ફૂટના કુલ વિસ્તારને આવરી લેતા ચાર ગોડાઉન પણ ચલાવે છે. તેની ઉત્પાદન સુવિધાઓ આઈએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫, આઈએસઓ ૧૪૦૦૧ઃ૨૦૧૫, આઈએસઓ ૪૫૦૦૧ઃ૨૦૧૮ અને ૫એસ વર્કપ્લેસ ઓર્ગેનાઇઝિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટે પ્રમાણિત છે. તૈયાર ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી માટે તેની ઉત્પાદન સુવિધામાં આવેલી ટેસ્ટિંગ લેબ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ (“એનએબીએલ”) દ્વારા માન્યતા પ્રાપ્ત છે.

તેની ઇન-હાઉસ ઉત્પાદન ક્ષમતાઓ તેને બાહ્ય સપ્લાયર્સ સાથે સંકળાયેલ લીડ ટાઈમ અને અનિશ્ચિતતાઓને નોંધપાત્ર રીતે ઘટાડવાની મંજૂરી આપે છે, જેનાથી ઝડપી પ્રતિભાવ સમય સક્ષમ બને છે. વધુમાં, તેનું ઇન-હાઉસ ઉત્પાદન સ્ટોક લેવલ પર વધુ સચોટ નિયંત્રણ પ્રદાન કરીને, વધારાની ઇન્વેન્ટરી ઘટાડીને અને ઇન્વેન્ટરીની અછતને ન્યૂનતમ કરીને ઇન્વેન્ટરી મેનેજમેન્ટને વધારે છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ, તેની પાસે ૮૯૦ કાયમી કર્મચારીઓ હતા. ૨,૫૦,૦૦૦ ચોરસ ફૂટની ઉત્પાદન સુવિધા સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે, તે વિસ્તરણની પ્રક્રિયામાં છે, જેના માટે કંપનીએ રાણીહાટી, હાવડા, પશ્ચિમ બંગાળમાં અંદાજે ૬,૫૦,૦૦૦ ચોરસ ફૂટ જમીન સંપાદિત કરી છે. આ વિસ્તરણ તેને લો વોલ્ટેજ પાવર કેબલ્સ, હાઈ વોલ્ટેજ પાવર કેબલ્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન કેબલ્સ, સોલર કેબલ્સ, રેલવે સિગ્નલિંગ કેબલ, ફ્લેક્સિબલ ઈલેક્ટ્રિકલ વાયર, ઓવરહેડ એલ્યુમિનિયમ કંડક્ટર અને એચટીએલએસ કંડક્ટર જેવા કેબલ અને કંડક્ટરની વ્યાપક શ્રેણીનું ઉત્પાદન કરવા સક્ષમ બનાવશે. એલઆઈએલની પ્રસ્વાવિત ઉત્પાદન સુવિધા વીજ વિતરણ અને ટ્રાન્સમિશનમાં ઉપયોગમાં લેવાતા ઓવરહેડ કંડક્ટર, એરિયલ બંચ કેબલ્સ અને કંટ્રોલ કેબલ્સની ઉત્પાદન ક્ષમતા વધારીને ઇન્ટિગ્રેશનને મજબૂત કરવામાં મદદ કરશે, જે તેને ઉત્પાદન પ્રક્રિયામાં વધુ સુમેળ સાધવામાં મદદ કરશે.

કંપનીએ અંડરરાઈટર્સ લેબોરેટરીઝ (ગ્લોબલ સેફ્ટી સર્ટિફિકેશન) સ્ટાન્ડડ્‌ર્સ સર્ટિફિકેશન (“યુએલ સર્ટિફિકેશન”) પ્રાપ્ત કર્યું છે, જે યુ.એસ. અને યુરોપ સ્થિત ગ્રાહકો દ્વારા અપેક્ષિત સખત સુરક્ષા અને નિયામક ધોરણોનું પાલન કરવાની તેની ક્ષમતા દર્શાવે છે, જેથી યુ.એસ. અને યુરોપિયન બન્ને બજારોમાં તેની બજારની તકોનો નોંધપાત્ર વિસ્તાર થાય છે. યુએલ સર્ટિફિકેશન વ્યાપકપણે સલામતી, ગુણવત્તા અને ઉદ્યોગના ધોરણોના પાલનના પ્રતીક તરીકે ઓળખાય છે, ખાસ કરીને યુ.એસ. અને યુરોપમાં, જ્યાં ઉત્પાદન સુરક્ષા અને કામગીરી માટેના નિયમનકારી ધોરણો સખત હોય છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ તેની ઓર્ડર બુક રૂ ૩૧૪૯.૮૮ કરોડ હતી.

ઈશ્યૂની વિગતો/મૂડીનો ઈતિહાસઃ
કંપની રૂ ૭૦૦ કરોડ (અપાર કેપ પર અંદાજે ૮,૫૩,૬૫,૮૫૪ ઈક્વિટી શેર્સ) ના તેના પ્રથમ બુક બિલ્ડિંગ રૂટ કોમ્બો આઈપીઓ સાથે આવી રહી છે. આ આઈપીઓમાં રૂ ૫૦૦ કરોડ (અપાર કેપ પર અંદાજે ૬,૦૯,૭૫,૬૧૦ ઈક્વિટી શેર્સ) નો ફ્રેશ ઈક્વિટી શેર ઈશ્યૂ અને રૂ ૨૦૦ કરોડ (અપાર કેપ પર અંદાજે ૨,૪૩,૯૦,૨૪૪ ઈક્વિટી શેર્સ) નો ઓફર ફોર સેલ (ઓએફએસ) સમાવિષ્ટ છે. કંપનીએ રૂ ૫ ના દરેક ઈક્વિટી શેર દીઠ રૂ ૭૮ – રૂ ૮૨ ની પ્રાઈસ બેન્ડ જાહેર કરી છે. આ ઈશ્યૂ સબ્સ્ક્રિપ્શન માટે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ખુલશે અને ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી ૧૮૨ શેર્સ માટે અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. એલોટમેન્ટ પછી, શેર્સ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે. આ ઈશ્યૂ આઈપીઓ પછીની પેઈડ-અપ ઈક્વિટી મૂડીના ૨૮.૦૩% હિસ્સો ધરાવે છે. ફ્રેશ ઈક્વિટી ઈશ્યૂની ચોખ્ખી આવકમાંથી, કંપની રૂ ૩૩૭.૦૦ કરોડ અમુક લોનની ચુકવણી/પૂર્વચુકવણી માટે, રૂ ૧૫.૦૧ કરોડ સાધનો, મશીનરીની ખરીદી, હાલની ઉત્પાદન સુવિધા પર સિવિલ વર્ક માટેના કેપેક્સ માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરશે.

કંપનીએ તેના પાત્ર કર્મચારીઓ માટે રૂ ૧૦.૦૦ કરોડ (અપાર કેપ પર અંદાજે ૧૨,૧૯,૫૧૨ ઈક્વિટી શેર્સ) ના ઈક્વિટી શેર્સ અનામત રાખ્યા છે. બાકીનામાંથી, તેણે ક્યુઆઈબી માટે ૫૦% થી વધુ નહીં, એચએનઆઈ માટે ૧૫% થી ઓછાઈ નહીં અને રિટેલ રોકાણકારો માટે ૩૫% થી ઓછાઈ નહીં ફાળવણી કરી છે.

આ ઈશ્યૂ માટેના ત્રણ સંયુક્ત બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) મોતીલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ છે, જ્યારે બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ ઈશ્યૂના રજિસ્ટ્રાર છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ સિંડિકેટ સભ્યો છે.

ફેસ વેલ્યુ પર પ્રારંભિક ઈક્વિટી શેર્સ ઈશ્યૂ/રૂપાંતરિત કર્યા પછી, કંપનીએ માર્ચ ૨૦૧૧ અને માર્ચ ૨૦૧૨ ની વચ્ચે શેર દીઠ રૂ ૨૫૦ (રૂ ૫ એફવી ના આધારે) ની નક્કી કિંમતે વધુ ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કર્યા છે. તેણે મે ૨૦૦૭ માં ૫ સામે ૧, ઓક્ટોબર ૨૦૨૨ માં ૩ સામે ૨ અને નવેમ્બર ૨૦૨૪ માં ૧ સામે ૩ ના પ્રમાણમાં બોનસ શેર્સ પણ ઈશ્યૂ કર્યા છે. પ્રમોટર્સ દ્વારા શેર્સની સરેરાશ સંપાદન કિંમત રૂ શૂન્ય અને શેર દીઠ રૂ ૦.૦૦૨ છે.

આઈપીઓ પછી, તેની રૂ ૧૨૧.૭૯ કરોડ (૨૪,૩૫,૭૮,૦૯૬ ઈક્વિટી શેર્સ) ની વર્તમાન પેઈડ-અપ ઈક્વિટી મૂડી વધીને રૂ ૧૫૨.૨૮ કરોડ (૩૦,૪૫,૫૩,૭૦૬ ઈક્વિટી શેર્સ) થઈ જશે. પ્રાઈસ બેન્ડની અપર કેપના આધારે, કંપની રૂ ૨૪૯૭.૩૪ કરોડની માર્કેટ કેપ ઈચ્છે છે.

નાણાકીય કામગીરીઃ
નાણાકીય કામગીરીના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, કંપનીએ (એકત્રિત ધોરણે) રૂ ૧૪૨૪.૬૩ કરોડ / રૂ ૮૬.૬૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૪), રૂ ૧૯૪૬.૬૮ કરોડ / રૂ ૧૨૪.૫૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૫) અને રૂ ૨૦૮૯.૩૧ કરોડ / રૂ ૧૬૦.૦૦ કરોડ (નાણાકીય વર્ષ ૨૬) ની કુલ આવક/ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ અહેવાલ આપેલ અવધિ માટે તેની ટોપ અને બોટમ લાઈન્સમાં સ્થિર વૃદ્ધિ નોંધાવી છે. જો કે, વર્ષ-દર-વર્ષ વધતા ટ્રેડ રિસીવેબલ્સ તેમજ ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ રૂ ૨૪.૮૬ કરોડની તેની આકસ્મિક જવાબદારીઓ ચિંતા ઉપજાવે છે.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, કંપનીએ શેર દીઠ સરેરાશ ઈપીએસ રૂ ૫.૫૮ અને સરેરાશ આરઓએનડબલ્યુ ૨૪.૦૭% નોંધાવ્યો છે. આ ઈશ્યૂ ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ રૂ ૨૯.૯૫ ના એનએવી ના આધારે ૨.૭૪ ના પી/બીવી પર અને અપર કેપ પર શેર દીઠ રૂ ૪૦.૩૭ ના આઈપીઓ પછીના એનએવી ના આધારે ૨.૦૩ ના પી/બીવી પર પ્રાઇસ કરવામાં આવ્યો છે.

જો આપણે તેની આઈપીઓ પછીની સંપૂર્ણ મંદીવાળી (ડાઈલ્યુટેડ) પેઈડ-અપ ઈક્વિટી મૂડી પર નાણાકીય વર્ષ ૨૬ ની સુપર કમાણી આંકવામાં આવે, તો માગવામાં આવેલી કિંમત ૧૫.૬૨ ના પી/ઈ પર છે. નાણાકીય વર્ષ ૨૫ ની કમાણીના આધારે, પી/ઈ ૨૦.૦૫ થાય છે. તેની તાજેતરની સરેરાશ કામગીરીના આધારે આ ઈશ્યૂ સંપૂર્ણ કિંમતનો જણાય છે.

અહેવાલ આપેલ અવધિ માટે, કંપનીએ સંદર્ભિત અવધિ માટે અનુક્રમે ૬.૦૮% (નાણાકીય વર્ષ ૨૪), ૬.૪૦% (નાણાકીય વર્ષ ૨૫), ૭.૬૬% (નાણાકીય વર્ષ ૨૬) ના પીએટી માર્જિન અને ૩૨.૨૭%, ૩૧.૮૯%, ૨૫.૭૫% ના આરઓસીઈ માર્જિન નોંધાવ્યા છે.

ડિવિડન્ડ નીતિઃ
ઓફર દસ્તાવેજની અહેવાલ આપેલી અવધિ માટે કંપનીએ કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું નથી. તેણે તેની નાણાકીય કામગીરી અને ભવિષ્યની સંભાવનાઓના આધારે ડિસેમ્બર ૨૦૨૪ માં ડિવિડન્ડ નીતિ અપનાવી લીધી છે.

લિસ્ટેડ સમકક્ષો સાથે સરખામણીઃ
ઓફર દસ્તાવેજ મુજબ, કંપનીએ અપાર ઈન્ડ., બાજેલ પ્રોજેક્ટ્‌સ, કલ્પતરુ પ્રોજેક્ટ્‌સ, કેઈસી ઈન્ટરનેશનલ, કેઈઆઈ ઈન્ડ., યુનિવર્સલ કેબલ્સ, ટેક્નો ઈલેક્ટ્રિકને તેના લિસ્ટેડ સમકક્ષો તરીકે દર્શાવ્યા છે. તેઓ હાલમાં ૫૮.૦, ૮૨.૪, ૨૧.૩, ૧૯.૨, ૫૨.૬, ૨૮.૪ અને ૨૨.૬ ના પી/ઈ પર ટ્રેડ થઈ રહ્યા છે (૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ). જો કે, તેઓ ખરેખર સીધી સરખામણી યોગ્ય નથી. આ સરખામણી માત્ર દેખાવ પૂરતી લાગે છે.

મર્ચન્ટ બેંકરનો ટ્રેક રેકોર્ડઃ
આ ઓફર સાથે જોડાયેલા ત્રણ બીઆરએલએમએ છેલ્લા ત્રણ વર્ષમાં ૭૩ ઈશ્યૂ હેન્ડલ કર્યા છે, જેમાંથી ૨૩ ઈશ્યૂ લિસ્ટિંગ તારીખે ઈશ્યૂ કિંમતથી નીચે બંધ થયા હતા.

નિષ્કર્ષઃ
એલઆઈએલ પાવર સેગમેન્ટ માટે ભારતમાં પ્રોડક્ટ સંચાલિત ઇન્ટિગ્રેટેડ ઈપીસી પ્લેયર છે. તે તેના ઉત્પાદનોનું માર્કેટિંગ લ્યુમિનો બ્રાન્ડ હેઠળ કરી રહી છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ, તેની પાસે રૂ ૩૧૪૯.૮૮ કરોડની ઓર્ડર બુક છે, જે તેની નજીકના ગાળાની સંભાવનાઓ દર્શાવે છે. કંપનીએ અહેવાલ આપેલી અવધિ માટે તેની ટોપ અને બોટમ લાઈન્સમાં પ્રગતિ નોંધાવી છે. તેના તાજેતરના નાણાકીય સરેરાશ ડેટાના આધારે, ઈશ્યૂ વાજબી કિંમતનો જણાય છે. સુમાહિતગાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે ભંડોળ રોકી શકે છે.

ડિસ્ક્લેમરઃ અહીં પ્રકાશિત થયેલી કોઈપણ નાણાકીય માહિતીને સિક્યોરિટીઝ ખરીદવા અથવા વેચવાની ઓફર તરીકે અથવા કોઈપણ રીતે તેમ કરવા માટેની સલાહ તરીકે ગણવી જોઈએ નહીં. અહીં પ્રકાશિત થયેલી તમામ બાબતો ફક્ત શૈક્ષણિક અને માહિતીના હેતુઓ માટે જ છે અને કોઈ પણ સંજોગોમાં તેનો ઉપયોગ રોકાણના નિર્ણયો લેવા માટે થવો જોઈએ નહીં. અહીં પ્રકાશિત થયેલી માહિતીના આધારે વાસ્તવિક રોકાણના નિર્ણયો લેતા પહેલા વાચકોએ લાયક નાણાકીય સલાહકારની સલાહ લેવી આવશ્યક છે. અહીં પ્રકાશિત થયેલી કોઈપણ માહિતીના આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક સંપૂર્ણપણે તેના પોતાના જોખમે તેમ કરે છે. રોકાણકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્ટોક માર્કેટમાં કોઈપણ રોકાણ અણધાર્યા બજાર સંબંધિત જોખમોને આધીન છે. ઉપરોક્ત માહિતી બજારની ધારણા સાથે તારીખ મુજબ ઉપલબ્ધ આરએચપી અને અન્ય દસ્તાવેજો પર આધારિત છે. લેખકની આ ઓફરમાં રોકાણ કરવાની કોઈ યોજના નથી.

(સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ-મુંબઈ).

Review By Dilip Davda on August, 2026

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. My reviews do not cover GMP market and operators game plans. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based the on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the recent past, SME IPOs drew the attention of investors across the board and lead to seer madness. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at their own risk. The above information is based on information available as of date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detailed fundamental and financial analysis of companies coming up with IPOs helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

(Dilip Davda -SEBI registered Research Analyst-Mumbai,

Registration no. INH000003127 (Perpetual)

Email id: dilip_davda@rediffmail.com ).

Related posts

શ્રીધર સ્પિનર્સ એનએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

Master Admin

નેક્સોમ કેપિટલ – બીએસઈ – આરઆઈ સમીક્ષા

Master Admin

રાજનંદિની ફેશન બીએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા

Master Admin

Leave a Comment

Translate »