Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
AwarenessGujarat

મલબાર ગ્રુપે ભાવનગરમાં સ્વચ્છતા અભિયાન યોજીને ‘મલબાર ડે’ની ઉજવણી કરી

ભાવનગર | ૧૪ નવેમ્બર ૨૦૨૬ | મલબાર ગ્રુપના 34મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે દેશભરમાં આયોજિત સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ભાવનગર શોરૂમ દ્વારા કોલીયાક બીચ ખાતે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોર્પોરેશન અને નગરપાલિકાના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમમાં મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની મેનેજમેન્ટ ટીમ, શોરૂમ હેડ્સ, સ્ટાફ સભ્યો તેમજ સફાઈ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું હતું.

આ મેગા સ્વચ્છતા અભિયાન ગ્રુપ દ્વારા પર્યાવરણ, સામાજિક જવાબદારી અને સુશાસન (ESG)ના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યું હતું. દેશભરમાં મલબાર ગ્રુપના 9,000થી વધુ કર્મચારીઓએ આ મેગા સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે મલબાર ગ્રુપના ચેરમેન એમ. પી. અહમદે જણાવ્યું હતું કે, “કંપની પોતાની વ્યવસાયિક કાર્યપદ્ધતિમાં પર્યાવરણીય જવાબદારી, સામાજિક પ્રતિબદ્ધતા, પારદર્શિતા અને નૈતિક સુશાસનને સમાવીને ESGના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પર્યાવરણીય ટકાઉપણાની પહેલના ભાગરૂપે આગામી એક વર્ષ દરમિયાન સમગ્ર ભારતમાં અંદાજે એક લાખ વૃક્ષો વાવવાનું ગ્રુપનું લક્ષ્ય છે.”

વ્યવસાયિક પ્રવૃત્તિઓ ઉપરાંત, મલબાર ગ્રુપ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને સમાજના વિવિધ વર્ગોને સહયોગ આપવા માટે અનેક અસરકારક સામાજિક પહેલો પણ હાથ ધરી રહ્યું છે. ગ્રુપના મુખ્ય સામાજિક કાર્યક્રમોમાં હંગર ફ્રી વર્લ્ડ, વંચિત વર્ગના બાળકો માટે માઇક્રો લર્નિંગ સેન્ટર્સ, દીકરીઓ માટે શિષ્યવૃત્તિ અને વૃદ્ધ માતાઓ માટે ગ્રાન્ડમા હોમ્સ જેવી પહેલોનો સમાવેશ થાય છે. આ તમામ પહેલો ગ્રુપની સામાજિક જવાબદારી અને ટકાઉ વિકાસ પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

== સમાપ્ત ==

Related posts

કેપ્ટન સ્મિતને શુભેચ્છાઓ પાઠવતા મોરારી બાપુ

Master Admin

મહેસાણા જિલ્લામાં કોંગ્રેસની બંધ બાજી સામે ભાજપે મોડી રાત્રે પત્તાં ખોલ્યાં

Master Admin

૬૬ વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો!

Master Admin

Leave a Comment

Translate »