Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

દેશભરમાં મેઘતાંડવઃ ઉત્તરાખંડ અને આસામમાં ૧૧ના મોત

દેશભરમાં મેઘતાંડવઃ ઉત્તરાખંડ અને આસામમાં ૧૧ના મોત

યુપી-ઝારખંડમાં પૂરનું સંકટ, ભૂસ્ખલનથી માર્ગો ઠપ્પ

મથઘરિયા વિસ્તારમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના દંપતી અને તેમની ૧૧ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ સપ્ટેમ્બર ૨૦૨૬ –– સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશના અનેક રાજ્યોમાં આકાશી આફતે હાહાકાર મચાવ્યો છે. ઉત્તરાખંડ, આસામ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં મૂશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂર, ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓમાં ઉત્તરાખંડમાં ૭ અને આસામમાં ૪ લોકો સહિત અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.ઉત્તરાખંડના અલ્મોડા, બાગેશ્વર, ટિહરી, નૈનીતાલ અને પૌડી જેવા જિલ્લાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. અલ્મોડાના ઉદયુડા ગામમાં મકાન પર કાટમાળ પડતાં બે મહિલાઓ અને એક બાળકનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘટનામાં નેપાળના બે મજૂરોના કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયા છે. પૌડીના કોટદ્વારમાં કોલ્હૂ નદીના તેજ વહાવમાં તણાઈ જવાથી ૨૬ વર્ષીય મા અને તેની દોઢ વર્ષની પુત્રીનું કરૂણ મોત નીપજ્યું છે.રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૩ નેશનલ હાઇવે સહિત ૧૭૨ થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. બાગેશ્વરમાં એનએચ-૧૦૯ બંધ થતાં એમ્બ્યુલન્સા સહિત સેંકડો વાહનો કલાકો સુધી અટવાયા હતા. સતત વરસાદને પગલે સોનપ્રયાગ ખાતે કેદારનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી નૈનીતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર અને પિથોરાગઢમાં શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાના આદેશ અપાયા છે.આસામના ગુવાહાટીમાં ભૂસ્ખલનની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મથઘરિયા વિસ્તારમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના દંપતી અને તેમની ૧૧ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક ઘટનામાં ૬૫ વર્ષીય વૃદ્ધનું મોત થતાં આસામમાં કુલ મૃત્યુઆંક ૪ પર પહોંચ્યો છે.

Related posts

મહારાષ્ટ્રની ૨૯ નગર નિગમમાંથી ૨૧ સીટ પર ભાજપનો કબજો

Master Admin

TECNO SPARK 50 5G 6500mAhની વિશાળ બેટરી અને મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલીટી સાથે લોન્ચ થયો

Master Admin

અમદાવાદમાં ‘ઇનોવેશન ડે’ દરમિયાન બેન્ટલી સિસ્ટમ દ્વારા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્યની ઝલક રજૂ થઈ

Master Admin

Leave a Comment

Translate »