Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsEducation

મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અમદાવાદ અને જયપુર કેમ્પસમાં ફેફલ્ટી ટ્રેનિંગ સાથે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન કરિક્યુલમ-ઈન્ટરનેશનલ (WAC–i) કાર્યક્રમનો પ્રારંભ કરાયો

અમદાવાદ, ગુજરાત | ૧૨મી એપ્રિલ ૨૦૨૬ — મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શિક્ષણમાં નવિનાતા ક્ષેત્રે આગળ વધતા પોતાના મહત્વના પગલાં તરીકે અમદાવાદ અને જયપુરના બંને કેમ્પસમાં WAC–i (વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન કરિક્યુલમ-ઈન્ટરનેશનલ) કાર્યક્રમ શરૂ કર્યો છે. દેશમાં આ કાર્યક્રમ શરૂ કરનાર આગેવાન સંસ્થાઓમાંની એક તરીકે એમજીઆઈએસએ વિદ્યાર્થીઓ માટે આધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની શીખવાની તક આપે છે જે એમજીઆઈએસની પ્રગતિશીલ અને ભવિષ્યમુખી શિક્ષણમાં પોતાની આગવી ઓળખને વધુ મજબૂત બનાવે છે.

એમજીઆઈએસ દ્વારા અપનાવવામાં આવેલ શૈક્ષણિક અભિગમ જે પ્રોજેક્ટ બેસ્ડ લર્નિંગ (PBL) અને ગાઈડેડ રિફ્લેક્ટિવ લર્નિંગ (GRL) પર આધારિત છે. તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની સરકારની સ્કૂલ કરિક્યુલમ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીની શૈક્ષણિક ફિલોસોફી સાથે સુસંગત છે. આ સમન્વય વિદ્યાર્થીઓને સર્વાંગી, શોધ આધારિત અને કુશળતા આધારિત શૈક્ષણિક વાતાવરણ આપે છે.

કાર્યક્રમના પ્રારંભ સાથે જ એમજીઆઈએસ કેમ્પસ ખાતે એક વિશેષ ફેકલ્ટી ટ્રેનિંગ યોજાયો હતો.  જેમાં સ્કૂલ્સ કરિક્યુલમ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની પ્રિન્સિપાલ કન્સલ્ટન્ટ ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશન, જોડી મેથ્યુસ અને WAC–i ટીમે માર્ગદર્શન આપ્યું હતું. આ ટ્રેનિંગમાં અમદાવાદ અને જયપુરના શિક્ષકોને એકત્ર કરીને અભ્યાસક્રમની રચના, શિક્ષણ પદ્ધતિ અને વૈશ્વિક ધોરણો મુજબ અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. અમદાવાદ કેમ્પસમાં કાર્યક્રમના અમલીકરણ માટે કોમલ મોદી નેતૃત્વ કરશે, જ્યારે જયપુર કેમ્પસમાં એમજીઆઈએસની પૂર્વ વિદ્યાર્થી ફરાહ આ જવાબદારી સંભાળશે.

આ પ્રસંગે સ્કૂલ હેડ રવિંદર કૌરએ વ્યક્તિગત શિક્ષણના વિઝન પર ભાર મૂકતા જણાવ્યું: “કસ્ટમાઇઝ્ડ શિક્ષણ દરેક બાળકને પોતાની શૈક્ષણિક સફર ડિઝાઇન કરવાની અને પોતાના ભવિષ્યને અર્થપૂર્ણ રીતે ગઢવાની શક્તિ આપે છે.”

તે ઉપરાંત એમજીઆઈએસના ડિરેક્ટર – પેડાગોજી મિનૂ જોશીએ એ વધુ જણાવતા કહ્યું કે, “જ્યારે દરેક બાળકને કલ્પના, શોધખોળ અને પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, ત્યારે તેમના માટે શીખવું એક ફક્ત કામ નથી રહેતું પણ તેમની પોતાના માટે તે વધુ રસપ્રદ બાબચ બની જાય છે. સર્વસમાવેશક અને અનુભૂતિ આધારિત શિક્ષણ તેમને પોતાના વિચારોના સ્વરૂપને શોધવામાં પણ મદદ કરે છે.”

એમજીઆઈએસના સિનિયર મેનેજર – રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, મિનાક્ષી ગનેરીવાલાએ શિક્ષણમાં નવીનતાની મહત્વતા પર ભાર મૂકતા જણાવ્યું કે, “સંશોધન અને નવીનતા અત્યંત મહત્વપૂર્ણ બાબતો છે જેથી અમે વિદ્યાર્થીઓને એવા ભવિષ્યના નવા વ્યવસાયો માટે તૈયાર કરી રહ્યા છીએ.”

WAC–i કાર્યક્રમની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 સાથે સુસંગત છે, જેના કારણે ભારતીય શિક્ષણ પ્રણાલીમાં તેનો સમાવેશ સરળ અને અસરકારક બને છે. એમજીઆઈએસ જે પહેલેથી જ કેમ્બ્રિજ, બીટેક અને ઈન્ટરનેશનલ બેકાલોરેટ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે જાણીતી સંસ્થા સાથે કામ કરે છે અને હવે તેણે WAC–iના સમાવેશ સાથે પોતાના શૈક્ષણિક વિકલ્પોને વધુ સમૃદ્ધ બનાવ્યા છે.

આ નવા કાર્યક્રમ સાથે એમજીઆઈએસ ટૂંક સમયમાં ગ્રેડ કે થી 12 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે. જે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ધોરણો પર આધારિત અભ્યાસક્રમ આપશે અને તેમને ઉચ્ચ શિક્ષણ તથા ભવિષ્યની કારકિર્દી માટે તૈયાર કરશે.

આ પહેલ એમજીઆઈએસની સતત સંશોધન, નવીનતા અને શિક્ષણમાં ઉત્તમતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને દેશભરના શાળાઓ માટે નવા માપદંડો સ્થાપિત કરે છે.

Related posts

અમદાવાદમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા

Master Admin

ઇસ્કોન મંદિર પાસે વ્હીલચેર વેરહાઉસમાં આગ લાગી

Master Admin

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો, એક જ સમાજના બે જૂથ સામસામે

Master Admin

Leave a Comment

Translate »