Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા સહાય

ભોગ બનનારને શ્રધ્ધાંજલિ સાથે જે તે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ

તલગાજરડા, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ થઈ છે.

છેલ્લાં પખવાડિયા દરમિયાન દેશમાં ઘણાં ભાગોમાં વાવાઝોડાની સ્થિતિમાં વરસાદ સાથે પૂર તેમજ વીજળી પડવાથી દુર્ઘટનાઓ સર્જાઈ છે, જેમાં ઘણાં મરણ થવા પામેલ છે. ભોગ બનનારના વારસદાર માટે શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૪ લાખ સહાય અર્પણ થઈ છે.

આ દિવસોમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં જીવ ગુમાવનારાઓને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે. આ સાથે ઉત્તરપ્રદેશમાં રૂપિયા ૨ લાખ, પશ્ચિમ બંગાળમાં રૂપિયા ૧ લાખ અને બિહારમાં રૂપિયા ૧ લાખ સંવેદના સહાયનો સમાવેશ થાય છે. આ રકમ જે તે રાજ્યમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાં મોકલવામાં આવી છે.

== સમાપ્ત ==

Related posts

સાધુનો પુરુષાર્થ અને પ્રારબ્ધ એ મનોરથ-રથનાં બે પૈડાઓ છે.

Master Admin

રામનો રથ દિવ્ય, રાવણનો ભવ્ય અને આંતરિક રથ સેવ્ય રથ છે.

Master Admin

ભારતનાં એંસીમાં આઝાદ દિવસે અમેરીકા ખાતે આધ્યાત્મિક યાત્રાનાં અવિસ્મરણીય પડાવ સમી રામકથાનો દિવ્ય આરંભ થયો.

Master Admin

Leave a Comment

Translate »