Nirmal Metro Gujarati News
Uncategorized

Morari Bapu’s tributes and assistance to victims of Kuwait fire tragedy, UP road accident

પ્રાપ્ત વિગતો અનુસાર કુવૈત માં એક રહેણાંકના ઈમારતમાં આગ લાગવાથી ૪૧ લોકોનાં કરુણ મોત નીપજયા છે જેમાં ૧૦ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. આ આંકડો વઘે તેવી ભીતી સેવાઈ રહી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કુવૈત ની કરન્સી મુજબ આ રાશિ પ્રત્યેકને ૫૫ કુવૈતી રિયાલ થશે જે રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે.
અકસ્માતની બીજી ઘટનામાં ઉત્તરપ્રદેશ ના હરદોઈ ખાતે એક ટ્રક ફૂટપાથ પર સૂતેલા લોકો પર પડતાં ૮ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા પણ ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે લખનૌ સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. બંને ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

કોકા-કોલા ઇન્ડિયાની #SheTheDifference કેમ્પેન હેઠળ આ ભાગીદારીનો હેતુ ભારતમાં મહિલા હોકીના ઉત્કર્ષનો છે 

Reporter1

એલિવેટિંગ હેલ્થકેર: ફુજીફિલ્મની મલ્ટી લાઇટ ટેક્નોલોજી ગુજરાતના ભાવનગરની સત્વ ગેસ્ટ્રોલિવ હોસ્પિટલમાં ઉપલબ્ધ

Reporter1

લેમન એ તેના યુઝર્સ માટે ઝીરો-કમિશન મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરી ને સેવાઓનું વિસ્તરણ કર્યું

Reporter1
Translate »