Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Uncategorized

Morari Bapu’s tributes and assistance to victims of Mahuva and MP accidents, Narmada drownings

             ગત દિવસોમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતાં. મહુવા શહેરમાં એક યુવકનું સ્કુટર સ્લીપ થતાં તેમનું મોત નિપજ્યું હતું અને બીજી ઘટનામાં વાઘનગરના યુવકનું પણ મોત થયું હતું.  આ બંને યુવાનોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજારની સહાયતા રાશિ મોરારીબાપુએ અર્પણ કરી છે જે રકમ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવશે.
       બીજી તરફ રાજસ્થાનથી લગ્ન પ્રસંગે નિકળેલી જાનને મધ્યપ્રદેશના રાજગઢ નજીક અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૩ લોકોનાં મોત નિપજયા છે. રામકથાના મઘ્યપ્રદેશ સ્થિત શ્રોતાઓ તેમજ નૈરોબીના રામકથાના શ્રોતાઓ દ્વારા પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૯૫,૦૦૦ ની રાશિ પહોંચાડવામાં આવશે.
       અમદાવાદ થી ૯ મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા અને તેમાંથી ત્રણ યુવકોનાં નર્મદા નદીમાં ડૂબી જતાં મોત નિપજયા હતા. તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. વિવિધ ઘટનાઓમાં કુલ મળીને રુપિયા બે લાખ સીતેર હજારનું તુલસીદલ સમર્પિત કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

GSEB ધોરણ 10ના પરિણામમાં વિદ્યાકુલના 6200+ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, પાસનો દર વધીને 96% થયો 

Reporter1

ઇન્ડિયા સ્કિલ્સ 2024 ગ્રાન્ડ ફિનાલે: 58 વિજેતાઓ વર્લ્ડસ્કિલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Reporter1

Morari Bapu’s tributes and assistance to victims of Kuwait fire tragedy, UP road accident

Reporter1
Translate »