Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsGujarat

ખરાબ ગુણવત્તાનાં ફાફડા-જલેબીનું વેચાણ રોકવા મ્યુનિ.ની દોડધામ

લેબ રિપોર્ટ સમયસર આવશે કે કેમ તેવો સવાલ

ફૂડ વિભાગની ટીમોએ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાંથી ફાફડા અને જલેબીનાં ૫૦થી વધુ નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬ — આગામી દશેરાનાં તહેવાર નિમિત્તે લાખો શહેરીજનો કરોડો રૂપિયાનાં ફાફડા-જલેબી આરોગી જાય છે ત્યારે અનેક લેભાગુ વેપારીઓ હલકી ગુણવત્તાનાં અને ભેળસેળવાળી ચીજવસ્તુનો ઉપયોગ કરી બનાવતાં ફાફડા-જલેબી વેચી નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડા કરતાં હોય છે. આવા વેપારીઓને ઝડપી લેવા માટે મ્યુનિ. ફૂડ વિભાગે ચેકિંગ અને નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી છે.મ્યુનિ. ફૂડ વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સૌપ્રથમ નવરાત્રિનાં તહેવારથી જ ખાણીપીણીનાં ધંધામાં તેજીની શરૂઆત થઇ જાય છે અને આ તેજી દિવાળી સુધી ચાલે છે. તહેવારોમાં હલકી ગુણવત્તાનાં અને ભેળસેળવાળા ખાદ્યપદાર્થોનુ ઉત્પાદન અને વેચાણ કરતાં વેપારીઓનો તોટો નથી. ખાસ કરીને મિઠાઇ, ફરસાણ, બેકરી પ્રોડક્ટસ વગેરેમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે, જેનાથી નાગરિકોને અનેક પ્રકારનાં રોગનો ભોગ બનવુ પડે તેવી શક્યતા સો ટકા હોય છે. બીજી બાજુ ઉપરથી આવેલી સૂચનાને પગલે મ્યુનિ. ફૂડ વિભાગ હાલ તો સક્રિય બન્યુ છે અને ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનાં ઉત્પાદકો અને વેચાણ કરનારા સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. હવે ખાસ કરીને દશેરાનાં દિવસે કરોડો રૂપિયાનાં ફાફડા-જલેબી વેચાવાનાં છે અને તેના માટે કેટલાય વેપારીઓ અત્યારથી જ ફાફડા વગેરે પ્રકારની ચીજવસ્તુ બનાવી સ્ટોક કરી રાખતાં હોય છે. ત્યારબાદ દશેરાનાં દિવસે ઉમટતી ભીડને વાસી ફાફડા અને જલેબી પધરાવી દેતાં હોય છે. આથી મ્યુનિ. ફૂડ વિભાગને અત્યારથી જ ફાફડા-જલેબીનાં નમૂના લઇ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવાની તાકીદ કરાઇ હોવાથી ફૂડ વિભાગની ટીમોએ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાંથી ફાફડા અને જલેબીનાં ૫૦થી વધુ નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

Related posts

૩૦ જુલાઈ અને ૧ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

Master Admin

અમદાવાદમાં ‘ઇનોવેશન ડે’ દરમિયાન બેન્ટલી સિસ્ટમ દ્વારા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્યની ઝલક રજૂ થઈ

Master Admin

આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરાઇ

Master Admin

Leave a Comment

Translate »