Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Educationnational

NEET-UGની પુનઃપરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વિદ્યાર્થીઓએ કહ્યું,-પેપરમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ અઘરું

ગુજરાતની વાત કરીએ તો ૨૧૧ પરીક્ષા કેન્દ્રો પર ૭૯,૪૧૧ ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૧ જૂન ૨૦૨૬ — NEET-UG પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઇ હતી જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ગુજરાતની વાત કરીએ તો ૨૧૧ પરીક્ષા કેન્દ્રો પર ૭૯,૪૧૧ ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ૧૧ વાગ્યાથી ૧ઃ૩૦ વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. બપોરે ૨ કલાકથી ૫ઃ૧૫ કલાક સુધી પરીક્ષાનો સમય હતો, આ વખતે ૧૫ મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. દેશમાં કુલ ૫૫૧ શહેરોમાં ૫,૪૪૦ સેન્ટર અને વિદેશમાં ૧૪ સેન્ટર પર ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે NEET-UG પરીક્ષા યોજાઇ હતી. જેમાં અંગ્રેજી સહિત ૧૨ ભારતીય ભાષામાં પેપર લેવાયું છે. પરીક્ષા આપ્યા બાદ ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અગાઉના પેપર કરતાં ઘણું અધરું પેપર હતું, ઘણાએ તો માર્કસ ઓછા આવશે તેવો પણ સ્વીકાર કર્યો હતો.
અમદાવાદમાં પલક નામની વિદ્યાર્થિનીએ કહ્યું કે, બાયો સરળ હતું પણ પેપર થોડું ટફ હતું, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વધારે અઘરું હતું. સમય બરોબર હતો, કટ ટુ કટ પૂર્ણ થયું. ઈશિતા પુરોહિત નામની વિદ્યાર્થિનીએ કહ્યું કે, પેપર ઠીક હતું પહેલા કરતાં હાર્ડ હતું, બાકી સારું ગયું છે. ફિઝિક્સના પ્રશ્નો વાંચવામાં જ ઘણો સમય ગયો છે. તો વરુણ સત્ય નામના વિદ્યાર્થીએ કહ્યું કે, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ટફ હતું વધારે, ઓવરઓલ પેપર થોડું ડિફિકલ્ટ હતું પેપર આપવા માટે સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે, આ ચુસ્ત નિયમો વચ્ચે અમદાવાદની આર. જે. ટિબ્રવાલ કોલેજ પરીક્ષા કેન્દ્ર ખાતે ડ્રેસકોડ અને ધાર્મિક પ્રતીકોને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થિનીઓના હિજાબ અને અન્ય વિદ્યાર્થીઓના ગળામાં પહેરેલી કંઠી કે હાથમાં બાંધેલા ધાર્મિક દોરા બાબતે વિવાદની શરૂઆત થઈ હતી. કેટલાક સંગઠનો અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાની ગાઈડલાઈનનું પક્ષપાતી પાલન કરાવવામાં આવી રહ્યું છે.

Related posts

અમદાવાદમાં ‘ઇનોવેશન ડે’ દરમિયાન બેન્ટલી સિસ્ટમ દ્વારા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્યની ઝલક રજૂ થઈ

Master Admin

રાજકારણમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે, હવે ચૂંટણી નહીં લડું

Master Admin

દુનિયાની કોઈ તાકાત ભારતને ઝૂકાવી નહીં શકે : વડાપ્રધાન

Master Admin

Leave a Comment

Translate »