Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

દુબઈમાં રમઝાન 2026: શ્રેષ્ઠ ઇફ્તાર અનુભવો માટે સંપૂર્ણ ગાઈડ

રાષ્ટ્રીય | ૧૮મી ફેબ્રુઆરી ૨૦૨૬ — દુબઈનો અનુભવ કરવા માટે રમઝાન એ સૌથી આત્મીય અને ખાસ સમય છે. ૧૯ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ ૨૦૨૬ સુધીના પવિત્ર મહિના દરમિયાન શહેરનીરફ્તાર થોડી શાંત અને ચિંતનશીલ બની જાય છે—દિવસો સુકૂનભર્યા હોય છે, જ્યારે સાંજ સ્વાદિષ્ટ ભોજન, રોશની અને સામુદાયિક ભાવના સાથે જીવંત બની ઊઠે છે. પ્રવાસીઓ માટે, દુબઈમાંરમઝાન એ સદીઓ જૂની પરંપરાઓને નજીકથી જોવાની એક અનોખી તક પૂરી પાડે છે, સાથે જ શહેરના કેટલાક સૌથી યાદગાર ક્યુલિનરીઅનુભવોનો આનંદ લેવાની તક પણ આપે છે, જેમાંથી ઘણા ખાસ કરીને માત્ર આ સમય માટે જ હોય છે.

ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ માટે આ અનુભવ મહેમાનગતિ, વાર્તાલાપ અને સામૂહિક ભોજન જેવા સમાન સાંસ્કૃતિક મૂલ્યોને કારણે વધુ ઊંડાણપૂર્વકજોડાય છે. ભવ્ય હોટેલ વેન્યુઝ અને માહોલથી ભરપૂર રમઝાનટેન્ટ્સથી લઈને ખુલ્લા રણના વાતાવરણ સુધી, દુબઈઈફ્તારના એવા વિવિધ અનુભવો રજૂ કરે છે જે માત્ર પવિત્ર મહિના દરમિયાન જ ઉપલબ્ધ હોય છે. આ જ કારણ છે કે રમઝાન2026 શહેરને તેના ક્યુલિનરી અને સાંસ્કૃતિક આયામો દ્વારા એક્સપ્લોર કરવાનો એક આદર્શ સમય બની જાય છે.

દુબઈમાંઇફ્તાર માટે શ્રેષ્ઠ સ્થળો:

અસાતીરટેન્ટ, એટલાન્ટિસ ધ પામ: દુબઈનારમઝાન કેલેન્ડરનો એક મહત્વનો હિસ્સો ગણાતોએટલાન્ટિસ, ધ પામ સ્થિત અસાતીરટેન્ટ તેની ભવ્યતા અને વિવિધતા માટે જાણીતો છે. ભવ્ય અરેબિયનમજલિસનીશૈલીમાં તૈયાર કરવામાં આવેલ આ સ્થળ ઝુમ્મરો અને ફાનસનીરોશનીથી શણગારેલું હોય છે, જે એકસાથે ઉત્સવમય અને પરંપરાગત વાતાવરણ બનાવે છે.

અહીંનુંઇફ્તારબુફે અનેક પ્રકારની વાનગીઓ થી સભર છે. તેમાં લેમ્બઊઝી, ચિકન મંડી, મેઝેપ્લેટર્સ, દાળનો સૂપ અને તાજી બેક કરેલી અરબી બ્રેડ જેવી ક્લાસિકમિડલઇસ્ટર્નવાનગીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ ભારતીય કરી, એશિયનસ્ટર-ફ્રાઈઝ અને લોકપ્રિય આંતરરાષ્ટ્રીય વાનગીઓ પણ પીરસવામાં આવે છે. ડેઝર્ટ સેક્શનમાંકુનાફા, ઉમ્મ અલી, બકલાવા અને ડ્રાયફ્રૂટ્સથી ભરેલી ખજૂર મુખ્ય આકર્ષણ છે, જેને કમરદીન અને જેલ્લાબ જેવા પરંપરાગત રમઝાનપીણાં સાથે પીરસવામાં આવે છે.

અરમાની દ્વારા રમઝાનનાઈટ્સ, અરમાની હોટેલ દુબઈ: ગગનચુંબી બુર્જખલીફાનાછાયામાં સ્થિત ‘અરમાની/પેવેલિયન’ ડાઉનટાઉનસ્કાયલાઇનનાઅદભૂતનજારા સાથે એક શાંત અને ખાનગી ઇફ્તાર અનુભવ પ્રદાન કરે છે. આ ઓપન-એર વેન્યુનેરમઝાન માટે સોફ્ટલાઈટિંગ, ન્યુટ્રલટોન અને અત્યંત આધુનિક ટેબલ સેટ-અપ સાથે ખાસ રીતે શણગારવામાં આવે છે.

અહીંનુંમેનુમિડલઈસ્ટર્નફ્લેવર્સને સમકાલીન ગ્લોબલક્યુઝીન સાથે સુંદર રીતે મિશ્રિત કરે છે. જેમાં ધીમી આંચ પર રાંધેલું લેમ્બ, ગ્રિલ્ડસીફૂડ, સુગંધિત રાઇસ ડિશ, તાજા સલાડ અને આર્ટિસનલડેઝર્ટ્સનોસમાવેશ થાય છે. આ અનુભવ કોઈપણ ઉતાવળ વગર માણવા માટે છે, જે એવા લોકો માટે એકદમ પરફેક્ટ છે જેઓ જમવાની સાથે સાથે ત્યાંના વાતાવરણનો પણ પૂરો આનંદ લેવા માંગે છે.

અલહદીરાહ, બાબ અલશમ્સ ડેઝર્ટ રિઝોર્ટ: એક વાસ્તવિક અને યાદગાર રમઝાન અનુભવની ઈચ્છા રાખનારાઓ માટે બાબ અલશમ્સ ડેઝર્ટ રિઝોર્ટમાં સ્થિત ‘અલહદીરાહ’ પરંપરાગત રણના વાતાવરણમાં ઈફ્તારનો અનોખો અનુભવ પ્રદાન કરે છે. ફાનસ, ખજૂરના ઝાડ અને બેડુઈનવિરાસતનેદર્શાવતી ગ્રામીણ સજાવટ વચ્ચે મહેમાનો ખુલ્લા આકાશ નીચે ભોજનનો આનંદ માણે છે.

અહીંનુંમેનુ અધિકૃત મિડલઇસ્ટર્ન અને નોર્થઆફ્રિકન વાનગીઓ પર કેન્દ્રિત છે. લાઈવકુકિંગસ્ટેશન્સ પર ગ્રિલ્ડમીટ્સ, તાજી બેક કરેલી ફ્લેટબ્રેડ્સ, તાજીન, સ્ટ્યૂઝ અને સુગંધિત રાઇસ ડિશ પીરસવામાં આવે છે. જેમ જેમ સાંજ આગળ વધે છે, તેમ મહેમાનો માટે લોકનૃત્ય, સંગીત, ફાલ્કનરી શો અને ઘોડેસવારી જેવી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ યોજાય છે, જે એક પરંપરાગત રણની મહેફિલ જેવો માહોલ બનાવે છે.

અલ મજલિસ, મદીના જુમેરાહ: મદીના જુમેરાહના સુંદર જળમાર્ગો અને પરંપરાગત વિન્ડટાવર્સ વચ્ચે સ્થિત ‘અલ મજલિસ’ ઇન્ડોર અને ગાર્ડન-એમ બંને પ્રકારના ઇફ્તારનાવિકલ્પો પ્રદાન કરે છે. આ અનુભવ પરંપરાગત આતિથ્ય સત્કારને મનમોહક નજારાઓ સાથે જોડે છે, જે તેને સમૂહમાં એકઠા થવા માટે અત્યંત લોકપ્રિય બનાવે છે.

અહીંનુંઇફ્તારમેનુ પ્રાદેશિક વિશેષતાઓ, ગ્રિલ્ડમીટ્સ, મેઝે, સૂપ્સ અને ક્લાસિકડેઝર્ટ્સ રજૂ કરે છે, જે શાંત છતાં ભવ્ય વાતાવરણમાં પીરસવામાં આવે છે. સાંજની સમયે ‘અલ મજલિસ ગાર્ડન’ ખાસ કરીને આકર્ષક બની જાય છે, જ્યાં સોફ્ટલાઇટિંગ અને રિસોર્ટનાજળમાર્ગોનાદ્રશ્યો આ માહોલને વધુ યાદગાર બનાવી દે છે.

જિયાર્ડિનો, પલાઝોવર્સાચેદુબઈ: પલાઝોવર્સાચેદુબઈ વિવિધ પસંદગીઓને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારના ઇફ્તારવિકલ્પો રજૂ કરે છે. ‘એનિગ્મા’ માં મહેમાનો અધિકૃત ફારસી સ્વાદથી પ્રેરિત સેટ મેનુનો આનંદ માણી શકે છે, જ્યારે ‘જિયાર્ડિનો’ માં અરબી, મેડિટેરેનિયન અને એશિયનવાનગીઓથી સજ્જ એક ભવ્ય ઇન્ટરનેશનલબુફેપીરસવામાં આવે છે.

અહીં ડેઝર્ટ્સ મુખ્ય આકર્ષણ છે—સુંદર રીતે સજાવેલીપેસ્ટ્રીઝ, પરંપરાગત અરબી મીઠાઈઓ અને તાજા ફળોનાપ્લેટર્સ, જે હોટેલના સિગ્નેચર ભવ્ય ઇન્ટિરિયર્સમાંપીરસવામાં આવે છે.

Related posts

Demand for Washer Dryer Combos on the Rise across seasons as Consumers Turn to Smarter Laundry Routines for Convenience & Performance

Reporter1

ગ્રોવર જ્વેલ્સ લિમિટેડનો IPO 4 ફેબ્રુઆરીથી ખુલશે, વર્કિંગ કેપિટલ અને વિસ્તરણ માટે ₹33.83 કરોડ ઉઘરાવશે

Master Admin

Marico Innovation Foundation Honours Seven Game-Changing Innovators at the Tenth Edition of Indian Innovation Icons 2025 

Reporter1

Leave a Comment

Translate »