Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsDharmik

હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ આર્કવે બાય અદાણી ના રહેવાસીઓએ સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું

અમદાવાદ, ગુજરાત | ૦૨ એપ્રિલ ૨૦૨૬ જગતપુરમાં આવેલ રહેણાંક સોસાયટી, આર્કવે બાય અદાણી રિયલ્ટીના રહેવાસીઓ બુધવારે હનુમાન જયંતિની શુભ પૂર્વ સંધ્યાએ ભક્તિ અને એકતાની ભાવના સાથે સુંદરકાંડ પાઠનું આયોજન કરવા માટે ભેગા થયા.

સોસાયટીના બગીચામાં યોજાયેલા આ પાઠમાં રહેવાસીઓ અને મહેમાનોનો ઉત્સાહભેર સહભાગ રહ્યો. સૌએ મળીને પ્રાર્થના અને પાઠમાં જોડાઈ શાંતિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચિંતનથી ભરેલ માહોલ સર્જ્યો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ ભાગલેનારોએ સુન્દરકાંડના પવિત્ર શ્લોકોમાં પોતાને લીન કરી, ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવ્યા.

આ કાર્યક્રમનો ઉદ્દેશ સમુદાયમાં એકતા વધારવાનો તેમજ સામૂહિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજવવાનો હતો. શાંત વાતાવરણ અને પાઠના લયબદ્ધ પાઠન સાથે મળીને રહેવાસીઓને દૈનિક જીવનની વ્યસ્તતા વચ્ચે થોડો વિરામ મેળવવાની અને આંતરિક શાંતિ સાથે ફરી જોડાવાની સુંદર તક મળી.

મધ્યરાત્રિની આસપાસ પાઠની સમાપ્તિ પછી, રહેવાસીઓએ હળવા નાસ્તાનો આનંદ માણ્યો, જેમાં પીણાં અને લાઇવ મિક્સ ભજીયાનો સમાવેશ હતો. આ પહેલ ફક્ત રહેણાંક જગ્યા જ નહીં, પરંતુ ઉત્સાહી અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ રહેવાના વાતાવરણને પોષવા માટે આર્કવે પરિવારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Related posts

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 10 સપ્ટેમ્બર 2026: શ્રીમતી એન. એમ. પાદલિયા ફાર્મસી કોલેજ દ્વારા યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્માની 40મી સંસ્થાકીય મુલાકાતના માઈલસ્ટોન નિમિત્તે વિશેષ કાર્યક્રમ

Master Admin

અમરનાથ યાત્રા ૨૦૨૬ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ

Master Admin

કવિતા ખુરાનાના સુરીલા અવાજે અમદાવાદને મંત્રમુગ્ધ કર્યું : “ગાતે રહો મુસ્કુરાતે રહો” ઓર્કેસ્ટ્રા શો સફળતાપૂર્વક યોજાયો

Master Admin

Leave a Comment

Translate »