ડો. શ્રીરામ વૈદ્ય – Mob: 9825009241
Email: sksvaid@outlook.com
કોઇને ધૂળ, ધૂણી, હવાના ફેરફારો, તીવ્રત્તમ ગંધ કે ફૂલોની મનમોહક સુગંધ પણ અસહ્યનીય લાગે ત્યારે અચાનક શ્વાસનો હુમલો થઇ આવે છે. કોઇનેપશુઓનીએલર્જીથી શ્વાસ ઉદ્દભવે છે. તો કોઇને ઘઉં સાફ કરવાથી, તો વળી ઘણાને દાળોનાઅજીર્ણમાંથી ઉત્પન્ન થતો પદાર્થ શ્વાસનળીમાં કે લોહીમાં પહોંચી તેની વિપરીત અસર પેદા થતાં જ શ્વાસનો હુમલો થાય છે. કોઇનેભેજવાળી હવાની એલર્જીના પરિણામે શ્વાસનાઉપદ્રવની ભારે પીડા સહન કરવી પડે છે. છાતી, ફેફસાં અથવા નાડીઓ ઉપર અસર થાય તે રીતે કંઈક વાગવાથી પણ દમનો રોગ થઈ શકે છે. વળી સતત તાવ, ઝાડા-ઉલટીઓ, વારંવાર થતી શરદી, સળેખમ, લોહી ઓછું હોવું કે કોઈ રીતે થઈ જવું, ક્ષય વીગરેને પણ દમનાં કારણો માનવામાં આવે છે. કારણો વીકૃત આહાર, ધુળ-ધુમાડાવાળી જગ્યામાં વસવાટ, ઠંડીની ઋતુ, આઈસક્રીમ, ઠંડાંપીણાં વગેરેનું સેવન દમ થવાનાં કારણો છે.આ ઉપરાંત વધારે પડતો શ્રમ, વધારે પડતી કસરત, વધારે પડતો સંભોગ અને કુપોષણ પણ દમનો રોગ થવામાંકારણભુત બની શકે છે. હૃદય પર અસર કરનારાં કારણો જેવાં કે પારીવારીક દુખ, શારીરીક ખોડખાંપણ વીગેરેથી પણ દમ થવાની શક્યતા રહે છે. શ્વાસના ઉપદ્રવ પરત્વે રિપોર્ટોની ફાઇલ લઇ આવતા દર્દીઓ આ રોગ દમ જ છે કે કેમ? એ જાણવા માટે ખૂબ જ આતુર હોય છે.
લક્ષણો: – આ રોગ મોટાભાગે ૨૦ થી ૩૫ વર્ષની ઉંમરમાં ઉધરસ-ખાંસીના વેગ સાથે શરૂ થાય છે. – આ રોગોમાં લૂખી ઉધરસ-ખાંસીનો જોરદાર હુમલો રાત્રે આવે છે અને અતશિય ખાંસી ખાધા પછી થોડો ચીકાશવાળો કફ નીકળે છે. – આ ઉપદ્રવમાં ખાંસી શરૂઆતથી હુમલો બેસે નહીં ત્યાં સુધી આવ્યા કરે છે અને ખાંસીની સાથે કેટલીક વાર સીટીઓ જેવો અવાજ નીકળે છે. – ક્યારેક અન્ન ઉપર અરુચિ અને ઊલટી-ઊબકાનાં લક્ષણો જણાય છે. જેથી દિનપ્રતિદિન શરીર ખૂબ કૃશ થાય છે અને રોગીને ક્ષય થયો છે એવો ભય લાગ્યા કરે છે પણ ક્ષયનાં બીજા લક્ષણો જણાતાં નથી. લક્ષણ દમના રોગનું મુખ્ય લક્ષણ તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય કે શ્વાસ રુંધાય. તમકશ્વાસમાં શ્વાસ લેતાં મુશ્કેલી થાય છે. રોગી સુઈ જાય તો શ્વાસનો રોગ વધે છે, પણ બેઠેલારહેવાથી રાહત જણાય છે. ગળામાં દુખાવો અને બોલવામાં મુશ્કેલી થાય છે. જો કોઈ દવાથી કે દર્દીના પોતાના પ્રયાસથી કફ નીકળી જાય તો રોગીને થોડો આરામ મળે છે. તમકશ્વાસના હુમલા વખતે દર્દીનું મોં સુકાય છે. ગરમ પદાર્થોનાસેવનથી તેને આરામ મળે છે, તથા ઠંડા અને કફકારક પદાર્થ ખાવાથી શ્વાસનો વેગ વધે છે. વર્ષા ઋતુમાં જ્યારે આકાશમાં વાદળ છવાઈ જાય તથા શીયાળામાંઠંડો પવન વાય ત્યારે આ રોગ ઉગ્ર સ્વરુપ ધારણ કરે છે. જો તમક શ્વાસ તાજેતરમાં જ થયેલો હોય તો તે સાધ્ય છે. દમના ઉપાયો રોગના પ્રમાણ પર ઉપચાર આધાર રાખે છે. ઉપચારનીદૃષ્ટીએ દર્દી સશક્ત, દુર્બળ, વધારે પડતા કફ કે વાયુ પ્રકૃતીવાળા છે તે જોવું. રોગ વધુ ઉગ્ર હોય અને કફનું પ્રમાણ વધારે હોય તો વમન કરાવવું. પથ્ય આહાર વીહારના પ્રયોગ સાથે અન્ય ઔષધીઓનો ઉપચાર કરવો જોઈએ. વમન કરાવ્યા પછી વીરેચન એટલે ઝાડો કરાવવાનીક્રીયા હાથ ધરવી જોઈએ. જો રોગી બહુ જ અશક્ત હોય અને વમન કરાવવું શક્ય ન હોય તો કફ બહાર કાઢનારી દવાની સાથે સાથેહળવાઝાડાકરાવવાની દવાઓ આપવી જોઈએ. જ્યારે લોહીની તપાસમાંશ્વેતકણોની વૃદ્ધિ અને ઇઓસિનોફિલિયાવધેલા માલૂમ પડે છે. સામાન્ય રીતે ઇઓસિનોફિલિયા પાંચ ટકા સુધી નોર્મલમનાય છે. જ્યારે આ રોગમાં તે વધીને 20-30 કે તેથી વધીને 70-80 ટકા સુધી જોવા મળે છે. – વળી, આ રોગના કારણભૂત આંતરડાના કૃમિ પણ ઝાડાનીતપાસમાં મળી આવે છે. એટલે કૃમિની ચિકિત્સા કરવાથી આ રોગ ઝડપથી કાબૂમાં આવી જાય છે. – આ રોગમાં લોહીની તપાસમાંઇઓસિનોફિલિયાવધેલા હોય છે, જ્યારે દમ-શ્વાસના રોગમાં હોતા નથી. દેખીતી રીતે સુંદર સ્વાસ્થ્ય ધરાવનાર વ્યક્તિને પણ આ રોગ હાંજા ગગડાવી મૂકે છે, જ્યારે આ રોગ પકડ જમાવે છે ત્યારે રોગનો ભોગ બનેલી વ્યક્તિ ખૂબ જ મૂંઝવણ અનુભવે છે.
રોગની ચિકિત્સા: ટૂંકમાં માનવી રોગપ્રતિકારક શક્તિ ગુમાવી છે અને શરીરનો અગ્નિ કમજોર બન્યો છે. તેના ફળસ્વરૂપે જુદાં જુદાંકારણને લીધે ઉદ્દભવતો શ્વાસનો ઉપદ્રવ થાય છે તેમ આયુર્વેદ સ્પષ્ટ માને છે. શરીરની પ્રકૃતી અનુસાર ઠંડા કે ગરમ પાણીમાં ઘઉંનો ક્ષાર ૧-૧ ચમચો સવાર-સાંજ લેવાથી દમ કાબુમાં રહે છે. એની પૌરુષત્વ પર માઠી અસર થતી હોવાથી પુરુષોએ પ્રયોગ સંયમથી કરવો. ઘઉંનો ક્ષાર બજારમાં તૈયાર મળે છે. બે વરસ જુનો ગોળ અને સરસવનું તેલ સરખા વજને લઈ બરાબર મસળીને રાખી મુકવું અથવા દર વખતે તાજું બનાવી બંનેનું કુલ વજન ૧ ગ્રામ થાય તેટલું ચાટી જવું. સવાર-સાંજ નીયમીત આ પ્રયોગ કરવાથી થોડા દીવસોમાં દમ મટી જાય છે. આ પ્રયોગ ઘણો અસરકારક છે.પીળો શ્વાસ કુઠાર રસ: શુદ્ધ મન:શિલ, કાળાં મરી, સમભાગે લઇ વાટી બારીક ચૂર્ણ કરી બાટલી ભરી લેવી. 120 મિ.ગ્રામ ત્રણ વખત મધ સાથે લેવાથી શ્વાસનો હુમલો થતો નથી. શ્વાસ દમન ચૂર્ણ: શેકેલી હિંગ, વાવડિંગ, કઠ, મરી અને સિંધવ સરખે ભાગે લઇ મેળવી બારીક ચૂર્ણ તૈયાર કરવું. એક એક ગ્રામ દિવસમાં બે વાર મધ અને ઘી સાથે લેવું. ઉપયોગ: આ રસાયણનાસેવનથી શ્વાસ અને ખાંસીમાં જલદી ફાયદો થાય છે. શ્વાસનો અવરોધ તરત ઓછો થઇ જાય છે. તેમ જ હેડકી અને કફ સાથેની ખાંસીનો પણ નાશ કરે છે. ગભરામણ હોય ત્યારે આ ચૂર્ણ તરત ફાયદો કરે છે. આ ઔષધિ દમના હુમલા વખતે શ્વાસનાવેગનેશમાવવા માટે વાપરવામાં આવે છે. આયુર્વેદિક ઔષધિ પરેજી સાથે લેવાથી આ રોગ હંમેશાં માટે મટી શકે છે. ઘણી રાહત જણાય એટલે પ્રવાહી ખોરાક લેવો. મગનેબાફીને કાઢેલું પાણી સવાર-સાંજ બે વખત પીવું. તેમાં થોડા મસાલા નાખવા. ધીમે ધીમે ખોરાક પર ચઢવું. સારું લાગે તો ગરમ ખાખરા કે રોટલી લેવી. બાફેલાં શાક, ફળ લઈ શકાય. સુંઠ નાખી ઉકાળેલું દુધ લેતાં લેતાં ખોરાક પર ચઢવું. શ્વાસનો હુમલો થાય એટલે ઉપવાસ કરવા, જ્યાં સુધી કંઈક આરામ ન જણાય ત્યાં સુધી એટલે કે એક-બે કે ત્રણ-ચાર ટંક સુધી કશું ખાવું નહીં. માત્ર સુંઠ નાખી ઉકાળેલું પાણી પીવું. જો કબજીયાત રહેતી હોય તો રાતે એક ચમચી સુંઠનુંચુર્ણ પાણી સાથે લેવું. દવા લેવાની જરુર લાગે તો શ્વાસકુઠાર નામની ટીકડી સવાર, બપોર, સાંજ એક એકપીસીનેમધમાંઘુંટીનેચાટી જવી. સંપુર્ણ રાહત થાય ત્યારે રોજીંદા ખોરાક પર આવવું. રાતે સુર્યાસ્ત પહેલાં હલકો ખોરાક લેવો. હુમલો જ્યારે પણ થાય ત્યારે આ ઉપચાર ફરી કરવો
સરગવાનાપાનનો રસ પીવાથી શ્વાસનો હુમલો દુર થાય છે. નાની હરડે અને સુંઠનાચુર્ણનું સમાન ભાગે મીશ્રણ કરી ૧-૧ ચમચો ગરમ પાણી સાથે નીયમીતલેવાથી દમ મટે છે. વાવડીંગનુંચુર્ણ ૩ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ અને સીંધવ ૧ ગ્રામ એક મહીના સુધી પાણી સાથે પીવાથી દમ, શ્વાસ અને શરદીમાં ફાયદો થાય છે. સુંઠ અને ભોંયરીંગણીનાચુર્ણનું સમાન ભાગે મીશ્રણ કરી બબ્બે ગ્રામ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવાથી દમ મટે છે. સીતોપલાદીચુર્ણ ૩ ગ્રામ અને બાલસુધા ૨૫૦ મી.ગ્રા. મધમાં મેળવી સવાર-સાંજ સતત છ મહીના કે તેથીયે વધારે સમય સુધી લેવાથીદમનો રોગ અંકુશમાં આવી જાય છે. પીપળાનાસુકાં ફળનો બારીક પાઉડર ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી દમ મટે છે. બધા પીપળાને ફળ આવતાં નથી, પણ અમુક દેશી દવા રાખનારાપીપળાનાંસુકાં ફળ વેચતા હોય છે.સમાન ભાગે સુંઠ અને હરડેનુંચુર્ણ એક એક ચમચી સવાર-સાંજ પાણી સાથે નીયમીતલેવાથી દમ અને ખાંસીનીફરીયાદમટે છે. દરરોજ સવાર-બપોર-સાંજ ૧-૧ ચમચી હળદરનો પાઉડર હુંફાળા પાણી સાથે લેવાથી દમ મટે છે. અન્ય દવા સાથે પણ આ પ્રયોગ કરી શકાય.
ચાર-પાંચ બદામ એક વાડકી પાણીમાં ઉકાળી ગરમ ગરમપીવાથીદમમાં ફાયદો થાય છે. ઉકાળો તાજો બનાવીને જ પીવો. વાસી ઉકાળો ફરીથી ગરમ કરીને પીવો નહીં.અરડુસાનાંસુકવેલાં પાન બીડીની જેમ ચલમ કે હુક્કામાં ભરીને દીવસમાંચારેક વખત-દર ત્રણ કલાકના અંતરે પીવાથી દમ-હાંફનીફરીયાદમટે છે. આંકડાનાદુધના ત્રણથી ચાર ટીપાં એક પતાસા પર પાડી તેને સુકાવા દેવું. પછી પતાસું ખાઈ જવું અને ઉપર એક કપ ગરમ ચા પીવી. શ્વાસ-દમ રોગમાં આ ઔષધ ઉપચારથી ફાયદો થાય છે. દીવસમાં એક જ વખત આ ઉપચાર કરવો અને આવશ્યક પરેજી પાળવી. બાળકોએ આ ઉપચાર કરવો નહીં.ભારંગમુળ અને સુંઠનું સરખા ભાગે ચુર્ણ બનાવી આદુના રસ સાથે સવાર-સાંજ લેવાથી દમ મટેછે.બહેડાંનીછાલનાટુકડામોંમાં રાખી ચુસવાથીદમમાં અને ઉધરસમાં રાહત થાય છે.અરડુસીનો ઉકાળો ઠંડો કરીને મધ નાખી પીવાથીદમનો રોગ શાંત થાય છે.

