Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalsports

નેશનલ ટીમમાં વાપસી હવે મારું લક્ષ્ય નથી : ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર ૨૦૨૨થી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે

હું આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટ એટલા માટે રમું છું કારણ કે, મને તેનાથી પ્રેમ છે : ભુવનેશ્વર કુમાર

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૩ ઓગસ્ટ ૨૦૨૬ — અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે હવે નેશનલ ક્રિકેટ ટીમમાં વાપસી પોતાનો મુખ્ય હેતું ન હોવાનું જણાવતાં કહ્યું કે, તેણએ ભારતીય ટીમની બહારના જીવનને અપનાવી લીધું છે અને હવે માત્ર ક્રિકેટ પ્રત્યે પોતાના જનૂનને કારણે રમી રહ્યો છે. ૩૬ વર્ષીય ભઉવનેશ્વરે છેલ્લે ૨૦૨૨માં ભારત તરફથી મેચ રમી હતી. અત્યાર સુધી ૨૧ ટેસ્ટ, ૧૨૧ વન-ડે અને ૮૭ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ રમી ચૂક્યો છે. દેશનું પ્રતિનિધિત્ત્વ કરવાનું સ્વપ્ન પૂર્ણ થયા પછી હવે પોતાને સાબિત કરવા માટે કોઈ દબાણ લાગતું નથી. ભુવનેશ્વરે કહ્યું કે, હું આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટ એટલા માટે રમું છું કારણ કે, મને તેનાથી પ્રેમ છે. હું ઘરેલુ ક્રિકેટ રમું છું. યુપી-ટી૨૦ લીગમાં રમું છું. ઇન્ટરનેશન ક્રિકેટથી દૂર પોતાના જીવન અંગે કહ્યું કે, હું સંપૂર્ણ રીતે શાંતિપૂર્વક રહું છું અને તેનો શ્રેય મારા પરિવારને આપું છું. ઘરે પણ અમે ક્યારેય ક્રિકેટ અંગે વાત કરતા નથી. અમે એ પણ ચર્ચા નથી કરતા કે, શું મને ફરી ભારતીય ટીમમાં સ્થાન મળશે, મને કેમ સામેલ ન કરાયો કે, શું મારી સાથે ખોટું થઈ રહ્યું છે. આ પ્રકારની કોઈ ચર્ચા કરતા નથી. હું ભારત તરફથી રમી ચૂક્યો છું હવે મારે કંઈ મેળવવાની જરૂરત નથી. જો મને તક મળશે તો તે સારી વાત ગણાશે. જોકે, અત્યારે હું જ્યાં છું ત્યાં ઘણો ખુશ છું.

 

Related posts

કોંગ્રેસે ‘વંદે માતરમ’ ના બે ટુકડા કર્યા, બે છંદ ગાવાનો નિર્ણય રાષ્ટ્રવિરોધી

Master Admin

અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની Samukમાં વિનિત કુમાર સિંહની એન્ટ્રી, મહત્વની ભૂમિકામાં જોવા મળશે

Master Admin

ઈરાનમાં ભારેલો અગ્નિ! સરકાર વિરોધી દેખાવોમાં ૩૫ના મોત, ૧૨૦૦ની ધરપકડ

Master Admin

Leave a Comment

Translate »