Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

રુટ્સ ડેકોર ઇન્ડિયાએ રિયલ એસ્ટેટ અને હોમ ડેકોર ઇકોસિસ્ટમ માટે ભારતના પ્રથમ પેટન્ટેડ ટેક-સંચાલિત ફિઝિટલ મોલનો પ્રારંભ કર્યો

અમદાવાદ, ગુજરાત | ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — રુટ્સ ડેકોર ઇન્ડિયાએ હોમ ઇન્ટિરિયર અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે અમદાવાદમાં દેશના પ્રથમ પેટન્ટેડ ફિઝિટલ મોલનો શુભારંભ કર્યો છે. તેમાં ફિઝિકલની સાથે-સાથે ડિજિટલ નિર્ણય લેવાની સુવિધા આપતા નવા અને અનુભવ આધારિત રિટેઇલ ફોર્મેટની રજૂઆત કરાઇ છે. સરદાર પટેલ રિંગ રોડ ઉપર સાયન્સ સિટી સ્થિત 36,000 ચોરસફૂટમાં ફેલાયેલી આ નવી સુવિધાનો ઉદ્દેશ્ય ગ્રાહકો અને ડેવલપરને એક છત નીચે હાઇ-વેલ્યુ પ્રોપર્ટી અને ઇન્ટિરિયલ સોલ્યુશન્સ જોવા, અનુભવવા અને ખરીદી સરળ કરવાનો છે.

નેક્સ્ટ-જનરેશન ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરાયેલો ફિઝિટલ મોલ ઓનલાઇન ટુલ્સ, અદભૂત વિઝ્યુલાઇઝેશન અને પારદર્શક પ્રાઇઝિંગ સાથે ઓફલાઇન ટચ-એન્ડ-ફીલ એક્સપિરિયન્સને એકીકૃત કરે છે. 80થી વધુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ, 96,000 મટિરિયલ એસકેયુ સેમ્પલ્સ, 3 અને 4 બીએચકે હોમ માટે 150થી વધુ વીઆર-સક્ષમ ડિઝાઇન એક્સપિરિયન્સ તેમજ રુટ્સ ક્લબ હેઠળ 300થી વધુ પ્રોફેશનલ્સને આવરી લેતાં આ પ્લેટફોર્મ જટિલતાઓને દૂર કરે છે, સમયની બચત કરે છે તેમજ ખરીદી માટે આત્મવિશ્વાસ વધારે છે.

ફિઝિટલ મોલ મોડલ ચાર એકીકૃત બિઝનેસ ડિવિઝન ઉપર નિર્મિત છે.

ડેકોર મટિરિયલ્સ ડિવિઝન ટેક્નોલોજી સંચાલિત માર્કેટપ્લેસ તરીકે કામ કરે છે, જે ડેકોર અને બિલ્ડિંગ મટિરિયલ્સની વિશાળ શ્રેણીની એક્સેસ પૂરી પાડે છે. તે ગ્રાહકો અને પ્રોફેશનલ્સને નવું શોધવા, તુલના કરવા તથા પ્રોડક્ટને અસરકારક રીતે પસંદ કરવા સક્ષમ કરે છે તેમજ પારદર્શિતા અને વિશ્વાસની ખાતરી કરે છે.

પ્રોપર્ટી મિરર ડિવિઝન ડેવલપર્સને લિવ્ડ-ઇન-એક્સપિરિયન્સ તરીકે પ્રોજેક્ટ્સને રજૂ કરવામાં મદદરૂપ બનતા પેટન્ટેટ ઇમર્સિવ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો બાંધકામ પહેલાં જ ઘર સાથે આત્મિય જોડાણ સ્થાપિત કરી શકે તેમજ યોગ્ય નિર્ણય લઇ શકે.

તેના પ્રોફેશનલ પ્લેટફોર્મ દ્વારા રુટ્સ ડેકોર વેરિફાઇડ આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ અને સ્પેશિયાલિસ્ટ્સ સાથે ગ્રાહકોને જોડે છે, જે પોર્ટફોલિયોની એક્સેસ પ્રદાન કરે છે તેમજ સાચા એક્સપર્ટ્સની ઓળખ કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.
ઇન્ટિરિયલ પ્લસ ડિવિઝનથી ઘરના ખરીદદારો સાચા લેઆઉટ મૂજબ સંપૂર્ણ ઇન્ટિરિયર્સને વિઝ્યુલાઇઝ કરી શકે છે. ગ્રાહકોને વાજબીથી લઇને લક્ઝરી ડિઝાઇન સોલ્યુશન તથા ઇન્ટિગ્રેટેડ ઇ-કોમર્સ અને આફ્ટર-સેલ્સ સપોર્ટ મળી રહે છે.

આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં રુટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક નરેશ પટેલે જણાવ્યું હતું કે, હોમ ઇન્ટિરિયર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણાં સમયથી પારદર્શિતા, અનુભવ અને ટેક્નોલોજી સક્ષમ પ્લેટફોર્મની આવશ્યકતા હતી. અમારો પેટન્ટેડ ફિઝિટલ મોલ ફિઝિકલ રિટેઇલના વિશ્વાસ સાથે ડિજિટલ ટેક્નોલોજીની ઝડપ અને સરળતાને એક કરે છે, જેથી પ્રોપર્ટી અને ઇન્ટિરિયલ સોલ્યુશન્સ જોવા, અનુભવવા અને ખરીદી કરવા ઇચ્છુક ગ્રાહકો અને ડેવલપર્સ માટે સમગ્ર કામગીરી સુવિધાજનર બને છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ માત્ર મોલ જ નહીં, પરંતુ ફ્યુચર-રેડી ઇકોસિસ્ટમ છે, જે અનુભવ સાથે જોડાયેલો છે. વીઆર, એઆઇ અને ડોમેનમાં અમારી કુળળતાને એક છત નીચે રજૂ કરતાં અમે ગ્રાહકોને માહિતીસભર નિર્ણય લેવા સશક્ત કરી રહ્યાં છીએ. અમદાવાદમાં મોલનો પ્રારંભ અમારી દેશવ્યાપી વિસ્તરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

રુટ્સ ડેકર ઇન્ડિયા હોમ ડેકોર અને રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમ માટે ભારતનું સૌથી મજબૂત ગ્રાહક-કેન્દ્રિત ઓનલાઇન-ઓફલાઇન પ્લેટફોર્મ વિકસિત કરવાનું વિઝન ધરાવે છે. આ મોડલ પારદર્શિતા, કાર્યક્ષમતા અને ગ્રાહક અનુભવમાં સુધારો કરીને ઇન્ડસ્ટ્રીના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરવાની આશા રાખે છે.

Related posts

Samsung Announces ‘Big Celebration, Bigger Screen’ Blockbuster Deals on Vision AI TV to Celebrate Independence Day in INDIA

Reporter1

Upskilling in Artificial Intelligence, Machine Learning, and Data Science Helped 4 in 5 Professionals to Transition to New Roles, Finds Great Learning’s Career Progression Report

Reporter1

ઉષા ગુજરાતના ખેડામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીને સમર્થન આપે છે

Master Admin

Leave a Comment

Translate »