Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

સત્યેન્દ્ર જૈનની ધરપકડઃ કેજરીવાલે કહ્યું- આ કેસ પણ ફેક સાબિત થશે

ભાજપે પણ કર્યો વળતો પ્રહાર

અરવિંદ કેજરીવાલે આ કેસને બોગસ ગણાવ્યો, જ્યારે ભાજપે AAPના ’ઈમાનદાર’ મોડેલને બેનકાબ ગણાવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૯ ઓગસ્ટ ૨૦૨૬ — દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની મંગળવારે (૧૮ ઓગસ્ટ) એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન દિલ્હી જલ બોર્ડમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ટેન્ડર કૌભાંડ મામલે ACB દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામસામે આવી ગયા છે અને રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ ધરપકડ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપે ફરી એકવાર સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરાવી છે. અગાઉ પણ તેમને જેલમાં ધકેલીને જે દુર્દશા કરવામાં આવી હતી તે સૌ કોઈ જાણે છે. અગાઉનો કેસ પણ ખોટો હતો અને આ નવો કેસ પણ સંપૂર્ણપણે બોગસ સાબિત થશે.

કેજરીવાલે ભાજપની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “આખરે ભાજપની આ સરમુખત્યારશાહી ક્યાં સુધી ચાલશે? જેને મન ફાવે તેના પર ખોટા આક્ષેપો મૂકીને જેલમાં મોકલી દેવામાં આવે છે. તેમનું આ જૂઠાણું ફરી એકવાર દેશની સામે ખુલ્લું પડશે. પરંતુ જેલમાં વિતાવેલા સમય અને માનસિક ત્રાસની ભરપાઈ કોણ કરશે? હવે ભાજપના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તેઓ ગમે તેટલી તાનાશાહી કરે, મોદી સરકારનો અંત હવે નિશ્ચિત છે. સમગ્ર આમ આદમી પાર્ટી અને દેશની જનતા મજબૂતીથી સત્યેન્દ્ર જૈનની સાથે ઊભી છે.”

આ મામલે આપ નેતા મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, પંજાબ ચૂંટણી નજીક આવતાં જ પંજાબના સહ-પ્રભારી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ તેમને ૨.૫ વર્ષ સુધી એક ખોટા કેસમાં જેલમાં રાખવામાં આવ્યા હતા અને હવે વધુ એક ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે. ય્ીહઢ આંદોલનથી લઈને રામ મંદિરમાં ચંદા ચોરી અને ઈ૨૦ જેવા અનેક મુદ્દાઓ પર ઘેરાયેલી ભાજપ હવે ફરીથી ઈડ્ઢ, છઝ્રમ્ અને ઝ્રમ્ૈં જેવા જૂના ચૂંટણી હથકંડાઓ પર ઉતરી આવી છે.

સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ ભાજપે પણ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું કે, STP કૌભાંડ અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિતના લોકોની ધરપકડથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલ સરકારના ૧૦ વર્ષના શાસનમાં એક પણ નાળા પર STP કેમ ન બન્યું અને ૧૦ વર્ષમાં યમુના નદી વધુ પ્રદૂષિત કેમ થઈ. છઝ્રમ્ની તપાસમાં સમગ્ર ’મની ટ્રેઇલ’ પકડાઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલે સામે આવીને પોતાની સરકારનો ગુનો સ્વીકારવો જોઈએ. કાયદાકીય પ્રક્રિયામાં થોડો સમય લાગશે પરંતુ સત્યેન્દ્ર જૈન અને અન્ય દોષિતોને સજા જરૂર મળશે.”દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ પણ સોશિયલ મીડિયા પર પ્રહાર કરતા લખ્યું કે, દિલ્હીને લૂંટનારાઓનો અસલી ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. દિલ્હી જલ બોર્ડના જી્‌ઁ ટેન્ડર કૌભાંડ અને ગેરરીતિ મામલે છઝ્રમ્એ આ કડક પગલું ભર્યું છે.

Related posts

પશ્ચિમ બંગાળમાં ૫ વાગ્યા સુધી ૮૮.૯૯ ટકા મતદાન

Master Admin

ભાજપ સામે ટક્કર લેવી હોય, તો પક્ષમાં બહાદુર લોકોની ટીમ હોવી જરૂરી છે

Master Admin

એમેઝોન એડ્સના અભ્યાસમાં જાહેર થયું છે કે AI ભારતના એસએમબીને નવા પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં અને વૃદ્ધિને વેગ આપવામાં કેવી રીતે સહાય કરી રહ્યું છે

Master Admin

Leave a Comment

Translate »