Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું

કડી તાલુકાના થોળની

પોલીસે કરાવેલા ફોરેન્સિક પીએમના આધારે બાળકીને અજગર જેવા કોઈ પ્રાણીએ ગળી ગયા બાદ કંકાલ ઓકી કાઢ્યું હોવાનું અનુમાન લગાવાયું

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા, તા.૫ ઓક્ટોબર ૨૦૨૬ — કડી તાલુકાના થોળની સીમમાં ફાર્મ હાઉસ પરથી ગત ૨૬ સપ્ટેમ્બરે સવારે ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું ૨ ઓક્ટોબરે સાંજે નજીકના ખેતરના શેઢા પરથી કંકાલ મળી આવ્યું છે. પોલીસે કરાવેલા ફોરેન્સિક પીએમના આધારે બાળકીને અજગર જેવા કોઈ પ્રાણીએ ગળી ગયા બાદ કંકાલ ઓકી કાઢ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.કડી તાલુકાના થોળની સીમમાં ઓએનજીસી રોડ પર આવેલા ડૉ. દિવ્યેશભાઈના ફાર્મમાં રાજસ્થાનની વિધવા મહિલા મજુરી કામ કરે છે અને ત્રણ પુત્રીઓ સાથે તેઓ અહીં રહે છે. તેમની ૪ વર્ષની પુત્રી પાયલ સિંઘાડા ગત તા.૨૬ સપ્ટેમ્બરે સવારે ગુમ થઈ ગઈ હતી. જેની શોધખોળ બાદ પણ તેણીની કોઈ ભાળ ન મળતાં આખરે બાવલુ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ગુનો નોંધીને પીઆઈ ડી.જી.બડવાના વડપણ હેઠળ ટીમોએ વિવિધ માર્ગોના સીસીટીવી ફૂટેજની ચકાસણી, ખેતરોમાં રૂબરૂ તથા ડ્રોનની મદદથી શોધખોળ કરવા ઉપરાંત બાળકીના ફોટા સાથેનાં પોસ્ટર રિક્ષા કે વિવિધ સ્થળે ચોટાડીને તેણીને શોધવાના પ્રયાસો કર્યા હતા. એક સીસીટીવીમાં બાળકી ઘર આગળથી રોડ પર દોડીને જતી જોવા મળી હતી. પીઆઈ ડી.જી.બડવાએ જણાવ્યું કે, ૨ ઓક્ટોબરને શુક્રવારે સાંજે ફાર્મથી બે-ત્રણ ખેતર દૂરથી ખેતરમાંથી તેણીનાં કેટલાંક અસ્થિ અને ગુમ થઈ તે વખતે પહેરેલાં તેણીનાં કપડાં પણ મળી આવ્યાં હતાં. પોલીસે પેનલ તબીબ મારફત કંકાલનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. જેના પ્રાથમિક રિપોર્ટ મુજબ હાડકાં ચોખ્ખાં થઈ ગયેલાં છે, કોઈ ટીસ્યુ નથી. તે કોઈ પ્રાણીના પેટમાં એસિડિક ક્રિયા થઈ હોય તેવું જણાય છે. કદાચ અજગર જેવું પ્રાણી ગળી ગયું હોય તેવું જણાય છે. આ વિસ્તાર પણ થોળ અભિયારણ્યનો છે એટલે અજગરો હોય છે. અસ્થિ વિશેષ હ્લજીન્ તપાસમાં મોકલાયાં છે, જેનાથી તપાસમાં મદદ મળશે.

Related posts

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર્વ નિમિત્તે મોરારી બાપુનો શુભ સંદેશ

Reporter1

ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત, રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા

Master Admin

ગુજરાતમાં એસટી કર્મચારીઓ હવે તંત્ર સામે આંદોલન કરશે

Master Admin

Leave a Comment

Translate »