અમદાવાદ, ગુજરાત | ૨૭ માર્ચ ૨૦૨૬ — ભારતના અગ્રણી ઑન-ડિમાન્ડ કન્વીનિયન્સ પ્લેટફોર્મ, સ્વિગી (સ્વિગી લિમિટેડ, એનએસઈ: SWIGGY / બીએસઈ: 544285) દ્વારા ‘વિમેન લીડર્સ ઑફ ટુમોરો’માં અમદાવાદ સ્થિત માઇકાની વિદ્યાર્થિની શ્રેયા સિંહની પસંદગી કરવામાં આવી છે. શ્રેયાને સમગ્ર દેશમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારી 13 યુવા મહિલાઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમને તેમના કાર્યના પ્રભાવ અને તેઓ કેવી રીતે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓને ઉકેલી રહી છે, તેના માટે આ માન્યતા આપવામાં આવી છે, જેમાં લ્યુનાર નેવિગેશન માટે એઆઈ મોડલ્સ બનાવવા અને પરવડે તેવી આરોગ્યસંભાળથી લઈને ગ્રામીણ કારીગરો માટે ટકાઉ આજીવિકાનું સર્જન કરવા જેવા ઉમદા કાર્યો સામેલ છે.
શ્રેયા સિંહે તેના સહ-સ્થાપક સાથે મળીને બે વર્ષથી ઓછા સમયમાં તેમના ડિજિટલ પ્લેટફોર્મ- સેલ્ફકૅરશારીને 50,000થી વધુ ફોલોઅર્સ સુધી પહોંચાડ્યું છે, જેણે સેલ્ફ-કૅર (સ્વ-સંભાળ) સાથે સંકળાયેલા એક મજબૂત સમુદાયનું નિર્માણ કર્યું છે. પોતાની કન્ટેન્ટ-આધારિત વિકાસયાત્રાનો લાભ ઉઠાવીને તેમણે ક્રૂરતાથી મુક્ત લિપ-ઓઇલ બ્રાન્ડ ‘કુરી’ શરૂ કરવા માટે તેમની કમાણીનું પુનઃરોકાણ કર્યું છે. જેની શરૂઆત એક પેશન પ્રોજેક્ટ તરીકે થઈ હતી, તેણે ઇન્ક્લુસિવ અને કોન્શિયસ બ્યુટીને પ્રોત્સાહન આપનારા એક ઉમદા હેતુ ધરાવતા ઉદ્યમ તરીકે વિકાસ સાધ્યો છે. અમદાવાદ સ્થિત માઇકાની વિદ્યાર્થિની તરીકે, શ્રેયાએ ‘કુરી’ને ઑફલાઇન લઈ જઈને અને તેને કૉલેજના પ્લેટફોર્મ સાથે સાંકળીને પોતાની ઉદ્યોગસાહસિકતાની સફરને વધુ મજબૂત બનાવી છે.
સ્વિગીએ માર્ચ 2026માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ‘વિમેન લીડર્સ ઑફ ટુમોરો’ અભિયાન શરૂ કર્યું હતું અને સમગ્ર દેશમાંથી તેને 800થી વધુ અરજીઓ મળી હતી. ઉલ્લેખનીય છે કે, પસંદગી પામેલી મહિલા અગ્રણીઓ અને તેમની વિકાસયાત્રાને સ્વિગીની એપ પર પ્રદર્શિત કરવામાં આવી હતી.

