Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ

કતારમાં યોજાશે હાઈ-લેવલ બેઠક

અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારને લાગુ કરવામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સૌથી મોટી કડી અને અવરોધ બન્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૨૯ જૂન ૨૦૨૬ | અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો ભયાનક સૈન્ય ટકરાવ હાલ પૂરતો અટકી ગયો છે. બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ રહે ત્યાં સુધી તમામ પ્રકારના સૈન્ય એક્શનને અસ્થાયી રૂપે રોકવા માટે સહમતિ સધાઈ છે. તાજેતરમાં હોર્મુઝની ખાડી નજીક થયેલી જોરદાર બોમ્બમારો અને તણાવ બાદ, હવે બંને દેશોના પ્રતિનિધિઓ મંગળવારે કતારમાં એક હાઈ-લેવલ મીટિંગ કરવા જઈ રહ્યા છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને પક્ષો વચ્ચે અગાઉ થયેલા નાજુક શાંતિ સમજૂતીને બચાવવાનો છે.તાજેતરમાં હોર્મુઝમાં કાર્ગો શિપ પર ઈરાની હુમલા બાદ સંઘર્ષ વકર્યો હતો, જેના જવાબમાં અમેરિકાએ ૨૪ કલાકમાં બે વાર ઈરાનની મિલિટરી અને ડ્રોન સાઇટ્‌સને નિશાન બનાવી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાનને અત્યંત કડક ચેતવણી આપી હતી. ‘Axios’ ના રિપોર્ટ અનુસાર, આ તણાવને કારણે જ રાજદ્વારીઓએ મોટો નિર્ણય લીધો છે. શરૂઆતમાં આ બેઠક સ્વિટ્‌ઝર્લેન્ડમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે થવાની હતી, પરંતુ તાજા સૈન્ય ટકરાવને જોતા તેનું સ્થળ બદલીને દોહા (કતાર) કરવામાં આવ્યું છે.આ હાઈ-લેવલ બેઠકનો એજન્ડા હવે માત્ર હોર્મુઝ વિવાદ પર જ કેન્દ્રિત રહેશે. જ્યાં સુધી વાતચીત ચાલશે ત્યાં સુધી હોર્મુઝમાંથી કોમર્શિયલ જહાજોની અવરજવર સામાન્ય રીતે ચાલુ રહેશે. આ બેઠકમાં અમેરિકી ટેકનિકલ ટીમના વડા નિક સ્ટુઅર્ટ પણ સામેલ થાય તેવી સંભાવના છે.અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારને લાગુ કરવામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સૌથી મોટી કડી અને અવરોધ બન્યું છે. કરાર મુજબ, ઈરાને આ દરિયાઈ માર્ગેથી પસાર થતા વેપારી જહાજોને સુરક્ષિત રસ્તો આપવાનો વાયદો કર્યો હતો અને બદલામાં અમેરિકા ઈરાની બંદરો પરથી પોતાની નૌકાસેનાની નાકેબંધી હટાવવાનું હતું.

Related posts

ભયાનક ભૂકંપ બાદ વેનેઝુએલાની જમીન ૨ ફૂટ જેટલી ખસી ગઈ

Master Admin

ભારતના નેતૃત્વવાળા સોલાર એલાયન્સ સહિત ૬૬ ઈન્ટરનેશનલ સંગઠનો સાથે અમેરિકાએ છેડો ફાડ્યો

Master Admin

જિનીવામાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ઘટાડવાનો પ્રયાસ નિષ્ફળ

Master Admin

Leave a Comment

Translate »