Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujaratnational

તેણે દીકરીમાં રોપેલી હિંમત પાછી ફરીને તેનો જ આધાર બની: આ ડોટર્સ ડે પર ક્લિનિક પ્લસનો સંદેશ — બેટી હોતી હૈ માઁ કી મજબૂતી

પોતાના #MeriBetiStrong અભિયાનના વારસાને આગળ વધારતાં ક્લિનિક પ્લસે માઁ-દીકરીની પોતાની જાણીતી કથાને એક હૃદયસ્પર્શી ફિલ્મનું રૂપ આપ્યું છે, જેમાં દીકરી પોતાની માઁની તાકાત બને છે અને તેના નવા અધ્યાયનું કારણ પણ

ભારત | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ |

‘માઁ કી મજબૂરી નહીં, બેટી હોતી હૈ માઁ કી મજબૂતી’

ક્લિનિક પ્લસની નવી ફિલ્મના કેન્દ્રમાં આ જ વિચાર છે. ડોટર્સ ડેની આગોતરી ક્લિનિક પ્લસ માઁ અને દીકરીના એ સંબંધને સલામ કરે છે, જેમાં બંને ચૂપચાપ એકબીજાનું બળ બની જાય છે. ભારતીય ઘરોમાં માતાઓ હંમેશાં પોતાની દીકરીઓને પોતાના હક માટે ઊભા રહેતાં અને પોતાનો અવાજ ઓળખતાં શીખવતી આવી છે — જ્યારે તેમની પાસેથી જ અપેક્ષા રખાય છે કે તેઓ ચૂપ રહે, સમાધાન કરે અને પોતાના ભાગની તકલીફો મૌનપણે સહી લે. છતાં દુનિયાની નજરથી જે છટકી જાય છે, તે દીકરી જોઈ લે છે. તે પોતાની માઁનાં અણકહ્યાં બલિદાનો સહજતાથી વાંચી લે છે અને કપરા સમયમાં તેમની ધીરજને પોતાનામાં ઉતારી લે છે. આ ફિલ્મ આજની દીકરીને માત્ર ઉછેરવાના સંતાન તરીકે નહીં, પણ પોતાની માઁના સૌથી મોટા આધાર તરીકે રજૂ કરે છે — એવી વિશ્વાસુ સાથી, જેની સંવેદના, મૌન હાજરી અને ભરોસો માઁને આગળ વધવાની અને પોતાની જાતને પસંદ કરવાની હિંમત આપે છે.

ફિલ્મની માંડણી એક પુસ્તક વિમોચન સમારોહની આસપાસ છે, જ્યાં એક લેખિકા પોતાના જ જીવનમાંથી નીપજેલી કવિતાઓનો સંગ્રહ લઈને સામે આવે છે. તેમના લેખનની પ્રેરણા કોણ છે એવું પૂછાતાં માઁ માત્ર પોતાની દીકરી તરફ ઇશારો કરે છે. અહીંથી કથા બાળપણની એક ક્ષણ તરફ વળે છે, જ્યાં નાનકડી દીકરી બે ચોટલાને બદલે એક જ ચોટલો બાંધવાની જીદ કરે છે — અને અહીં જ એ મૂળ રૂપક ઘડાય છે કે સાચી તાકાત ભીતરથી આવે છે. વર્ષો વીતતાં તેમનો સંબંધ મૂક નિરીક્ષણમાંથી સક્રિય સાથમાં બદલાઈ જાય છે.

માઁની આસપાસના સૌ તેને મુશ્કેલ લગ્નજીવનમાં સમાધાન કરીને સહી લેવાની સલાહ આપતા હોય છે, ત્યારે દીકરી જ તેને પરિસ્થિતિને નવી નજરે જોવામાં મદદ કરે છે — માઁ જે કહેતી નથી, દીકરી એ પણ ચૂપચાપ વાંચી લે છે. ક્યારેક તાકાતનો અર્થ પોતાની જાતને પસંદ કરવી પણ થાય છે. આખરે આ સહિયારી હિંમત જ માઁને પોતાની શરતો પર જીવન ફરીથી ઘડવાનું બળ આપે છે, અને કથા ફરીને એ જ પુસ્તક વિમોચન સમારોહ પર આવે છે, જ્યાં તે પોતાની દીકરીને પોતાની સૌથી મોટી તાકાત ગણાવે છે.

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ)માં બ્યુટી એન્ડ વેલબીઇંગનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હરમન ઢિલ્લોંએ કહ્યું, “એક માઁ પોતાની દીકરીને મજબૂત, સંવેદનશીલ અને આત્મનિર્ભર બનાવે છે, અને એક દિવસ એ જ દીકરી માઁનો સૌથી મોટો આધાર બની જાય છે. આ ફિલ્મ એ જ સુંદર પરિવર્તનનો ઉત્સવ છે, જ્યાં માઁએ આપેલો આત્મવિશ્વાસ પાછો ફરીને તેનો જ મુખ્ય સહારો અને હિંમત બની જાય છે. દેશની એ 1.3 કરોડ સિંગલ મધર્સને અમે આ વાર્તા સમર્પિત કરીએ છીએ, જેમની ખમીરવંતી જિજીવિષા માત્ર તેમની દીકરીઓનું ભવિષ્ય જ નથી ઘડતી, પણ એ પણ સાબિત કરે છે કે બેટી હોતી હૈ માઁ કી મજબૂતી.”

મજબૂત દીકરીઓ ઉછેરતી માતાઓ સાથેના ક્લિનિક પ્લસના લાંબા નાતાને આ અભિયાન આગળ વધારે છે. આ ડોટર્સ ડે પર ક્લિનિક પ્લસ માઁ-દીકરીના સંબંધમાં આવેલા એક ઊંડા બદલાવને ઉજાગર કરે છે: જે હાથોએ ક્યારેક દીકરીને મજબૂત બનતાં શીખવ્યું હતું, આજે એ જ હાથ દીકરીએ થામી રાખ્યા છે.

ક્યારેક માઁ પોતાની દીકરીને જે તાકાત આપે છે, તે રસ્તો શોધીને ફરી તેની પાસે જ પાછી આવે છે.

ફિલ્મ અહીં જુઓ: Clinic Plus #MaaKiMazbooti

== સમાપ્ત ==

Related posts

Nestlé India unveils KITKAT®Professional Spread: An innovative addition to culinary creations

Reporter1

રાજકોટ સ્થિત રાજ કૂલિંગ સિસ્ટમ્સે વિઝન 2030નું અનાવરણ કર્યું

Reporter1

કચ્છનું રણ ચીરીને નીકળશે નવો નેશનલ હાઈવે

Master Admin

Leave a Comment

Translate »