Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

વાધવાણી ફાઉન્ડેશનએ 2.5 મિલીયન રોજગારીનુ સર્જન કરવા અને 2030 સુધીમાં 6 મિલીયન પ્લેસમેન્ટ સક્ષમ બનાવવા માટે રાજ્ય અને શહેરી અમલીકરણને વધુ ગાઢ બનાવ્યું

ફાઉન્ડેશન ભારતમાં  ~25% જેટલુ રોકાણ વધારશે અને ભારતમા પોતાના કર્મચારીઓની સંખ્યામાં 2026 સુધીમાં ~10%નો વધારો કરશે, તે રીતે રોજગારી સર્જનને ગતિ આપવા માટે રાજ્ય અને શહેરી સ્તરના અમલીકરણને વધુ મજબૂત બનાવે છે તેની સાથે રાષ્ટ્રીય સ્તરે દરેક કાર્યક્રમને સતત રાખે છે.

નવી દિલ્હી | ૨૮મી જાન્યુઆરી ૨૦૨૬ — ઉદ્યોગ સાહસિકતા, કૌશલ્ય, નવીનતા અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશન મારફતે રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરતા બિન-નફાકારક એવા વાધવાની ફાઉન્ડેશન ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડૂમાં 15 અગ્રિમ ક્ષેત્ર ઇકોસિસ્ટમાં અમલીકરણને વધુ મજબૂત બનાવીને પોતાની વૃદ્ધિના હવે પછીના તબક્કામાં પ્રવેશી રહ્યું છે.

વધુ મજબૂત અમલીકરણ મારફતે પરિણામોને ઉન્નત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે જેમાં રાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ સ્થાનિક અસરમાં રૂપાંતર થાય તેની ખાતરી કરવામાં આવે છે. પરિણામો ઉન્નત બનાવવાનો અર્થ વધુ સ્થાનક રોજગારીઓ અને વધુ સ્થાનિક લોકોને રોજગારી સાથે જોડવાનો અર્થ થાય છે. આ અભિગમ ઝડપી અમલીકરણ, વધુ સ્પષ્ટ જવાબદારી અને સ્થાનિક રોજગારાદાતાઓ, કૌશલ્ય પ્રદાન કરતી સંસ્થાઓ અને રોજગારી પરિણામોને સક્ષમ બનાવે છે.

આ તબક્કો 2025માં સ્થાપિત થયેલા મજબૂત અમલીકરણ આધાર પર નિર્મિત છે. વર્ષ દરમિયાન, ફાઉન્ડેશને ભારતમાં રૂ. 300 કરોડનું રોકાણ કર્યું છે, 7,000 વ્યવસાયોને સહાય આપી છે, તેમજ 1.2 લાખ ઉદ્યમિતા વિદ્યાર્થીઓ સાથે જોડાણ કર્યું અને રોજગાર સાથે સંકળાયેલી કૌશલ્ય તાલીમ દ્વારા 2.5 લાખ યુવાનોને રોજગારયોગ્ય બનાવ્યા છે. આ ઉપરાંત, શિક્ષણ મંત્રાલય સાથે મળીને AI સક્ષમ માય કેરિયર એડવાઇઝર પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે, જે 1,500થી વધુ કારકિર્દી વિકલ્પોમાં યુવાનોને મફત અને વ્યક્તિગત કારકિર્દી માર્ગદર્શન આપે છે.

નવીનતા ક્ષેત્રે, ફાઉન્ડેશને વાધવાની ઇનોવેશન નેટવર્કને વધુ મજબૂત બનાવીને 10 ઇનોવેશન ટ્રાન્સલેશન સેન્ટર્સને સક્ષમ બનાવવામાં આવ્યા છે. તેમાં IIT કાનપુર ખાતેના બે સુપર હબ્સ (વાઢવાની AI અને ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ હબ) અને IIT બોમ્બે ખાતેની (વાધવાની હેલ્થ અને બાયો હબ) શામેલ છે. તેની સાથે મળીને, આ હબ્સ નવીનતા ઇકોસિસ્ટમમાં દરેકે 50થી વધુ ટ્રાન્સલેશન સેન્ટર્સને સમર્થન આપે છે. કુલ મળીને, 100 સંશોધન પ્રોજેક્ટ્સને ઉત્પાદન અને સ્ટાર્ટઅપ માર્ગોની દિશામાં આગળ વધારવામાં આવ્યા હતા.

છ કેન્દ્રિય મંત્રાલય માટે AI પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા હતા; જાહેર વિતરણ પ્રણાલી (PDS)ના લાભાર્થીઓ પાસેથી પ્રતિસાદ મેળવવા માટે ASHA (અન્ન સહાયતા હોલિસ્ટિક AI સોલ્યુશન) લોન્ચ કરવામાં આવ્યું હતુ; તેમજ આરોગ્ય, કૃષિ અને શિક્ષણ ક્ષેત્રોમાં 30થી વધુ AI સોલ્યુશન્સ અમલમાં મૂકાયા હતા.

આ ગતિને આધારે, ફાઉન્ડેશન 2026માં ભારતમાં તેના રોકાણમાં અંદાજે 25%નો વધારો કરશે અને તેની ભારત ટીમમાં અંદાજે 10%નો વધારો કરશે. આ અંતર્ગત રાજ્ય અને શહેર સ્તરની અમલીકરણ ટીમોનો વિસ્તાર કરવામાં આવશે અને સરકારો, સંસ્થાઓ, રોજગારદાતાઓ તથા સ્થાનિક પરિસ્થિતિતંત્ર સાથેની ભાગીદારીઓ વધુ મજબૂત બનાવવામાં આવશે. મહત્તમ અસર માટે દ્વિ-મોડેલ દ્વારા કાર્યરત રહીને, ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ વ્યાપકતા અને સાતત્ય પૂરું પાડતા રહેશે, જ્યારે રાજ્ય અને શહેરની ટીમો જમીન સ્તરે અમલીકરણ, સંકલન અને જવાબદારી સુનિશ્ચિત કરશે. રાજ્ય સ્તરના અમલીકરણને ટેકો આપવા માટે મર્યાદિત ભૂમિકા પુનઃગોઠવણી પણ કરવામાં આવશે. તમામ કાર્યક્રમો ભાગીદારો અને લાભાર્થીઓ માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે.

વાધવાની ફાઉનડેશનનના સીઇઓ અને બોર્ડ સભ્ય ડૉ. અજય કેલાએ જણાવ્યું હતું કે: “અમારું મિશન વ્યાપક સ્તરે રોજગારી સર્જન કરવું અને ગુજરાનમાં સુધારો લાવવાનો છે. 2025માં પ્રાપ્ત થયેલી મજબૂત ગતિને આધારે, અમે 2026માં ભારતમાં રોકાણમાં વધારો કરી રહ્યા છીએ અને રાજ્ય અને શહેર સ્તરે અમલીકરણ વધુ મજબૂત બને અમારી ભારત ટીમનો વિસ્તાર કરી રહ્યા છીએ. આ પગલાં પરિણામોને ઝડપી બનાવશે, જે સ્થાનિક સ્તરે વધુ રોજગારી સર્જન કરશે અને વધુ રોજગારયોગ્ય લોકોને આ નોકરીઓ સાથે જોડવામાં આવશે, કેમ કે અમે અમારા 2030ના લક્ષ્યો તરફ આગળ વધી રહ્યા છીએ”

સ્થાનિક ઇકોસિસ્ટમની નજીક જઈને, જ્યાં અસર સર્જાય છે અને ટકાઉ રહે છે, તે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, વાધવાની ફાઉન્ડેશન ઉદ્યોગસાહસિકતા, કૌશલ્ય વિકાસ, SMB વૃદ્ધિ, નવીનતા અને સરકારના ડિજિટલ રૂપાંતરણ જેવા તમામ કાર્યક્રમોમાં પોતાની પ્રતિબદ્ધતા સતત જાળવી રાખે છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

Toyota Kirloskar Motor & TKM-Employees Union Reaffirm Commitment to Further Strengthen Competitiveness, Holistic Employee Wellbeing and Promote Mutual Respect

Reporter1

Tie the Knot in Türkiye: Stunning Locations for Your Dream Wedding

Reporter1

Mortein ProvidesProtection Against Both Mosquitoes And Cockroaches With India’s First 2-in-1 Spray

Reporter1

Leave a Comment

Translate »