Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

WHOએ ઈબોલા વાયરસને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી

ભારત પણ એક્શન મોડમાં

ભારતે પણ પરિસ્થિતિની ગંભીરતા જોતા કેટલાક આફ્રીકી દેશો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી દીધી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૪ મે ૨૦૨૬ — કોરોના બાદ હવે વળી પાછો એક વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દુનિયા પર ખતરનાક મહામારીનો ઓછાયો જોવા મળી રહ્યો છે. આફ્રીકાના કેટલાક દેશોમાં ઈબોલા વાયરસના વધતા કેસ જોતા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. વૈશ્વિક સ્તરે વધતા જોખમને જોતા ભારત સરકાર પણ હવે એલર્ટ મોડ પર છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઈબોલના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. જો કે ગંભીરતા જોતા WHOએ આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમો  (IHR 2005) હેઠળ ૧૭ મે ૨૦૨૬ના રોજ તેને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે એક જરૂરી ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. આ સાથે જ આફ્રીકી સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ ઈબોલા વાયરસ અંગે કડક ચેતવણી ઉચ્ચારી છે.

આફ્રીકામાં ઈબોલાનો કહેર જોતા ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશના નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સરકારે એડવાઈઝરી બહાર પાડીને નાગરિકોને સલાહ આપી છે કે તેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, અને દક્ષિણ સુડાનની યાત્રા કરવાનું ટાળે. સરકારે કહ્યું કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી આ દેશોમાં બિનજરૂરી મુસાફરી ટાળવી એ સમજદારી છે. ભારત સરકારે એવી પણ સલાહ આપી છે કે જે લોકો આ દેશોમાં રહે છે અથવા તો બહુ જરૂરી હોય અને ત્યાં મુસાફરી કરી રહ્યા છે તો તેઓ જરૂરી સ્વાસ્થ્ય ગાઈડલાઈન્સને ફોલો કરે. અત્રે જણાવવાનું કે આ સંકટની ઘડીમાં ભારત આફ્રીકાને પડખે છે. ભારત સરકારે આફ્રીકા સેન્ટર્સ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને જરૂરી મેડિકલ સપ્લાય અને પ્રોટેક્ટિવ કિટ્‌સની પહેલી ખેપ રવાના કરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે આ મદદ રાશિ અને ચિકિત્સા સામગ્રીનો હેતુ આફ્રીકી મહાદ્વીપને ઉભરી રહેલી ઈબોલા હેલ્થ ઈમરજન્સીથી પહોંચી વળવા માટે મજબૂતી આપવાનો છે. ભારત તરફથી મોકલવામાં આવેલી પહેલી ખેપમાં ડોક્ટરો અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ખુબ જરૂરી ચિકિત્સા સામગ્રી મોકલવામાં આવી છે.
આ ખેપમાં દર્દીઓની સારવાર માટે અત્યંત જરૂરી અને ઈમરજન્સી દવાઓ સામેલ છે. આ ઉપરાંત ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓને વાયરસના સંક્રમણથી બચાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળી પીપીઈ કિટ્‌સ, માસ્ક અને અન્ય સુરક્ષા ઉપકરણો મોકલવામાં આવ્યા છે.

આફ્રીકા સીડીસીએ કોંગો અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા ઈબોલા વાયરસના બુંડીબુગ્યો સ્ટ્રેનને મહાદ્વીપીય સુરક્ષાની જાહેર સ્વાસ્થ્ય કટોકટી (PHECS) જાહેર કરી છે. આ સ્ટ્રેનને ખુબ જ ચેપી અને ખતરનાક ગણવામાં આવ્યો છે.

Related posts

યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો

Master Admin

બીડી, સિગારેટ, ગુટખા, તમાકુ સહિતના તમામ પદાર્થો પર ઓડિશામાં પ્રતિબંધ

Master Admin

કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી મ્ત્નઁની પોસ્ટર વોર

Master Admin

Leave a Comment

Translate »