Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

નવરાત્રિમાં મૂકબધિર પરિણીતાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ

ગોંડલમાં શરમજનક કૃત્ય

મૂક બધીર પરિણીતાની એકલતાનો લાભ લઈ એક શખસે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ,તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૬ — નવરાત્રિના પવિત્ર દિવસોમાં રાજકોટના ગોંડલ પંથકમાં કલંકિત ઘટના બની છે. એક મૂકબધીર પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે ગિરીશ ભીખુ જેઠવા નામના શખ્સે તેની એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના જેઠ ઘરે આવતા આરોપી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ સાંકેતિક ભાષામાં પતિને જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસે આરોપી ગિરીશની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક બાજુ નવરાત્રિના આધ્યાત્મિક દિવસો ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગોંડલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મૂક બધીર પરિણીતાની એકલતાનો લાભ લઈ એક શખસે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મૂક બધીર પરિણીતા ઘરે એકલી હતી અને ઘરના અન્ય સભ્યો કામ સબબ બહાર ગયા હતા. આ દરમિયાન પરિણીતાની એકલતાનો લાભ લઈ ગીરીશ ભીખુ જેઠવા નામનો શખસ ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે બળજબરીપૂર્વક પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાનો જેઠ ઘરે આવી જતાં આરોપી નાસી ગયો હતો. બનાવ અંગે પીડિતાએ તેના પતિને સાંકેતિક ભાષામાં સમગ્ર બનાવની જાણ કરતાં આખરે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગીરીશ સામે ફરિયાદ નોંધાવાઈ હતી. બનાવ અંગે પીએસઆઈ યુ.આર. ડામોરે આરોપીની અટકાયત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

સોશિયલ એક્ટિવિસ્ટ મનિષ બ્રહ્મભટ્ટ દ્વારા જનતા સરકાર મુવમેન્ટની જાહેરાત

Master Admin

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ કરાવ્યો

Master Admin

અમદાવાદ-સુરતે રેલવેની તિજોરી ભરી પણ સ્ટેશન પર સુવિધાના નામે મીંડું!

Master Admin

Leave a Comment

Translate »