Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crime

અંકલેશ્વર એક્સપ્રેસ વે પર ચોખાની બોરીની આડમાં લઈ જવાતો બે કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાયો

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે રૂપિયા ૨.૨૪ કરોડના મુદામાલ સાથે ડ્રાઈવર ક્લીનર કરી ધરપકડઃ ત્રણ શખ્સ વોન્ટેડ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અંકલેશ્વર, તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬: એક્સપ્રેસ વે બન્યો દારૂની હેરાફેરીનો એક્સપ્રેસ વે બન્યો છે. અંકલેશ્વર એક્સપ્રેસ વે પર ચોખાની બોરીની આડમાં લઈ જવાતો ૨ કરોડ ઉપરાંતનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ૨.૨૪ કરોડના મુદામાલ સાથે ડ્રાઈવર ક્લીનર કરી ધરપકડ કરી હતી. જયારે ત્રણ વોન્ટેડ જાહેર કર્યા હતા. હરિયાણાથી વાસદ ૩૩ હજાર બોટલ લઈ જવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પસંદ કરતાં પુન ગામ પાસે પોલીસ ત્રાટકી હતી.અંકલેશ્વરના પુન ગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ચોખાની બોરીની આડમાં સંતાડી લઈ જવાતો રૂ. ૨ કરોડ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી ૩૩ હજાર નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂ ચોખાની ૩૫૦ બોરીઓ વચ્ચે છુપાવીને લઈ જવાતો હતો. જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય. ગ્રામ્ય પોલીસે રાજસ્થાન ટ્રક ડ્રાઇવર જેરામ મેગવાલ અને ક્લીનર મુકેશ મેગવાલની ધરપકડ કરી છે. ટ્રક અને ચોખા સહિત કુલ રૂ.૨.૨૪ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે હરિયાણા બોર્ડરથી દારૂ ભરાવનાર, ટ્રક માલિક અને દારૂ મગાવનાર ને વોન્ટેડ જાહેર કર્યા છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દારૂ હરિયાણા બોર્ડર પરથી કરવામાં આવ્યો હતો અને દિલ્હી, આગ્રા, પલવર થઈ મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી વાંસદ ટોલનાકા સુધી પહોંચાડવાનો હતો. પોલીસથી બચવા માટે આરોપીઓએ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે નો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Related posts

નાસ્તાના પૈસા માંગ્યા તો ગુંડાઓએ મણિનગર માથે લીધું

Master Admin

સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આખરે ઝડપાયો

Master Admin

સુરતમાં પનીર બાદ નકલી ઘીનો પર્દાફાશ ૨૦૦૦ કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો પકડાયો

Master Admin

Leave a Comment

Translate »