Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂજ્ય મોરારીબાપુની 11 લાખની સહાય

 

છેલ્લા થોડા દિવસોમાં આપણે સૌ જે અકલ્પનીય ઘટનાના સાક્ષી બન્યા છીએ એ અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતને મોટે પાયાનું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ કાર્યરત થઇ હતી જેને પગલે અણધાર્યા ભારે વરસાદને લીધે અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે તો જાનમાલને પણ બહુ જ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 28 જેટલા મૃત્યુ આ અતિવૃષ્ટિને કારણે થયા છે અને ત્રિપુરામાં પણ છ જેટલા મૃત્યુ થયા છે. એ ઉપરાંત ખેતીવાડી તેમજ લોકોનાં મકાનોને પણ મોટું નુક્સાન થયું છે.

પૂજ્ય બાપુએ આ તાજેતરની અતિવૃષ્ટિમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને હનુમાનજીની સંવેદના રુપે રુપિયા ૧૧ લાખ નું તુલસીદલ સમર્પિત કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પૂર્વ ભારતના ત્રિપુરામાં અતિવૃષ્ટિ પુર અને જમીન ધસી પડવાના કારણે 22 લોકોના મૃત્યુ થયા હતા એમને પણ પૂજ્ય બાપુએ પ્રત્યેકને રૂપિયા 15000 લેખે સહાયતા રાશિ અર્પણ કરેલ છે. ભારે વરસાદના કારણે જેમણે પોતાના જાન ગુમાવ્યા છે તેમના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે.

Related posts

ICONIC 2025 Tourism Summit in Collaboration with TV9 Brings Together Visionaries and Leaders

Reporter1

સાંધા દુખવા બહુ થાક લાગવો

Master Admin

શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી જન્મોત્સવનો પ્રારંભ શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનો પ્રારંભ થયો છે. તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ પ્રારભે જગતગુરુ શ્રીધરાચાર્યજી, જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી મૈથિલીશરણજી, જગતગુરુ શ્રી સતુઆબાબા, શ્રી ઉમાશંકર વ્યાસજી, શ્રી જૈનજી સાથે શ્રી યશોમતીજી જોડાયાં હતાં અને શ્રી મોરારિબાપુનાં સાનિધ્ય સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. પ્રથમ દિવસે શ્રી વેદપ્રકાશ મિશ્રજીનાં સંચાલન સાથે વક્તાઓમાં જગતગુરુ શ્રી રામસ્વરૂપ આચાર્યજી, શ્રી નરહરિદાસજી મહારાજ, શ્રી અખિલેશ ઉપાધ્યાયજી, શ્રી યશોમતીજી, જગતગુરુ શ્રી શ્રીધરાચાર્યજી, શ્રી શશી શેખરજી, શ્રી ઉમાશંકર વ્યાસજી અને શ્રી રામહૃદયદાસજી દ્વારા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવેલ. પ્રારંભે શ્રી હરિશ્ચંદ્ર જોષીએ પ્રાસંગિક વાત કરેલ. સોમવારથી બુધવાર દરમિયાન યોજાયેલ સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં છે. શ્રી મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે ગુરુવારે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહ યોજાશે.

Reporter1
Translate »