Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

૭૬ વિસ્તારો ’હોટસ્પોટ’ જાહેર

વટવા, રામોલ, વસ્ત્રાલ અને રાણીપ જેવા વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૧ એપ્રિલ ૨૦૨૬ –– ઉનાળાના આકરા મિજાજ વચ્ચે અમદાવાદમાં હવે કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં આજથી સતત સાત દિવસ માટે ગરમીનું ’યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ સપ્તાહના અંત સુધીમાં શહેરનું તાપમાન વધીને ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે અમદાવાદીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડશે.

ૈંસ્ડ્ઢના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સેટેલાઇટ ડેટા અને આધુનિક ટેકનોલોજીની મદદથી શહેરના કુલ ૭૬ વિસ્તારોને ’હીટ હોટસ્પોટ્‌સ’ તરીકે જાહેર કર્યા છે. પૂર્વ અમદાવાદમાં લાંભા વોર્ડમાં સૌથી વધુ ૧૨ હોટસ્પોટ્‌સ નોંધાયા છે. આ ઉપરાંત વટવા, રામોલ, વસ્ત્રાલ અને રાણીપ જેવા વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને બપોરે ૧૨ થી સાંજના ૫ વાગ્યા દરમિયાન ગરમીનો પારો આસમાને પહોંચશે.

રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આગામી ૨૬ એપ્રિલે મતદાનના દિવસે પણ ગરમી ૪૩ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા મતદારો અને કાર્યકરોને લૂથી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Related posts

વલસાડના સેગવી ગામમાં દારૂ ભરેલી એક કાર પલટી

Master Admin

કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ

Master Admin

સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી ૧૦૦ લિટર ડીઝલની ચોરી

Master Admin

Leave a Comment

Translate »