Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

અલારસા દૂધ મંડળીમાં ૨૦ લાખનું કૌભાંડ ઝડપાયું

ભાજપ નેતા અશોક મહીડા સામે ફરિયાદ

આ મામલો હાલ ’બોર્ડ ઓફ નોમિનીઝ’માં ચાલી રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ,તા.૧૮ માર્ચ ૨૦૨૬ — આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની અલારસા દૂધ મંડળીમાં લાખો રૂપિયાની ગેરરીતિનો મામલો સામે આવતા સહકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ કૌભાંડમાં ભાજપના નેતા અશોક મહીડા અને બોરસદ APMCના ચેરમેન સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈ રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, અલારસા દૂધ મંડળીમાં અંદાજે ૨૦ લાખ રૂપિયાના આર્થિક કૌભાંડ બહાર આવ્યું હતું.આ મુદ્દે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે ભાજપના નેતા અશોક મહીડાનું નામ સામે આવ્યું છે. આ મામલો હાલ ’બોર્ડ ઓફ નોમિનીઝ’માં ચાલી રહ્યો છે. આજે આ કેસની સુનાવણી માટે ખાસ તારીખ રાખવામાં આવી હતી, જેમાં કૌભાંડના પાસાઓ પર ચર્ચા થવાની હતી.

આજની મહત્વની સુનાવણી દરમિયાન ભાજપ નેતા અશોક મહીડા સહિતના અન્ય આરોપીઓ બોર્ડ ઓફ નોમિનીઝ સમક્ષ હાજર રહ્યા નહોતા અને હવે આ કેસની આગામી સુનાવણી માટે ૮ એપ્રિલની નવી મુદત આપવામાં આવી છે.

Related posts

તમારું બેન્ક એકાઉન્ટ ભાડે આપતા પહેલાં સો વાર વિચારજો

Master Admin

સરકારી અનાજ માટે CBDC કરાવવા મુદ્દે રેશનિંગ દુકાનદારોનો વિરોધ

Master Admin

ગઠિયાએ કમિશનર કચેરીમાં હોવાનું કહી વૃદ્ધા સાથે ૧૮ લાખની છેતરપિંડી આચરી

Master Admin

Leave a Comment

Translate »