Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

આવું વારંવાર કેમ થાય છે

હું બોલું તો તમે બોલશો કે બોલે છે
સંજય શ્રીવાસ્તવ
(મો) ૭૦૦૦૫ ૮૬૬૫૨

તાજેતરમાં જ નીટની પરીક્ષા રદ કરવામાં આવી કારણ કે પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. આ કોઈ પ્રથમ ઘટના નથી અને ના આ છેલ્લી ઘટના બનવાની છે. આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. ખૂબ પ્રયત્નો કરવા છતાં આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ખરેખર જ્યારે ચોકીદાર જ ચોરી કરવા લાગે તો કોના પર ભરોસો કરી શકાય. અત્યારે જે પેપર લીક થયું તેમાં એ જ લોકો સામેલ હતા જેમણે પેપર સેટ કર્યું હતું. જ્યારે માણસ થોડા પૈસા માટે પોતાનું ઈમાન વેચી દે તો આખરે કોના પર વિશ્વાસ કરી શકાય. ખરેખર આજના યુગમાં લોકોમાં પૈસાની ભૂખ વધી ગઈ છે. લોકો ગમે તેટલા પૈસા કમાઈ લે પરંતુ વધુ મેળવવાની હોડ મચી છે. રૂ બે લાખનો પગાર મેળવનારી વ્યક્તિ પણ આજે સંતુષ્ટ નથી. તેને વધુ કમાવવાની હોડ છે. કોઈપણ વ્યક્તિનું જીવન માત્ર સાઠ-સિત્તેર વર્ષનું હોય છે. ત્યાર પછીનું જીવન કોઈને કોઈ બીમારીઓથી ઘેરાઈ જાય છે. તમે તમારા જીવનનો આનંદ ત્યાં સુધી જ લઈ શકો છો જ્યાં સુધી તમે કંઈ પણ ખાઈને પચાવી લો અને તમારામાં શારીરિક સંબંધ બાંધવાની ક્ષમતા રહેલી હોય. જે દિવસથી આ ક્ષમતા તમારામાં નથી રહેતી તો તમે સમજી લો કે તમારું જીવન રસહીન થઈ ચૂક્યું છે. ચહેરા પર કરચલીઓ પડી ચૂકી હોય અને તમારા પર કોઈ કપડું શોભતું ન હોય તો તમે સમજી લો કે દુનિયામાં તમારી ઉપયોગિતા ખતમ થઈ ચૂકી છે અને તમે માત્ર એક જીવતી લાશની જેમ ફરી રહ્યા છો. એ તો સત્ય છે કે મૃત્યુ કોઈના વશમાં નથી અને તમારે તમારું જીવન તો વિતાવવું જ પડે છે. પરંતુ તે સમયે તમારા માટે પૈસાનું મહત્વ ખતમ થઈ જાય છે છતાં આજે માણસ પોતાના છેલ્લા શ્વાસ સુધી પૈસા કમાઈ લેવા માંગે છે. મારા એક કાકા છે જેમની ઉંમર ૯૦ વર્ષની થઈ ચૂકી છે અને તેમને રૂ ૮૫૦૦૦ પેન્શન મળે છે, તેમનામાં હજુ પણ જીવવાની લાલસા બનેલી છે અને તેમની ઈચ્છા એવી છે કે તેઓ બીજા દસ વર્ષ જીવી લે તો એકમાત્ર પૌત્ર માટે રૂ એક-બે કરોડ જમા કરી દે.

આ વાતો હેરાન કરનારી છે કે મનુષ્યની અંદર કેટકેટલી લાલસાઓ ભરેલી રહે છે. ખરેખર આ કોઈ એક માણસની વાત નથી પરંતુ બધાની અંદર આ જ પ્રકારની ઈચ્છા રહેલી હોય છે. મારવાડી લોકો છેલ્લા શ્વાસ સુધી ગલ્લા પર બેસવાનું પસંદ કરે છે. આજની સ્થિતિ એવી છે કે મોટાભાગના લોકોને પચાસ વર્ષ પછી કોઈને કોઈ બીમારી જકડી લે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ તો ઘરે-ઘરે વ્યાપી ચૂકી છે. વ્યક્તિનું ખાવા-પીવાનું મુશ્કેલ થઈ ગયું છે અને એવામાં તમે પૈસા કમાઈને શું કરી લેશો જ્યારે તમારું પોતાનું જ જીવન અનિશ્ચિત થઈ જાય છે. પૈસા જરૂરી છે એ વાતથી કોઈ ઈનકાર ન કરી શકે પણ એટલા પણ જરૂરી નથી કે તેના માટે તમે અનૈતિક કાર્યો કરવા લાગો. આજે સ્થિતિ એવી છે કે તમે પ્રામાણિક ત્યાં સુધી જ છો જ્યાં સુધી તમને અપ્રામાણિકતાની તક નથી મળતી. તેથી આ દેશમાં કોઈ પણ ફૂલપ્રૂફ સિસ્ટમ ડેવલપ કરવી ખૂબ મુશ્કેલ છે. ખરેખર અત્યારે બધી પરીક્ષાઓ કમ્પ્યુટર બેઝ્‌ડ કરી દેવી જોઈએ. ભલે આ સિસ્ટમ વિકસાવવામાં સમય લાગી શકે પરંતુ આ વારંવારની માથાકૂટમાંથી છુટકારો આપનારી સાબિત થશે. આમાં ભલે હજારો કરોડ રૂપિયા લાગી જાય પરંતુ આના સિવાય કોઈ રસ્તો પણ નથી. હવે આને રૂટિનમાં લાવવું પડશે. એક તો આ દેશમાં અનામતના કારણે નીચલા સ્તરના કર્મચારીઓ પ્રાપ્ત થાય છે અને તેના પર પરીક્ષામાં ગેરરીતિ એટલે કે ’કારેલું અને વળી લીમડે ચડ્યું’. આ દેશને અનામતમાંથી ક્યારે મુક્તિ મળશે તે કોઈ કહી શકતું નથી, રાજકીય પક્ષો માટે આ સંજીવનીનું કામ કરે છે ભલે દેશ ખાડામાં કેમ ન જતો રહે. શું એ શક્ય છે કે જે લોકો આજે અનામત વર્ગમાં છે તેઓ દરેક જન્મમાં તે જ વર્ગમાં પેદા થશે. ખુદાના ખાતર દેશના હિતમાં આને બંધ કરવું જોઈએ. જેમને માઈનસ માર્કસ મળ્યા છે તે ૯૦ ટકા લાવવા વાળા કરતાં ઉપર થઈ જાય છે એ દેશનું દુર્ભાગ્ય છે અને આ ભારતમાં જ થઈ શકે છે. વોટ બેંકના કારણે કેટલાક રાજ્યોમાં ધર્મના આધારે પણ અનામત લાગુ છે. સૌથી મજેદાર વાત એ છે કે જે વર્ગની વસ્તી આ દેશમાં ૩૦ ટકા છે તે લઘુમતી કેવી રીતે થઈ જાય છે. આ દેશમાં કોઈ પણ લઘુમતી નથી અને ના હોવું જોઈએ. લઘુમતી શબ્દ આ દેશમાંથી ભૂંસી નાખવો જોઈએ. લઘુમતી નામનું કોઈ મંત્રાલય હોવું જોઈએ નહીં. આ દેશમાં રહેતા તમામ નાગરિકો એક સમાન છે અને કોઈને પણ વિશેષ અધિકાર મળવો જોઈએ નહીં.

સરકારની નીતિ જ એવી હોવી જોઈએ કે દેશના દરેક વર્ગને સમાન રીતે ફાયદો થાય. દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે જ્યારે સરકાર કોઈપણ યોજનાનો લાભ દેશના છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો સુધી સરળતાથી પહોંચાડી શકે. અત્યારે દેશમાં ઘણા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે પરંતુ હવે સરકારે તેમની સંભાળ લેવાની જરૂર છે. આ દિશામાં થોડું કામ તો થઈ રહ્યું છે પરંતુ તેમાં વધુ તેજી લાવવાની જરૂર છે. પાંચ કિલો અનાજ સરકાર તરફથી મળે છે પરંતુ તેનાથી પણ ઘણા લોકો વંચિત રહી જાય છે કારણ કે તેમની પાસે રેશનકાર્ડ હોતું નથી. આ જ સરકારી તંત્રની વિડંબના છે. આયુષ્માન કાર્ડથી ગરીબોની સારવારમાં જેટલો ફાયદો નથી થતો તેનાથી વધુ ખાનગી હોસ્પિટલોને ફાયદો પહોંચી રહ્યો છે. ભ્રષ્ટાચારના કારણે આમાં એંસી ટકા કેસ ફ્રોડ હોય છે. આંખનું ઓપરેશન કરવાનું હોય પણ ઘૂંટણનો એક્સ-રે કરાવી લેશે. મેડિક્લેમમાં પણ આવું જ થાય છે. વગર કારણની તપાસો અને બીમારીને વધુ વ્યાપક બનાવીને હોસ્પિટલોમાં લૂંટ મચેલી રહે છે. ખરેખર ભારતમાં ભ્રષ્ટાચાર એટલી હદે ફેલાયેલો છે કે તમે ગમે ત્યાં જાઓ, તમે તેનાથી અછૂતા નહીં રહી શકો. આનું સૌથી મોટું કારણ ભારતની ગરીબી પણ છે. હમણાં તાજેતરના દિવસોમાં આ દેશમાં થોડી સમૃદ્ધિ આવી છે. બીજેપીના કેન્દ્રમાં આવવાથી દેશમાં વિકાસની ગંગા વહી છે તેનો લાભ બધાને મળ્યો છે. દેશમાં રસ્તાઓનું નેટવર્ક એવી રીતે બિછાઈ ગયું છે કે તમને ખબર જ નહીં પડે કે તમે ભારતમાં જ છો. આજે સ્થિતિ એવી છે કે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દસ રૂપિયા પણ વધી જાય તો કોઈને કોઈ પરેશાની ન થાય. આવનારા દિવસોમાં દેશની આર્થિક સ્થિતિ કઈ તરફ જશે તે કહી શકાતું નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે ક્યારે કરાર થશે તે કહી શકાતું નથી. ઈરાને અમેરિકાને ખરાબ રીતે ફસાવી દીધું છે. હોર્મુઝની સમસ્યા આખા વિશ્વ માટે મુશ્કેલી બની ગઈ છે. આનો માત્ર એક જ ઉપાય છે કે ઈરાન પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે. આમ પણ ઈરાન અને પાકિસ્તાનને વિશ્વના નકશામાંથી ભૂંસી નાખવા જોઈએ. આ બંને દેશો આતંકવાદની જનની છે. આ બંને દેશોના રહેતા વિશ્વમાં શાંતિ ક્યારેય સ્થાપિત થઈ શકે નહીં.

Related posts

DEFENDER JOURNEYS: TO EMBARK ON ITS THIRD EDITION FROM NOVEMBER 2024

Reporter1

ભારતઃ આધ્યાત્મિકતા,ધાર્મિક સંવાદિતા અને માનવ ચેતના માટેનું વૈશ્વિક કેન્દ્ર – નાગપુરના હરે માધવ સત્સંગ ખાતે ૧૬-૧૭ મે, ૨૦૨૬ ના રોજ એક વૈશ્વિક, વ્યાપક આધ્યાત્મિક ચર્ચા

Master Admin

પૂજ્ય મોરારી બાપુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને તેમના જન્મદિવસ પર પત્ર લખી શુભેરછા પાઠવી

Reporter1

Leave a Comment

Translate »