Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ઋતુ અનુસાર શરીરનું રક્ષણ કરવુ જોઇએ

ડૉ. શ્રીરામ વૈદ્ય

ઘરનું ખાવાનું ના મળવાને કારણે તેઓ બહારનું ખાવાનું ખાય છે તેવા લોકોને હૃદયની બીમારી થવાના ચાન્સ વધી જાય છે. અને આજની બધાની લાઈફસ્ટાઈલ એટલી બધી બદલાઈ ગઈ છે અને અવાર નવાર અનેક બીમારીઓનું નિવારણ નીકળતું જ જાય છે એટલા માટે લોકો પોતાના સ્વાસ્થ્ય પર્ત્યે બેદરકાર થઇ ગયા છે. ખાસ કરીને આજના યુવાન મિત્રો કે જેમને આજે અવનવું અને નવીન ફૂડ ખાવાનો શોખ વધારે છે તેવા લોકો અવારનવાર પોતાનો આ શોખ પૂર્ણ કરવા માટે બહાર જમી લેતા હોય છે. પણ તેઓ એ નથી જાણતા કે આ બહારનું ખાવાનું કેટલું ખતરનાક હોઈ શકે. આમ તો આ રોગો એ વૃદ્ધાવસ્થા માં વિશેષ કરીને જોવા મળે છે, પણ આગળ કહ્યુ તેમ દિનપ્રતિદિન નાની ઉમર ના વ્યક્તિઓમાં પણ વધતા જાય છે. ખાસ ખોરાક નું વિશેષ મહત્વ એટલા માટે કે શરીર નો મુખ્ય આધાર ખોરાક પર છે. માપસર નો ખોરાક, આપણા શરીર માટે જે યોગ્ય અને સારૂ છે તે જ ખોરાક લઇએ તે જરૂરી છે. શારિરીક પરિશ્રમ પુરતા પ્રમાણમાં કરીએ, અથવા કસરતો કે જીમ વિગેરે માં થોડો સમય આપીએ. માનસિક શાંતિ માટે યોગ, ધ્યાન અને પ્રાણાયામ જેવી ક્રિયાઓ નુ પાલન કરીએ. વ્યસનો તમાકૂ, આલ્કોહોલ અને અન્ય નશીલા પદાર્થો થી દૂર રહીએ, અને જો વ્યસન હોય તો તેને છોડવા માટેના તંદુરસ્ત રસ્તાઓ આયુર્વેદ પાસે છે, તેનો સહારો લઇએ.આ બધા ઉપાયો રોગ ન થાય તે માટે તો છે જ, આ ઉપરાંત રોગો થયા હોય પછી પણ આ ઉપાયો નુ ધ્યાન તો રાખવું જ. જેમકે ડાયબીટીસ માં ખોરાક ના સામાન્ય નિયમો નુ પાલન કરતા કરતા ખાંડ અને ગોળ જેવી વસ્તુ નુ સેવન બંદ કરવુ એ જરૂરી છે.

કોઇ પણ વ્યક્તિ બીમાર જ ન પડે તે રીતે જીવન જીવવું એ આયુર્વેદ બહુ સારી રીતે શીખવી શકે છે. તે માટે જે તે વ્યક્તિ ની તૈયારી જોઇએ. ઋતુ અનુસાર શરીરમાં થતા ફેરફારો મુજબ શરીર નું રક્ષણ કરવુ જોઇએ. હ્રદય અને તેની નળીઓના રોગો, કેન્સર, ડાયાબીટીસ, ફેફસા ના રોગો જેવા બિનસંક્રામક રોગો, આ બિનસંક્રામકરોગો એ ખૂબ ધીમે ધીમે થાય છે, થયા પછી ધીમે ધીમે વધતા રહે છે અને ખૂબ લાંબા સમય સુધી જે તે રોગી ને પીડા આપનારા હોય છે. અને તે રોગી ના મૃત્યુ નુ કારણ આ જ રોગો બને છે. નામ કદાચ નવુ લાગશે અને અજાણ્યુ લાગે પણ જાણીતા રોગો જ આમાં સમાવેશ થયેલા છે. જે રોગો ચેપ થી ન ફેલાય તે રોગોને આ બિનસંક્રામક રોગો માં ગણેલા છે. પણ આજે આ રોગો નુ ખૂબ વધતુ પ્રમાણ આરોગ્યક્ષેત્રે ચિંતાનુ પ્રમુખ કારણ બન્યુ છે. આ રોગો થી ડરવાની નહિ, સામનો કરવાની જરૂર છે. આજે ચાહે ગમે તેટલા ફેલાયેલ હોય પણ વિચાર અને વિવેક પૂર્વક નુ વર્તન અને સ્વાસ્થ્ય નુ ધ્યાન રાખીશુ તો આ રોગો થી બચવું સહેલુ જ છે.

આપણા લોહીમાં રહેલ જેરીલા પદાર્થનું પ્રમાણ વધારે છે. ધીરે ધીરે આ જેરીલા પદાર્થ એ લોહીમાં લાંબા સમય પછી આના લીધે નળીમાં બ્લોકેજ થવાનું શરુ થાય છે. આજ કારણથી હૃદય સુધી લોહી બરોબર પહોચતું નથી અને તેના કારણે હાર્ટએટેક થવાના ચાન્સ વધી જાય છે. આ રોગો નુ કૂદકે અને ભૂસકે પ્રમાણ વધી રહ્યુ છે. દુનિયામાં થનાર કુલ મૃત્યુ માંથી ૬૦% મૃત્યુ નું કારણ આ રોગો છે. એ સિવાય દુનિયાની બહુ મોટી વસ્તી તેનાથી પીડાઇ રહી છે. આંકડાઓ ની સંખ્યા રોજદરોજ વધી રહી છે. આ રોગ થવાની ઉંમર રોજ ઘટતી જાય છે. ત્રીસ વર્ષની ઉંમર માં હ્રદય રોગનો હુમલો થવો, નાના બાળકો માં ડાયાબીટીસ કે કેન્સર જેવા રોગો આજે સામાન્ય થઇ પડ્યુ છે. અને બીજુ અગત્યનુ કારણ એ છે કે, આ રોગો એક વાર થયા પછી સંપૂર્ણ નાબુદ થઇ જાય તેવી કારગર સારવાર હજુ ખૂટે છે. લાંબા સમય કદાચ જીવનપર્યંત ચાલુ રાખવી પડતી દવાઓ, વિવિધ ઓપરેશનો અને જાતભાતની પરેજીઓ નુ લાંબુ લીસ્ટ થી દર્દી કંટાળીને સારવાર છોડી દે છે, અથવા ફરી અનિયમીત બને છે. જેના પરિણામે તેના આયુષ્ય ના દિવસોમાં ઘટાડો થાય છે.બિનસંક્રામક રોગ થવાના કારણો : અયોગ્ય અને બિનસ્વાસ્થ્યપ્રદ આહાર,આલ્કોહોલ અને અન્ય નશીલા પદાર્થો નું સેવન, તમાકુ અને તેના ઉત્પાદનો નો ઉપયોગ,શારિરીક કાર્યો નો અભાવ. ઉપર દર્શાવેલ કારણો અને અન્ય માનસિક કારણો ના લીધે આજે વૃદ્ધાવસ્થા જ વહેલી આવે છે, અને બીજુ અગત્યનુ કારણ લોકો ની બગડતી જતી લાઈફ સ્ટાઇલ. આ યુગ એ વૈશ્વીકરણ નો યુગ છે. સેકન્ડ કાંટા થી પણ વધુ ઝડપથી દોડતા લોકો, કામકાજ નો અતિશય બોજ અને શરીર ને સાચવવાનો ઓછો સમય એ પ્રમુખ કારણ કહી શકાય. ખોરાક અનિયમિત અને અયોગ્ય બન્યા છે, દૂષિત અને અખાદ્ય વસ્તુઓ જાણ્યે અજાણ્યે આપણા પેટમાં નાંખીએ છીએ. સતત માનસિક તાણ અને ચિંતા થી આ બધા પરિબળો મન ની સાથે શરીર ને વધુ અસરકર્તા બને છે.

આ બધાના કારણે અંતે વજન અને સ્થૂળતાર્-હ્વીજૈંઅ વધે, બ્લડ પ્રેશર માં વધારો, કોલેસ્ટેરોલ માં વધારો જેવા લક્ષણો થી શરૂઆત થાય છે. હૃદયની નળીઓમાં અવરોધ આવવાના મુખ્ય કારણોમાં નળીની અંદર ધાતુગત આમ અથવા તો કોલેસ્ટરોલ ભરાઈ જવાથી કે લોહી ઘાટું થવાથી નળી સાંકડી થઇ જવી એ મુખ્ય છે. આથી દહીં, શિખંડ, ઘી, માખણ, મીઠાઈ, ચીઝ, પનીર, માંસાહાર અને તળેલ તમામ પદાર્થો બંધ કરી દેવા જોઇએ. નળી સાંકડી થવાનું બીજું કારણ છે વાયુ. હૃદય પ્રદેશમાં વાયુ વધી જવાથી, વધુ પડતી ચિંતા કરવાથી કે ટેન્શનવાળો સ્વભાવ રાખવાથી વાયુના કારણે લોહીનું વહન કરનારી નળી સૂકાઈ – સંકોચાઈને સાંકડી થાય છે. આવી સ્થિતિમાં તમામ પ્રકારના સ્નિગ્ધ પદાર્થો બંધ કરાવવા વાજબી નથી. આમ, આ બધા રોગોમાં આજીવન સારવાર યોગ્ય અને નિયમીત લેવી જરૂરી છે. નાની ઉંમરના દર્દીને ઘણી વાર આ રીત ને રોજ સારવાર લેવાથી કંટાળો આવી શકે છે, ઘણી વાર આર્થિક પ્રશ્નો ના લીધે પણ યોગ્ય સારવાર લેવામાં તકલીફ પડે છે. વળી જેમ આ રોગો જૂના થતા જાય તેમ દવાઓની અસર તેના પર જાણે ઓછી થતી હોય તે રીતે વારંવાર દવાઓના ડોઝ પણ વધારવા પડે છે, જેનાથી પણ દર્દી ઘણી વાર હતાશા અનુભવે છે.

તો આયુર્વેદ આ બધી પરિસ્થિતી માં કઇ રીતે મદદરૂપ થઇ શકે છે, શું આયુર્વેદ થી આ રોગો મટવા શક્ય છે, કે કાબૂ માં લાવી શકાય છે, ઘણા લોકો ને એ પણ સવાલ થાય કે આ રોગો થયા પછી આયુર્વેદ શું કરી શકે, આયુર્વેદ ના નિષ્ણાંત પાસે યોગ્ય આયુર્વેદ નિદાન કરીને સારવાર લેવાથી આ રોગો ચોક્કસ કાબૂમાં આવે છે. આયુર્વેદ નો ચિકિત્સાનો સિદ્ધાંત એ છે કે રોગી ની તાસીર અનુસાર ની દવા આપવી. જે દરેક રોગો મુજબ અલગ અલગ હોય છે. તેથી પહેલી જરૂરીયાત છે, નિષ્ણાંત આયુર્વેદની, બીજી તે આયુર્વેદ ની પદ્ધતિ મુજબ યોગ્ય નિદાન કરે અને ત્રીજી જરૂરી બાબત છે યોગ્ય દવાઓ. આ બિનસંક્રામક રોગ પૈકી એક પણ એવો રોગ નથી જેની ઘેર બેઠા સારવાર કરી શકાય, અને કરવી પણ નહિ. આ ડરાવવા માટે નહિ, આપના સ્વાસ્થ્ય અને આયુષ્ય ના હિત માટે કહેવામાં આવે છે. આયુર્વેદ મુજબ નિદાન કરીએ પછી જ આ ચોક્કસપણે કહી શકાય. ડાયાબીટીસ નો કોઇ દર્દીએ આયુર્વેદ નિદાન મુજબ પ્રમેહ નો જ દર્દી હોય તેવુ જરૂરી નથી. તેની તાસીર, રોગના લક્ષણો વિ. જોઇને તેનો રોગ નક્કી કરવો જોઇએ, પછી જ મટે કે ના મટે તે કહેવુ જોઇએ. કોઇ પણ રોગ એક વર્ષ થી વધુ જૂનો થાય એટલે તે મટવો અધરો બને તેવુ તો આયુર્વેદ પણ કહે છે. અને આ રોગો માં મોટા ભાગના રોગો એવા છે જે દવાઓથી કાબૂ માં રહે, બિલ્કુલ ના પણ મટે. પણ આયુર્વેદ ની દવાઓ આ બધા રોગોમાં ૧૦૦% અક્સીર છે જ એ વાત પર કોઇ શંકા નથી.

રોગ અને રોગી મુજબ આયુર્વેદ માં અઢળક દવાઓ છે અને દર્દી નુ પરિક્ષણ કર્યા સિવાય એ દવાઓ લેવી હિતાવહ નથી. આયુર્વેદ નિષ્ણાંત ની સલાહ લેવી જરૂરી છે. આયુર્વેદીય વિજ્ઞાનથી સમજીએ તો પ્રમેહ એ વાયુ નો રોગ છે, કડવો રસ એ વાયુ ને વધારે છે તો ડાયાબીટીસ માં વાયુ વધારે હોય ત્યારે જો કડવા રસ વાળી ચીજો વધુ લેવાથી વાયુ વધી શકે છે. આ જ રીતે અન્ય રોગ અને અન્ય દવા વિશે સમજી શકાય.

સાંધા લૂખા પડી જવાનું, સાંધાની વચ્ચે જગ્યા વધવાનું, કારણ પણ વાયુની વૃદ્ધિ જ હોય છે કેમ કે જરૂર પૂરતું પણ ઓઇલીતત્ત્વ સાંધામાં ઉમેરાતું નથી. રોજિંદા ખોરાકમાં લસણ લેવું તમારા માટે સારૂં છે. લસણ હૃદય માટે તો હિતકર છે જ. એના સેવનથી કોલેસ્ટરોલ ઘટે છે અને લસણ પોતે પરમ વાતશામક હોવાથી સાંધાના દુખાવામાં પણ ઉપયોગી થઇ શકે છે. હૃદયની નળીઓમાં બ્લોકેજ ક્રમશઃ ઘટે એ માટે ઉપચાર – પ્રભાકરવટી બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી. તેનાથી હૃદયરોગનો એટેક થવાની શક્યતા ઘટે છે. અર્જુન ચૂર્ણ બે ગ્રામ સવાર સાંજ પાણી સાથે ફાકવું. અનુકૂળ આવે એમણે અર્જુન ક્ષીરપાક પણ લેવો જોઇએ. અહીં સૂચવેલ ઔષધો જો નિયમિત લેવામાં આવે તો બાયપાસ ની ઝંઝટમાંથી દરદી બહાર નીકળી જાય છે. ત્રિફલા ગૂગળ, આરોગ્ય વર્ધિની વટી, તથા ગોમૂત્ર હરીતકીની બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીમાં વધેલું કોલેસ્ટરોલ ઘટે છે. અને લોહીમાં રહેલી ચીકાશ કે ચરબીના અંશો ઓછા થવાથી નળીઓ ધીમે ધીમે ખૂલવા લાગે છે. એસિડિટી કે અમ્લપિત્તની તકલીફ ન હોય એવા લોકો ચાર ચમચી અર્જુનારિષ્ટમાં એટલું જ પાણી મેળવીને જમ્યા બાદ પીવાનું રાખે તો એટેકની શક્યતા ઘટે છે.

એક ખાસ ઔષધઃ આ દવા બનાવવા માટે ૧૫ લીંબુ, ૪૦૦ ગ્રામ ઘઉં, ૧૨ કળી લસણ, ૪૦૦ ગ્રામ અખરોટ અને એક કિલો મધ આટલી વસ્તુઓ સૌપ્રથમ તૈયાર કરી લેવી. હવે જોઈએ કેવી રીતે બનાવશો આ દવા. સૌથી પહેલા એક સાફ વાસણમાં ચોખ્ખા પાણીમાં પલાળવા, ૧૦ થી ૧૨ કલાક પછી એ ઘઉંને બરાબર ધોઈને પાણી નીતારી લો. એક દિવસ પછી જયારે ઘઉંમાં જયારે અંકુર ફૂટે ત્યારે એમાં લસણ, અખરોટ અને ૫ લીંબુ જે છાલ સાથે હોવા જોઈએ આ બધું મીક્ષરમાં ક્રશ કરી લો. પેસ્ટ તૈયાર થઇ જાય આમાં બચેલા ૧૦ લીંબુના રસને ઉમેરો અને તેમાં મધ પણ મિક્સ કરી દો. આ મિશ્રણને કાચની બરણીમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દો. આ દવાનું નિયમિત સેવન કરવાથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની હૃદયની બીમારી થતી નથી. આ દવાની સૌથી સારી વાત એ છે કે આ દવા એ કોઈપણ લઇ શકે છે જેને હૃદયની તકલીફ હોય એ તો આ દવા ખાસ લેવાનું રાખે પણ જેને હ્રદયની કોઈપણ બીમારી નથી તેઓ પણ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની તકલીફ ના થાય તેના માટે તેવો પણ આ દવાનો ઉપયોગ કરી શકે છે. આ દવા એ બીપી પણ કંટ્રોલમાં રાખે છે. કોઈપણ પ્રકારના ઇન્ફેકશનને શરીરમાં ફેલાવા દેતી નથી. આ દવાનું નિયમિત સેવન કરવાથી લીવર પણ સાફ થતું રહે છે. હાર્ટ ફેઈલ થવાના ચાન્સ એકદમ નહીવત્ત થઇ જાય છે. આ દવા ઘણા હાર્ટના ડોકટરોએ પણ અજમાવી છે. આ દવાએ ઘરગથ્થું વસ્તુઓથી જ બને છે એટલે શરીરને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી. હવે આ દવાનો ઉપયોગ કેવી રીતે કરશો. જયારે પણ તમે જમવા બેસો તેના અડધા કલાક પહેલા દિવસમાં ૩ વાર આ દવાનો ઉપયોગ કરવો. આ ઘરગથ્થું દવા એ તમારી દરેક નસો ખોલી નાખશે આની સાથે તે તમારા હૃદયના બ્લોકેજ ખુલી જશે. આ દવાના નિયમિત ઉપયોગથી તમને તમારા શરીરમાં પોઝીટીવ એનર્જી મળશે. હૃદયનું રક્ષણ કરનારી તથા એટેક આવતો અટકાવનારી અને બાયપાસ સર્જરીની ઝંઝટમાંથી બચાવનારી શ્રેષ્ઠ દવા છે – જવાહર મોહરા ગૂટી. સવાર સાંજ એક એક ગોળી ચાવી જઇને ઉપર પાણી પીવાથી માનવામાં ન આવે એવા પરિણામો મળે છે.. હૃદય રોગ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલમાં પણ રાહત રહેશે. આ દવાથી શરીરમાં કોઈપણ જગ્યાએ જો ટ્યુમર હશે તો તેની પણ અસર ઓછી થઇ જશે. બ્લડપ્રેશર હાઈ ન હોય એવા હૃદયરોગના દરદી માટે બૃહદ્‌ વાત ચિંતામણિ રસ પણ એક ઉત્તમ ઔષધ છે.

Related posts

Gujarat’s Rich Culture and Flavors Inspire Creativity, Says Tatiana Navka Ahead of Her India Tour

Reporter1

પ્રાચિન જાવાનીઝ સભ્યતા અને રામાયણી સનાતની દેશ ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી ૯૪૧મી રામકથાનો મંગલ પ્રારંભ

Reporter1

સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી

Reporter1

Leave a Comment

Translate »