Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એક ઝટકામાં રોકાણકારોના ૫ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

શેરબજારમાં ભૂકંપ, ૧૩૦૦ પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ

અમેરિકા, ઈઝરાયલ, ઈરાન યુદ્ધની અસર હજુ પણ ભારતીય શેર માર્કેટ પર જોવા મળી રહી છે અને સતત માર્કેટ ગગડી રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ માર્ચ ૨૦૨૬ — અમેરિકા, ઈઝરાયલ, ઈરાન યુદ્ધની અસર હજુ પણ ભારતીય શેર માર્કેટ પર જોવા મળી રહી છે અને સતત માર્કેટ ગગડી રહ્યું છે. યુદ્ધ પહેલા એટલે કે ૨૭ ફેબ્રુઆરીએ BSE સેન્સેક્સ ૮૧,૨૮૭.૧૯ પોઇન્ટ હતો, જે આજે (૧૧ માર્ચે) ૭૬,૮૬૩.૭૧ પર પહોંચી ગયો છે. એટલે ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થાય બાદ મ્જીઈ સેન્સેક્સમાં ૪,૪૨૩.૪૮નો જબરદસ્ત ઘટાડો થયો છે. આજે બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત લગભગ સપાટ જોવા મળી હતી. આજે પણ સેન્સેક્સમાં ૧૫૦૦થી વધુ પોઇન્ટની તો નિફ્ટીમાં ૪૫૦થી વધુ પોઇન્ટની ઉથલ-પાથલ જોવા મળી છે. આ કારણે રોકાણકારોના પાંચ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.

BSE સેન્સેક્સની વાત કરીએ તો ગઈકાલે માર્કેટ ૭૮,૨૦૫.૯૮ પોઇન્ટ પર બંધ થયા બાદ આજે સવારે ૭૮,૨૩૮.૯૧ પોઇન્ટ પર ખુલ્યું હતું. ત્યારબાદ શરૂઆતથી લઈને દિવસના અંત સુધી ૭૬,૭૫૯.૨૬થી ૭૮,૩૨૪.૩૭ સુધીની ઉથલ-પાથલ જોવા મળી હતી. એટલે દિવસ દરમિયાન તેમાં રૂ.૧,૫૬૫.૧૧ પોઇન્ટની ઉથલ-પાથલ જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ ૧,૩૪૨.૨૭ (-૧.૭૨%) પોઇન્ટના ઘટાડા સાથે ૭૬,૮૬૩.૭૧ પર બંધ થયું છે.

જ્યારે નિફ્ટી ૫૦ ગઈકાલે ૨૪,૨૬૧.૬૦ પોઇન્ટ પર બંધ થયા બાદ આજે દિવસ દરમિયાન તેમાં ૨૩,૮૩૪.૩૦થી ૨૪,૨૯૯.૦૦ પોઇન્ટ સુધીનો ટ્રેડ જોવા મળ્યો હતો. એટલે કે તેમાં દિવસ દરમિયાન ૪૬૪.૭ પોઇન્ટની ઉથલપાથલ જોવા મળી હતી. છેવટે દિવસના અંતે તે ૩૯૪.૭૫ (૧.૬૩%) ઘટાડા સાથે ૨૩,૮૬૬.૮૫ બંધ થયો હતો. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ૧૨ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે આ સમયગાળામાં માત્ર ભારત જ નહીં અનેક દેશોના શેર માર્કેટમાં ધરખમ ઘટાડો થયો છે.

આજના શેર માર્કેટમાં સૌથી વધુ બૅન્કિંગ અને ફાયનાન્સિયલ શેરોમાં દબાણ જોવા મળ્યું છે. નિફ્ટી બૅંક ઇન્ડેક્સ બે ટકાથી વધુ તૂટીને ૫૫,૭૩૫ના સ્તર પર બંધ થયું છે. એક્સિસ બૅન્કમાં લગભગ ૪.૬ ટકાનો, બજાજ ફાયનાન્સમાં લગભગ ૪.૯ ટકાનો ઘટાડો થયો છે. તો કોટક બૅંક, એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ જેવા મોટા બૅન્કિંગ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. માર્કેટમાં બૅન્કિંગ સેક્ટરનો હિસ્સો મોટો હોવાથી તેની અસર ઇન્ડેક્સ પર જોવા મળી છે.

આજે ઑટો શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ લગભગ ત્રણ ટકાથી વધુ ઘટ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં લગભગ પાંચ ટકાનો તો બજાજ ઑટો અને મારૂતિ સુઝિકીના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ સેક્ટરમાં વેચવાલી વધતા માર્કેટની ધારણાને નબળી પાડી દીધી છે.

Related posts

Celebrate More This Festive Season: Marriott Bonvoy Unlocks Rewards with HDFC Bank and Flipkart 

Reporter1

Prometheus Business League concludes with grand closing ceremony

Reporter1

POVA 8 ભારતમાં લોન્ચ: કૂલ ડિઝાઇન, Alive Matrix Display અને 8000mAh પાવર

Master Admin

Leave a Comment

Translate »