Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

એક સરખામણી…. ‘સંસ્કારો ના નિરુપણની…!!’ ’માનવજાત અને મચ્છરો માં…!!!’

અનંતનો નિર્મલાનંદ-૭૫”
અનંત દવે ‘ઢ ’ (અમદાવાદ)

=======================

આમ તો… વિજ્ઞાન એવું કહે છે…. કે… સામાન્ય સંજોગો માં મચ્છર નું આયુષ્ય…. બે થી ત્રણ અઠવાડિયા નું જ હોય છે…!!!
પણ… જો એને હૃષ્ટપૃષ્ટ માનવ મહેરામણ મળે…
સારા કે સડેલા ફળફળાદી અને…
પર્યાપ્ત અવસ્થા માં ખાબોચીયામાં ભરાયેલ પાણી મળી રહે…!!!
તો… આ એક મચ્છર નું આયુષ્ય છ થી આઠ અઠવાડિઆ સુધી માનવજાત ને હેરાન કરી શકે છે…!!!
મારી જીવનયાત્રા દરમ્યાન વર્ષો સુધી મચ્છર નો ગહનતા પૂર્વક અભ્યાસ કરવાનો અસફળ પ્રયત્ન કર્યો છે….!!!
આપ નહીં માનો…. પણ… હું હંમેશા એમાં કાચો પડ્યો છું…!!!
એ મચ્છર ક્યારેક…
વરસાદ પછી દેખાય…!!!
તો ક્યારેક દિવાળી પછી…!!!
તો ક્યારેક ફેબ્રુઆરી માર્ચ માં દેખાય…
તો ક્યારેક આખું વર્ષ ફોલી ખાય…
પણ… વડિલો આપણને એમ સાંત્વન આપી… કહેતા રહ્યા છે…. કે…
હોળી પ્રગટે પછી મચ્છર જતા રહેશે…!!!
પણ…મેં તો…ક્યારેક દિવાળી ના દિવા પ્રગટે… ત્યાં સુધી …છઙ્મઙ્મર્ ેં કરવું પડેલ છે… કે કાચબો સળગાવવો પડે… કે ODOMOS  લગાવવું પડે… કે મચ્છરદાની કે HITના સહારે સુવું પડ્યા ના અસંખ્ય દાખલા બનેલા છે..બોલો …!!!
“આ મચ્છરનો કોઈ ભરોસો થાય જ નહીં… બોલો…!!!”
તમે નહીં માનો… મને…સાલુ મનમાં ને મનમાં… એમ થયા કરે…
કે… આ મચ્છર ને માનવજાત ને બટકા ભરવાનું…
કે… અને પછી જો માનવજાત મારવા માટે ચેતી ને કે ચમકી ને હાથ ઉગામે તો… આબાદ રીતે ગરકી ને સરકી જવામાં આટલી કાબેલીયત કેવી રીતે આવતી હશે…!!!
આ મચ્છર ના માબાપ… આવડા ટીડુકડા મચ્છર ને આટલી નાની જીંદગીમાં આ રીતે જ જીવવાનું છે… એ કેવી રીતે શીખવાડી દેતા હશે..!!??
અહીં વાત એ નથી…!!!???
મુળ મુદ્દા ની વાત એવી છે કે… મારા માબાપ ને મને સમજણો કરતા કરતા વર્ષો નીકળી ગયા…!!!
( હું સમજણો થયો કે ન થયો… એ હજુ સીતેર વર્ષે… પણ… મને કે ઘરનાને સ્પષ્ટ નથી…!!!)
પણ… આ મચ્છર ના માબાપ મચ્છર ને એના જનમ ના થોડા કલાકો માં જ શીખવાડી દે છે…કે…
“જો આ બે પગવાળી માનવજાત… છે..ને..!!! એ દરેકમાં આપણા માટેનો જીવનપર્યંત નો ખોરાક ઠાંસી ઠાંસી ને ભર્યો છે..!!!”
અને જો આ તારી નાક આગળ ની સૂંઢ છે..ને…?? એને.. એના શરીર ના કોઇપણ ભાગની ચામડીમાં ઘુસાડી…બટકું ભરી ને… એનું લાલ ચટક કલરનું લોહી… પેટભરી ને ચુસી લેવું…!!!
અને… જો એ માનવજાત આપણી આ પ્રક્રિયા દરમિયાન… દુખની મારી સળવળે તો તરતજ… આપણી સૂંઢ કાઢી…ત્યાંથી સટાક દઇ ને… પલાયન થઈ જવુ… અને પછી… એના શરીર ના બીજા ભાગમાં જઇ બટકા ભરીને લોહી ચુસી લેવું…!!!
અને..
“તેમ છતાં આ માનવજાત આપણને લોહી ન પીવા દે તો… તમ તમારે… બીજો માણસ શોધી લેવો… આ જગતમાં માણસોની કોઇ કમી નથી…!!..હોં..બેટા..!!”
પાછું આ મચ્છરો એટલા ચતુર બનાવી દીધા હોય છે…કે…
રાત્રે સુતી વખતે… આપણે મચ્છર ના ડંખ થી બચવા અંદર સમાઇ જઇએ તેવી ઓઢવા માટે સોલાપુર ની છ ફૂટ લાંબી ચાદરો લાવીએ… તેમ છતાં પણ… ઉંઘ માં જો આપણો ટાંગો થોડો પણ બહાર નીકળી જાય… તો… એ… આપણને ખબર પડે… તે પહેલા…મચ્છર ને ખબર પડી જાય…!!!
અને ચાદરમાંથી બહાર નીકળેલા પગ ને ત્રણ ચાર મચ્છરો ની જમાત ભેગા થઇ ફોલી ખાય… અને એને દુર કરવામાં આપણી મીઠી ઉંઘ નો સાવ સત્યાનાશ થઈ જાય…એ વધારામાં…!!!
હું આપને શું કહું…!!!બાળમચ્છરો ને એના માબાપે આવું બધું શીખવાડીને.. માનવજાત સામે લેવા દેવા વગરની જિંદગીભર ની દુશ્મની વ્હોરી લીધી…!!!
એટલે પછી…
માનવજાતે પહેલા મચ્છરો સામે અહિંસક આંદોલન નો રસ્તો અપનાવી… મચ્છરદાની માં સુવાનું શરું કર્યું…!!!
પછી ના છુટકે… માનવજાતે આ મચ્છરો ના ત્રાસ થી બચવા પહેલા DDT ના પંપ… પછી.. કાચબા અગરબતી… પછી.. ALL OUT… પછી.. HIT જેવા મચ્છરનાશક ઘાતક હથિયારો શોધવાની જરુર પડી…!!!
બાકી આપણે રસ્તે ચાલી જતા કીડી મકોડા ને અમથા અમથા ક્યાં મારી નાખીએ છીએ…!!! એ આખું વિશ્વ જાણે છે…!!!
આ છે…આપણાં અને મચ્છરો ના સંસ્કાર માં ફરક…!!!
“આ લેખ વાંચી ને એવું જરાય ન માનતા કે અનંત દવે ’ઢ’ ના ઘરમાં સ્વચ્છતા પર્યાપ્ત માત્રામાં જળવાતી નહીં હોય…!!!”

Related posts

ભારતીય રૂપિયામાં ઐતિહાસિક નીચા સ્તરેઃ શેરબજારમાં તીવ્ર ઘટાડો – પશ્ચિમ એશિયા કટોકટી, વૈશ્વિક બજારમાં ઉથલપાથલ, અને ભારતની આર્થિક કસોટી

Master Admin

વસ્તી ગણતરીના નામે સાયબર હુમલા અને ડિજિટલ છેતરપિંડી વધી રહી છે.

Master Admin

અમેરિકા-ઈરાન તણાવઃ સમાધાન અને યુદ્ધ વચ્ચે ભડકતું વિશ્વ, ટ્રમ્પની બદલાતી વ્યૂહરચના, અને વૈશ્વિક ભૂરાજનીતિમાં એક નવું સંકટ

Master Admin

Leave a Comment

Translate »