Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

કેપ્ટનશીપ તો દૂરની વાત, શુભમન ગિલ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા પણ નથી

ગિલને લઈને આકાશ ચોપરાનું મોટું નિવેદન

ગિલને તાજેતરમાં યોજાયેલા ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો : ભૂતપૂર્વ ક્રિકેટર

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૨ માર્ચ ૨૦૨૬ — ટીમ ઈન્ડિયાએ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. વર્લ્ડ કપ પૂરો થયા બાદ ક્રિકેટ એક્સપર્ટ આકાશ ચોપરાએ યુવા શુભમન ગિલને લઈને મોટો દાવો કર્યો છે. તેમના મતે હવે શુભમન ગિલ માટે ટી૨૦ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.

ટીમમાં તેમની જગ્યા બની રહી નથી. ટી૨૦ વર્લ્ડ કપ પહેલા તેમના ખરાબ પ્રદર્શનને જોતા તેમને ટીમની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. તેમની જગ્યાએ ટીમમાં ઈશાન કિશનની એન્ટ્રી થઈ છે, જે હાલમાં આઈસીસી રેન્કિંગમાં બીજા નંબરનો બેટ્‌સમેન છે.

આકાશ ચોપરા પોતાના બેબાક અભિપ્રાય અને ક્રિકેટ એક્સપર્ટાઈઝ માટે જાણીતા છે. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર શુભમન ગિલ વિશે વાત કરતા કહ્યું કે શુભમન ગિલ માટે હવે ઘણું મુશ્કેલ થવાનું છે. ટીમ ઈન્ડિયાની વિચારધારા એવી હતી કે તેમને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવે, પરંતુ એવું થઈ શક્યું નહીં. હવે તેમને ટી૨૦ની કેપ્ટનશીપ મળવાની તો રહી, પણ અત્યારે તો ટીમમાં જગ્યા બનાવવી પણ મુશ્કેલ દેખાઈ રહી છે. ટીમ ઈન્ડિયા સતત મેચોમાં ૨૫૦ રનનો સ્કોર બનાવી રહી છે.
ગિલ પોતાની જાતને અપડેટ કરી શકે છે અને બદલી શકે છે, પરંતુ એવું ન થાય કે આ ચક્કરમાં આપણેબેસ્ટ બેટ્‌સમેન’ શુભમન ગિલને ખોઈ બેસીએ. ગિલ વનડેમાં એક મહાન ખેલાડી બની શકે છે, જે આપણે ગુમાવવો જોઈએ નહીં.”

શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની ટી૨૦ ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. સૂર્યકુમાર યાદવ પછી ટીમ મેનેજમેન્ટ તેને કેપ્ટનશીપ આપવા માંગતું હતું, પરંતુ ગિલનું ફોર્મ આમાં અવરોધ ઉભો કરતું હતું. ટી૨૦ ટીમમાં પાછા ફર્યા પછી, ઝડપી રન બનાવવાના પ્રયાસમાં તેણે પોતાનું ફોર્મ ગુમાવ્યું, અને તેને ટી૨૦ વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. તેણે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે ૩૬ ટી૨૦ મેચ રમી છે, જેમાં તેણે ૨૮.૦૩ ની સરેરાશ અને ૧૩૮ ના સ્ટ્રાઈક રેટથી ૮૬૯ રન બનાવ્યા છે. આઈપીએલ ૨૦૨૬ ટીમ ઈન્ડિયામાં તેની વાપસીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

Related posts

પાકિસ્તાનની મુશ્કેલી વધી, વધુ એક મેચ કેન્સલ થવાની ભીતિ

Master Admin

Indian Racing Festival Round 1 Roars to Life at MIC with Top Global and Local Drivers on the grid

Reporter1

અમદાવાદ ખાતે “ટોપ ચેમ્પિયનશ લીગ” TCL ની 17મી સીઝનમાં જોવા મળ્યું વુમેન ક્રિકેટ ટેલેન્ટ

Master Admin

Leave a Comment

Translate »