Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં એક જનસભાને સંબોધિત કરી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વાતાવરણ બદલાયેલો છે, લોકોનો મિજાજ બદલાયેલો છે અને આખા કેરળમાં પરિવર્તનની ભાવના જોવા મળી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ એપ્રિલ ૨૦૨૬ –– કેરળમાં અત્યારે પૂરેપૂરો ચૂંટણીનો માહોલ જામ્યો છે. અહીંની જનતા ૯ એપ્રિલના રોજ મતદાન કરશે અને પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણી રેલીઓના નારા આખા પ્રદેશમાં સંભળાઈ રહ્યા છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં એક જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમણે કહ્યું કે, કેરળમાં આ વખતે બદલાવ નક્કી છે અને ન્ડ્ઢહ્લ સરકારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમણે યુદ્ધ વચ્ચે નિવેદનબાજી કરવા બદલ કોંગ્રેસ અને તેના સહયોગીઓને ચેતવણી પણ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં લોકોની હાજરી દ્ગડ્ઢછ૨ પ્રત્યે જનતાના વિશ્વાસને દર્શાવે છે. તેમણે ખાસ કરીને માતાઓ અને બહેનોના સમર્થનને સ્નેહ અને વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું. વડાપ્રધાને કહ્યું કે, તેમને કેરળની ચૂંટણીને નજીકથી જોવાની તક મળી છે. તેઓ પહેલા પણ આ રાજ્યમાં આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે માહોલ અલગ દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, વાતાવરણ બદલાયેલો છે, લોકોનો મિજાજ બદલાયેલો છે અને આખા કેરળમાં પરિવર્તનની ભાવના જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદીએ દાવો કર્યો છે કે, કેરળમાં હવે મોટું રાજકીય પરિવર્તન થવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ૯ એપ્રિલના રોજ મતદાન અને ૪ મેના રોજ પરિણામોની જાહેરાત સાથે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વડાપ્રધાને કહ્યું છે કે, ન્ડ્ઢહ્લ સરકાર માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને પહેલીવાર ભાજપ અને દ્ગડ્ઢછની સરકાર બનવા જઈ રહી છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને તેના સહયોગીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, કેટલાક નેતાઓ એવા નિવેદનો આપી રહ્યા છે, જે ખાડી દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે ખતરો બની શકે છે.
વડાપ્રધાને કહ્યું કે, લાખો ભારતીયો ખાડી દેશોમાં કામ કરે છે અને ત્યાંની સરકારો તેમને પોતાના પરિવારની જેમ માને છે. આ વિશ્વાસ ભારતના સારા સંબંધોને કારણે બન્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, અત્યારે એવી વાતો ન કરવી જોઈએ જેનાથી ત્યાંના લોકોમાં અવિશ્વાસ પેદા થાય. રાજનીતિ પોતાની જગ્યાએ છે, ચૂંટણી તો આવતી-જતી રહેશે, પરંતુ મારા માટે કેરળના લોકોની સુરક્ષા સૌથી મોટું કામ છે અને હું તેના માટે પ્રતિબદ્ધ છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્ડ્ઢહ્લ અને ેંડ્ઢહ્લ પર સીધો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ પાર્ટીઓ જૂઠ ફેલાવવામાં માહિર થઈ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષે અનેક મુદ્દાઓ પર લોકોને ગેરમાર્ગે દોર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષે કેરળ ફાઇલ્સ, કાશ્મીર ફાઇલ્સ અને ધુરંધર જેવી ફિલ્મોને જુઠાણું ગણાવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું કે, હવે એ જ પાર્ટીઓ હ્લઝ્રઇછ અને ેંઝ્રઝ્ર જેવા મુદ્દાઓ પર પણ ખોટી માહિતી ફેલાવી રહી છે.

વડાપ્રધાન કેરલમમાં સબરીમલા મંદિરના વિવાદ મુદ્દે પણ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘લેફ્ટ અને કોંગ્રેસ કેરલમની મહાન સંસ્કૃતિ અને આસ્થા મુદ્દે ભ્રષ્ટાચાર અને તૃષ્ટીકરણનો ખેલ રમીને સબરીમાલા તીર્થને બદનામ કરવાનો પ્રયાસ રચ્યો હતો અને હવે તેઓ માટે આ તીર્થ લૂંટનો અડ્ડો બની ગયો છે. સબરીમાલામાં જે થયું તે એક ષડયંત્ર હતું. ન્ડ્ઢહ્લ સરકારમાં સબરીમાલામાં ચોરી થઈ અને તેનું કનેક્શન કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ જ કારણે એલડીએફ સરકાર ચોરીની તપાસ સીબીઆઈને સોંપી રહી નથી.’

Related posts

અનંત ભાઈ અંબાણીની પરોપકારી તેમના લગ્ન પહેલા ચમકે છે– વંચિતો માટે સમૂહ લગ્નથી લઈને ઉદાર કોમન ભંડારા સુધી!

Reporter1

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : ૨૪૨ વેબસાઇટ બ્લોક

Master Admin

ચુપા ચુપ્સે લૉન્ચ કરી ‘ક્રેઝી રાફ’ – એક લાંબી, વળાંકવાળી અને મજેદાર જેલી, જે સ્નેકિંગનો આનંદ ફરીથી જગાવશે

Master Admin

Leave a Comment

Translate »