Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢીશું : શાહ

અમિત શાહના TMC પર આકરા પ્રહાર

આસામમાં ભાજપ સરકાર આવ્યા બાદ ઘૂસણખોરીનો અંત આવ્યો છે, હવે બંગાળ જ એકમાત્ર રસ્તો બચ્યો છે : અમિત શાહ

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૨૮ માર્ચ ૨૦૨૬ — કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. શાહે TMC ૧૫ વર્ષના શાસનને અરાજકતાનો કાળો અધ્યાય ગણાવતા જનતાની ચાર્જશીટ જાહેર કરી હતી. શાહે સ્પષ્ટ કર્યું છે કે, ૬ મેના રોજ બંગાળમાં ભાજપની સરકાર બનતાની સાથે જ ઘૂસણખોરી અને ભ્રષ્ટાચારના દિવસો પૂરા થઈ જશે.

અમિત શાહે ઘૂસણખોરીના મુદ્દે મમતા બેનર્જીને સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે, “મમતાજીને કહેવા માગું છું કે, જેટલું રડવું હોય એટલું રડી લો. અમે વીણી-વીણીને એક-એક ઘૂસણખોરને માત્ર મતદાર યાદીમાંથી જ નહીં, પરંતુ દેશની બહાર કાઢીશું.”
તેમણે આસામ મોડલનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ત્યાં ભાજપ સરકાર આવ્યા બાદ ઘૂસણખોરી સમાપ્ત થઈ ગઈ છે. હવે બંગાળ જ એકમાત્ર રસ્તો છે જ્યાંથી ઘૂસણખોરો દેશની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યા છે. શાહે વાયદો કર્યો કે ભાજપ સરકાર બન્યાના ૪૫ દિવસમાં સરહદ પર ફેન્સિંગ વાડ કરવા માટે જમીન ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે અને સરહદ સંપૂર્ણપણે સીલ કરી દેવાશે.

શાહે આ ચૂંટણીને જનતા માટે મુક્તિની ચૂંટણી ગણાવી હતી. તેમણે બે સ્પષ્ટ વિકલ્પો રાખ્યા હતા. જેમાં પહેલો વિકલ્પ હતો ભયથી મુક્તિ. આમા જીવ ગુમાવવાનો ડર, મિલકત લૂંટાવાનો ડર, રોજગાર છીનવાઈ જવાનો ડર અને મહિલાઓની અસુરક્ષાથી આઝાદીનો સમાવેશ થાય છે. બીજા વિકલ્પમાં તેમણે ભરોસાની ગેરંટી આપી હતી. જેમાં શાંતિ, સન્માનજનક જીવન, મફત સારવાર, પાકું ઘર, મફત વીજળી અને યુવાનોનું ઉજ્જવળ ભવિષ્યનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, “વિકાસ અને ઉદ્યોગોના અભાવે બંગાળ આજે ફેક્ટરીઓ માટે સ્મશાન બની ગયું છે. અમર સોનાર બાંગ્લા એટલે કે મારું સોનેરી બંગાળનું સપનું બતાવીને ્‌સ્ઝ્રએ સિન્ડિકેટ રાજ સ્થાપિત કર્યું અને જનતાનું શોષણ કર્યું છે. બંગાળને ભ્રષ્ટાચારની પ્રયોગશાળા બનાવી દેવામાં આવી છે.”

શિક્ષક ભરતી અને અન્ય કૌભાંડોનો ઉલ્લેખ કરતા અમિત શાહે બંગાળના યુવાનો માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભરતી કૌભાંડોને કારણે જે યુવાનોની વયમર્યાદા પૂરી થઈ ગઈ છે, તેમને ભાજપ સરકાર ૫ વર્ષની છૂટછાટ આપશે. અસરગ્રસ્ત યુવાનોને જીજીઝ્ર ભરતીમાં ફરીથી તક આપવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવશે.

Related posts

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું

Master Admin

મેકડોનાલ્ડ્‌સ સહિત ૧૩ ફૂડ આઉટલેટ્‌સના લાઇસન્સ સસ્પેન્ડ

Master Admin

એમેઝોન પ્રાઇમે ભારતની ખરીદી, સ્ટ્રીમિંગ અને બચતની રીતને ફરીથી પરિભાષિત કરી છે: અક્ષય સાહી

Master Admin

Leave a Comment

Translate »