Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ટી૨૦ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકોઃ પેટ કમિન્સ આખી ટૂર્નામેન્ટમાંથી આઉટ

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતા હવે ટીમમાં ફેરફાર જોવા મળશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
સિડની, તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬: ટી૨૦ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પેટ કમિન્સ ઈજાને કારણે આગામી ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. કમિન્સ પીઠની ઈજામાંથી હજુ સુધી સ્વસ્થ થયો નથી. એશિઝ શ્રેણીમાં પણ તે માત્ર એક જ ટેસ્ટ રમી શક્યો હતો. આ ઉપરાંત બેટ્‌સમેન મેથ્યુ શોર્ટને પણ બહાર કરવામાં આવ્યો છે.

પેટ કમિન્સ પાકિસ્તાન સામે ચાલી રહેલી ટી૨૦ શ્રેણીમાં પણ રમી શક્યા નહોતો. તેને વર્લ્ડ કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, આશા હતી કે તે ૭ ફેબ્રુઆરી સુધીમાં સ્વસ્થ થઈ જશે. જોકે, તેની પીઠની ઇજા મટી નહોતી અને તે ભારત અને શ્રીલંકામાં રમાનારી મુખ્ય ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કમિન્સના વિકલ્પ તરીકે Ben Dwarshuis ને સ્થાન આપવામાં આવ્યું છે. Ben Dwarshuis ડાબોડી ફાસ્ટ બોલર છે અને નીચેના ક્રમમાં પણ બેટિંગ કરી શકે છે.

Ben Dwarshuis અત્યાર સુધી ૧૩ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫૦ વિકેટ લીધી છે. મેથ્યુ રેનશોને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

રેનશોએ તાજેતરમાં પાકિસ્તાન સામે ટી૨૦ ડેબ્યૂ કર્યું હતું. તે ઓપનર મેથ્યુ શોર્ટનું સ્થાન લેશે. આ બે સિવાય સ્ટીવ સ્મિથને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ ટી૨૦ વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ ૧૧ ફેબ્રુઆરીએ કોલંબોમાં આયર્લેન્ડ સામે રમશે. ઓસ્ટ્રેલિયાને ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ગ્રુપ મ્માં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયાની સાથે શ્રીલંકા, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને ઓમાનની ટીમો પણ છે.

ટી૨૦ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની અપડેટેડ ૧૫ સભ્યોની ટીમ : મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ રેનશો, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝમ્પા.

Related posts

Thums Up’s Olympics Campaign Demonstrates the Power of a ‘thumbs up’ Gesture

Reporter1

IndianOil UTT Season 6: Reeth Rishya, Anirban Ghosh Star in PBG Pune Jaguars Comeback 9-6 Win Over Rivals U Mumba TT

Reporter1

બેટ્‌સમેન અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા મળી

Master Admin

Leave a Comment

Translate »