Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬: આખરે પાકિસ્તાન ઝૂક્યું, ભારત સામે મેચ રમવા રાજી

ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ક્રિકેટ જગતનો સૌથી મોટી અને કમાણી કરનારો હોય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬: ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના સૌથી હાઈ પ્રોફાઈલ મેચના વિવાદનો અંત આવી ગયો છે. હવે ભારત પાકિસ્તાનની મેચ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ ૧૫ ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં રમાશે. રવિવારે લાહોરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ૈંઝ્રઝ્ર), પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઁઝ્રમ્) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (મ્ઝ્રમ્) વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં ૈંઝ્રઝ્રની કૂટનૈતિક જીત થઈ છે. પાકિસ્તાન ભારત સામે રમવા માટે રાજી થઈ ગયું છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ આ વાતની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.બીજીતરફ ક્રિકબઝના રિપોર્ટ મુજબ, પાકિસ્તાને ભારત વિરુદ્ધ મેચ રમવા માટે આઇસીસી સમક્ષ ત્રણ માંગ મૂકી છે. તેની પ્રથમ માંગ એ છે કે, આઇસીસી દ્વારા વાર્ષિક મળતા ફંડમાં વધારો કરવામાં આવે. બીજી માંગ – આઇસીસી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ રમાડવાનો પ્રયાસ કરે. ત્રીજી માંગ – મેચ બાદ હાથ મિલાવવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે. જો કે આ તમામ મોટી ત્રણ માગ ૈંઝ્રઝ્રએ ફગાવી દીધી છે. ફક્ત બાંગ્લાદેશ પર કોઈ આર્થિક દંડ નહીં થાય તે માગ જ સ્વીકારી છે.ૈંઝ્રઝ્ર ્‌૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ૈંઝ્રઝ્ર)એ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની શરતો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ૈંઝ્રઝ્ર એ સ્પષ્ટપણે કહ્યું છે કે આ સમગ્ર ઘટના માટે બાંગ્લાદેશને કોઈપણ રીતે દંડ કરવામાં આવશે નહીં અને ૈંઝ્રઝ્રના આવકનો તેનો હિસ્સો મળતો રહેશે.બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ, ૈંઝ્રઝ્રના ઉપાધ્યક્ષ અને સ્વતંત્ર નિર્દેશક ઈમરાન ખ્વાજા સાથે લાહોરમાં નકવી સાથેની મુલાકાત વચ્ચે હાજર રહ્યા હતા. શ્રીલંકા અને ેંછઈ બોર્ડે પણ પાકિસ્તાનને પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા માટે આગ્રહ કર્યો હતો. અમીનુલે બાંગ્લાદેશ ક્રિકેટ માટે પાકિસ્તાન દ્વારા બતાવવામાં આવેલી એકજુથતાના વખાણ કર્યા હતા પણ બહિષ્કાર ખતમ કરવા માટે અનુરોધ પણ કરી દીધો હતો. જેથી પાકિસ્તાન વિચારમાં પડી ગયું હતું. નકવીએ પાકિસ્તાન સરકારને બેઠકમાં થયેલી ચર્ચાઓ અંગે માહિતી આપી હતી. જે બાદ પૂરેપૂરી શક્યતા છે કે પાકિસ્તાન ભારત સામે મેચ રમવા રાજી થઈ ગયું છે. જેની સત્તાવાર ઘોષણા બાકી છે.મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ક્રિકેટ જગતનો સૌથી મોટી અને કમાણી કરનારો હોય છે. તેવામાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ જોઈ રદ થાય તો ૈંઝ્રઝ્ર, બ્રોડકાસ્ટર્સ અને તમામ બોર્ડ સભ્યોને ભારે નુકસાન થવાની ભીતિ હતી. તેવા સમયે મેચ આયોજન મુજબ રમાશે ત્યારે ક્રિકેટ ઈકોસિસ્ટમ જળવાતા ભારત પાકિસ્તાન મેચના ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

Related posts

Indian Racing Festival Round 1 Roars to Life at MIC with Top Global and Local Drivers on the grid

Reporter1

ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર કરોડોનો વરસાદ

Master Admin

IndianOil UTT Season 6: Jeet Chandra Stuns WR34 Ricardo Walther to Power Jaipur Patriots Past Ahmedabad SG Pipers

Reporter1

Leave a Comment

Translate »