Nirmal Metro Gujarati News
article

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

 

ગઈકાલે મળેલી માહિતી મુજબ થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત નિપજયા હતા. તમામ મૃતકો દાહોદ ના ઝાલોદ તાલુકાના રહેવાસી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે.
અકસ્માત ની અન્ય ઘટનામાં સૂત્રાપાડા નજીકના આલિદરા ગામે કુવામાંથી પાણી ભરતા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ હંસાબેન ચાવડા ના પરીજનોને દિલસોજી પાઠવી છે અને રુપિયા પંદર હજાર ની સહાય મોકલી છે.

 

Related posts

Indian School of Business and Indian Institute of Management-Ahmedabad feature on the LinkedIn Top MBA list for 2024

Reporter1

જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધાર્યા હતા.

Reporter1

૯૪૮મી કથાનું ભાવભીનું સમાપન;૯૪૯મી કથા ૪ જાન્યુઆરીથી કબીરવડ-ભરૂચથી મંડાશે

Reporter1
Translate »