Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ધોલેરા વચ્ચે ૨૨૦ની સ્પીડે દોડશે સેમી હાઈ સ્પીડ ટ્રેન

ધોલેરા SIR બનશે ગ્લોબલ હબ

રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ જમીન, દરિયાઈ અને હવાઈ માર્ગોને એકસાથે જોડશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ધોલેરા,તા.૧૫ મે ૨૦૨૬ — ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ’ધોલેરા SIR’ ને વેગ આપવા માટે તાજેતરમાં કેન્દ્રિય કેબિનેટ દ્વારા અમદાવાદ-સરખેજ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ રેલવે DRM વેદ પ્રકાશ, ચીફ સેક્રેટરી મનોજ દાસ અને ધોલેરા SIRના MD કુલદીપ આર્યાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ યુનિક પ્રોજેક્ટની વિગતો આપી હતી.

DRM વેદ પ્રકાશના જણાવ્યા અનુસાર, આ રેલવે લાઈન કવચ ૫.૦ ટેકનોલોજી પર આધારિત હશે. ટ્રેન ૨૨૦ કિમી/કલાકની ઝડપે દોડી શકશે તે પ્રકારનું આધુનિક ટ્રેક નેટવર્ક તૈયાર કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે, આ ટ્રેક પર પેસેન્જર ટ્રેનની સાથે ગુડ્‌સ ટ્રેન પણ ચાલશે, જેના એક ડબ્બામાં ૧૦૦ ટનથી વધુ સામાન લઈ જઈ શકાશે. આ પ્રકારનું મલ્ટી-યુટિલિટી નેટવર્ક ભારતમાં પ્રથમવાર બની રહ્યું છે.

રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ જમીન, દરિયાઈ અને હવાઈ માર્ગોને એકસાથે જોડશે. ધોલેરામાં બની રહેલા સેમિકોન પ્રોડક્ટ્‌સને પોર્ટ સુધી પહોંચાડવા માટે આ નેટવર્ક આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અંદાજે ૨ મિલિયન (૨૦ લાખ) લોકો અહીં વસવાટ કરશે, જેનાથી મોટાપાયે રોજગારીનું સર્જન થશે.

આ પ્રોજેક્ટ આગામી ૪ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે અને તેના માટે ૮૦% જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે. પ્રોજેક્ટનો ૫૫% ભાગ જમીનથી ઉપર (એલિવેટેડ) હશે. ભાવનગરને પણ ભવિષ્યમાં આ નેટવર્ક સાથે જોડવા સર્વે ચાલુ છે. ધોલેરામાં ૧૫૦૦ ફ્લેટનું કામ ચાલુ છે અને સરકાર દ્વારા ૧૨ કરોડનું ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે.

Related posts

હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, ૪૦ ગામોમાં રોગચાળાનું જોખમ

Master Admin

જિઓન દ્વારા ગુજરાતના ખાવડામાં 2.88 GWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટનું સફળતા પૂર્વક અમલીકરણ

Master Admin

તમામ સ્માર્ટ મીટર ગ્રાહકો માટે મોટી રાહત, સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધીના વીજ વપરાશ પર યુનિટદીઠ 60 પૈસાની છૂટ

Master Admin

Leave a Comment

Translate »