Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પાકિસ્તાનમાં મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ

ટ્રમ્પે ઈરાનને આપી દીધી મોટી ધમકી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરીથી પાષાણ યુગ (Stone Age) માં મોકલી દેવાની ધમકી આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૧૨ એપ્રિલ ૨૦૨૬ –– ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા પછી હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું ફરી યુદ્ધ શરૂ થવાનું છે? આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને યુદ્ધની આશંકાઆને ફરી તેજ કરી દીધી છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ભડક્યા છે. તેમણે ઈરાનને ફરીથી પાષાણ યુગ (Stone Age) માં મોકલી દેવાની ધમકી આપી છે. ટ્રમ્પે ઈરાનને પાષાણ યુગમાં મોકલવા અંગેનો એક આર્ટિકલ પણ શેર કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ઘણું કડક દેખાઈ રહ્યું છે. તેઓ પહેલા જ કહી ચૂક્યા છે કે ડીલ થાય કે ન થાય, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. અમે પહેલા જ જીતી ચૂક્યા છીએ.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વાટાઘાટો નિષ્ફળ ગયા પછી હવે ટ્રમ્પ પાસે ઈરાનની નૌકાબંધી કરવાનો વિકલ્પ હાજર છે. જોકે આ સમાચાર લેખ વાતચીતનું પરિણામ બહાર આવ્યું તે પહેલાનો છે, જેમાં લખ્યું હતું કે જો ઈરાન આ અંતિમ પ્રસ્તાવને ઠુકરાવી દેશે તો ટ્રમ્પ પાસે અનેક વિકલ્પો તૈયાર છે. એટલું જ નહીં, ટ્રમ્પ ઈરાનને પાષાણ યુગમાં પાછું મોકલવાની ધમકી પણ આપી ચૂક્યા છે. અમેરિકા હવે વેનેઝુએલાની જેમ ઈરાનની પણ આર્થિક ઘેરાબંધી કરી શકે છે.

લેક્સિંગ્ટન ઈન્સ્ટિટ્યૂટના સુરક્ષા નિષ્ણાત રેબેકા ગ્રાન્ટના જણાવ્યા અનુસાર, અમેરિકી નૌસેના માટે હવે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર નિયંત્રણ મેળવવું ખૂબ જ સરળ રહેશે. તેમણે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૧૦ જહાજોની અવરજવર જોવા મળી છે, જેમાં એક રશિયન ટેન્કર પણ સામેલ છે. તેમણે આગળ કહ્યું કે જો ઈરાન હઠાગ્રહ વલણ અપનાવશે તો અમેરિકી નૌસેના દેખરેખ વધારી દેશે. આવી સ્થિતિમાં, ખર્ગ આઇલેન્ડ અથવા ઓમાન નજીકના સાંકડા માર્ગમાંથી પસાર થવા માટે અમેરિકી નૌસેનાની પરવાનગી લેવી પડશે.

Related posts

CBSE એ ૨ માર્ચની ધો. ૧૦-૧૨ ની પરીક્ષા રદ કરી

Master Admin

ઈરાનમાં ૨૦૦૦ કાશ્મીરી સહિત ૩૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા

Master Admin

ભારતને યુરેનિયમનો ભંડાર આપશે કઝાકિસ્તાન, ચીન સ્તબ્ધ

Master Admin

Leave a Comment

Translate »