Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પેટ્રોલ અને ડીઝલના કારણે વિશ્વભરમાં હાહાકાર મચ્યો

કેટલાય દેશોમાં લોકડાઉન, સ્કૂલ-કોલેજો બંધ

હાલ પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે તેલ ભંડાર બચાવવા કેટલાય દેશોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો : કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દેવાયું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ માર્ચ ૨૦૨૬ — ઓઈલની કમીથી દુનિયામાં ત્રાહિમામ મચી ગઈ છે. હાલત પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે તેલ ભંડાર બચાવવા માટે કેટલાય દેશોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવી દીધા છે. સ્કૂલ-કોલેજો બંધ કરી દીધી છે. કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. ગાડીઓને પેટ્રોલ-ડીઝલ નથી મળી રહ્યા. કેટલીય જગ્યા પર કોટા નક્કી કરી દીધા છે. પેટ્રોલ પંપ પર સેનાની તૈનાતી કરી દીધી છે. કેટલીય જગ્યા પર પંપો પર તાળા લગાવી દીધા છે. જો કે ભારતમાં આવી કોઈ તકલીફ નથી. ગુજરાતમાં થોડી અફવા ફેલાઈ, જેના કારણે સોમવારે હજારો લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે પહોંચી ગયા હતા. પછી ખબર પડી કે આ ખોટી અફવા ફેલાવી છે. જો કે હવે અહીં પણ શાંતિ છે.

શ્રીલંકામાં ક્યૂઆર કોડથી પેટ્રોલ-ડીઝલનું વિતરણઃ સ્કૂલો-કોલેજો અને સરકારી ઓફિસોમાં બુધવારે જાહેર રજા ઘોષિત કરી દીધી છે. નેશનલ ફ્યૂલ પાસને ફરીથી લાગૂ કર્યો છે. એટલે કે ક્યૂઆર કોડથી ફ્યૂલ આપવામાં આવશે, જેથી કોઈને વધારે ન મળે. ખાનગી વાહનો માટે અધિકતમ મર્યાદા ૧૫ લીટર પ્રતિ અઠવાડિયા નક્કી કરી દીધી છે. ત્યાં સુધી કે સરકારી ગાડીઓને પણ ખાલી ૨૦૦ લીટર ફ્યૂલ મળશે.

બાંગ્લાદેશમાં હાહાકારઃ વીજળીના લોડને ઓછો કરવા માટે તમામ યુનિવર્સિટી, વિદેશી પાઠ્યક્રમવાળી સ્કૂલો અને કોચિંગ સેન્ટરોને બંધ કરી દીધા છે અને ઓનલાઈન ક્લાસ શરૂ કરી દીધા છે. ૮ માર્ચના રોજ ઈંધણનું રાશનિંગ શરૂ કર્યું છે. ઘરો માટે ૫ કલાકનું રોલિંગ બ્લેકઆઉટ લાગૂ કર્યો છે, જ્યારે કપડા નિકાસ ક્ષેત્રને વીજળી માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તોડફોડ રોકવા અને સ્ટોકની સુરક્ષા માટે મુખ્ય તેલ ડેપો પર સેના તૈનાત કરી દીધી છે. ગેસની કમીના કારણે ૫માંથી ૪ સરકારી ખાતર પ્લાન્ટ બંધ કરવા પડ્યા છે.

ભૂટાનમાં કેનમાં નહીં મળે ફ્યૂલઃ જમાખોરી રોકવા માટે પણ કેન અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં ઈંધણના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વર્ક ફ્રોમ હોમ એક્ટિવ કરી દીધું છે. ઈમરજન્સી સેવાઓ માટે ઈંધણ રાશનિંગને પ્રાથમિકતા આપવામાં આવી છે.

પાકિસ્તાનમાં મારામારીઃ અઠવાડિયામાં ચાર દિવસ ૫૦ ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરી દીધું છે.

સ્કૂલો અને કોલેજો બે અઠવાડિયા માટે બંધ કરી દીધા છે. સરકારી વિભાગો માટે અપાતા ઈંધણમાં ૫૦ ટકાનો કાપ મૂકી દીધો છે. રસ્તા પર બિનજરૂરી સરકારી વાહનોને હટાવી દીધા છે.

ફિલિપાઈન્સમાં વર્ક ફ્રોમ હોમ કરવાના આદેશઃ સરકારી ઓફિસોમાં ખાલી ૪ દિવસ કામ થશે. પ્રાઇવેટ ઓફિસોને વર્ક ફ્રોમ હોમ કરવાના આદેશ આપ્યા છે. જાહેર ક્ષેત્રની બિનજરૂરી યાત્રાઓ પર પ્રતિબંધ લગાવી દીધા છે. એટલે કે કોઈ પણ સરકારી કર્મચારી અથવા અધિકારી એમ જ ક્યાંય જઈ શકશે નહીં.

વિયેતનામમાં પણ કડકાઈઃ વ્યવસાયોને વર્ક ફ્રોમ હોમ વધારવાના આદેશ આપ્યા છે. સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ, સાયકલ ચલાવવી અને કારપૂલિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

મ્યાનમારમાં ઓડ ઈવન ફોર્મ્યુલાઃ ઓડ-ઈવન ફોર્મ્યુલા અંતર્ગત ખાનગી વાહનોનો ઉપયોગ મર્યાદિત કરી દીધો છે અને કેટલાય પેટ્રોલ પંપ ઈંધણ ન હોવાના કારણે બંધ થઈ ગયા છે.

કંબોડિયામાં ૧/૩ પેટ્રોલ પંપ બંધ થયાઃ અનિશ્ચિતતાના કારણે મધ્ય માર્ચ સુધી દેશના ૬૩૦૦ પેટ્રોલ સ્ટેશનોમાંથી લગભગ ૧/૩ બંધ થઈ ચૂક્યા હતા.

મિસ્ત્રમાં અનોખો નિયમઃ ૨૮ માર્ચથી એક નવો નિયમ લાગૂ કર્યો છે, જે અંતર્ગત મોલ, રેસ્ટોરન્ટ અને રિટેલ દુકાનોને રાતના ૯ વાગ્યા સુધી બંધ કરવી ફરજિયાત છે. સરકારી બિલ્ડિંગોને સાંજના ૬ વાગ્યે બંધ કરી દેવામાં આવશે. વીજળી બચાવવા માટે રસ્તા પર લગાવેલા જગમગતા બોર્ડ બંધ કરી દીધા છે.

કેન્યા અને દક્ષિણ આફ્રિકાઃ કેન્યામાં ઈંધણનું રાશનિંગ લાગૂ કરી દીધું છે અને નિકાસ પર રોક લગાવી દીધી છે. ત્યાંના ઊર્જા નિયામકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ પ્રતિબંધો બાદ પણ દેશના ઈંધણ સ્ટોક ખાલી એપ્રિલ સુધી જ ચાલશે.

બીજી તરફ દક્ષિણ આફ્રિકાના કેટલાય પ્રાંતોમાં પેટ્રોલ પંપો પર ડીઝલ ખતમ થઈ ગયા છે. ત્યાં ગભરાહટમાં થનારી ખરીદી રોકવા માટે ઉદ્યોગ સ્તર પર કડકાઈ લાગૂ કરી દીધી છે. જેથી સૌને જરૂરિયાત અનુસાર પેટ્રોલ-ડીઝલ મળી શકે.

ન્યૂઝીલેન્ડની જૂની નીતિઃ ન્યૂઝીલેન્ડમાં સરકારે ૧૯૭૯ના જમાનાની કાર લેસ ડેની નીતિ પાછી લાવવાનો વિચાર કરી રહી છે. જેમાં દરેક ગાડીના માલિકને અઠવાડિયામાં એક દિવસ પોતાની કાર ઘરે રાખવાની રહેશે. ત્યાં ઈંધણના સ્ટોકની દેખરેખ માટે એમ્બર એલર્ટ જાહેર કર્યું છે અને રિઝર્વથી ૧.૫૭ મિલિયન બેરલ તેલ કાઢવામાં આવ્યું છે. વિમાનન ક્ષેત્ર પણ બેહાલ છે. એર ન્યૂઝીલેન્ડે મોંઘા જેટ ઈંધણના કારણે પોતાની લગભગ ૧૧૦૦ ઉડાણો રદ કરી દીધી છે. જેનાથી ૪૪,૦૦૦ યાત્રી પ્રભાવિત થયા છે.

યૂરોપમાં લાગૂ થયો કોટાઃ યૂરોપમાં સ્લોવાકિયાની સરકારે ડીઝલની ખરીદી પર સત્તાવાર કોટા લાગૂ કરી દીધો છે. તેનો મતલબ છે કે કોઈ પણ વ્યક્તિ એક નિશ્ચિત મર્યાદાથી વધારે ડીઝલ ખરીદી શકશે નહીં. જેથી જમાખોરીને રોકી શકાય. સ્લોવેનિયામાં પણ દેશની બીજા મોટા ફ્યૂલ રિટેલરે સ્ટેશનો પર કાર માટે ૩૦ લીટર અને ટ્રક માટે ૨૦૦ લીટરનું રાશનિંગ લાગૂ કરી દીધું છે.

Related posts

ઈરાને ડિએગો ગાર્સિયા પર છોડી મિસાઈલ, રેન્જ જોઈ દુનિયા સ્તબ્ધ

Master Admin

‘ઈરાનના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ’

Master Admin

પરમાણુ યુદ્ધ થાય તો માત્ર ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ બચશે

Master Admin

Leave a Comment

Translate »