Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા

હાલ પોલીસ આરોપીને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩ માર્ચ ૨૦૨૬ — ગુજરાતની સ્કૂલો, પોસ્ટ ઓફિસ અને વિવિધ કોર્ટને મેઈલ કરીને બોમ્બ વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ધમકી આપનારો શખસ આખરે ઝડપાઈ ગયો છે. આ સંવેદનશીલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી પહેલી ધરપકડ કરી છે.અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા ધમકીભર્યા ઈમેઈલ કેસમાં શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે પોલીસે આ કેસના મુખ્ય આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લીધો છે. શહેરમાં ભયનો માહોલ ઉભો કરનારા આ ઈમેઈલ ક્યાંથી અને કોણે કર્યા હતા, તે દિશામાં ચાલી રહેલી તપાસમાં આ પ્રથમ મહત્વની ધરપકડ માનવામાં આવી રહી છે. હાલ પોલીસ આરોપીને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરી રહી છે, જેથી આ ગુના પાછળના અન્ય હેતુઓ અને સાથીદારો વિશે વધુ ખુલાસો થઈ શકે.ગુજરાતના મુખ્ય શહેરોમાં ૨૭મી ફેબ્રુઆરીએ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મહેસાણા, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાલનપુરની પોસ્ટ ઓફિસોને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા ટાર્ગેટ કરાતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી.

શાળા, સરકારી કચેરીઓ અને એરપોર્ટને બોમ્બ ધમકીવાળા ઇમેઇલ શા માટે મોકલવામાં આવે છે, સાયબર એક્સપર્ટના મતે આવા ધમકીભર્યા ઇમેઇલ મોકલવાના મુખ્ય બે પ્રકારના હેતુ છે.

૧. ડર અને ગભરાટ ફેલાવવોઃ

સાયબર અપરાધીઓનું મુખ્ય હથિયાર ડર છે. એક ખોટી ધમકીથી શાળા ખાલી કરાવવી પડે,એરપોર્ટ બંધ થાય,ઓફિસનું કામ અટકી જાય,જનતામાં ભય અને અફરાતફરી ફેલાય.

૨. સુરક્ષા વ્યવસ્થાની પરીક્ષા કરવીઃઆવા ઇમેઇલથી અપરાધીઓ એ બાબતને જાણવાની કોશિશ કરે છે,પોલીસ કેટલી ઝડપથી પહોંચે છે,બિલ્ડિંગ કેવી રીતે ખાલી કરાય છે,કઈ કચેરી પહેલાં પ્રતિક્રિયા આપે છે, પરિણામે આ માહિતી ભવિષ્યમાં બીજા ગુનાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

શાળા, એરપોર્ટ અને સરકારી કચેરીઓને જ કેમ નિશાન બનાવે છે?

Related posts

કોંગ્રેસની અરથી ઉઠાવવા માટે ૪ પણ ન રહે તેનું ધ્યાન રાખજો

Master Admin

81 વર્ષની ઉંમરે પ્રોસ્ટેટ કેન્સર પર રોબોટિક સર્જરીથી સફળ જીત: HCG Cancer Centre Vadodaraમાં માત્ર 3 દિવસમાં ડિસ્ચાર્જ

Master Admin

સોશિયલ એક્ટિવિસ્ટ મનિષ બ્રહ્મભટ્ટ દ્વારા જનતા સરકાર મુવમેન્ટની જાહેરાત

Master Admin

Leave a Comment

Translate »