Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ભાજપની ટિકિટ મેળવવા માટે ઉમેદવારોને રાફડો ફાટ્યો

એક બેઠક પર ૧૦-૧૦ કાર્યકર્તાએ ભર્યા ફોર્મ!

ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા, તા.૧ એપ્રિલ ૨૦૨૬ — ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ભાજપની ટિકિટો મેળવવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. એક બેઠક માટે ૮થી ૧૦ કાર્યકરો અને હોદ્દેદારોએ ફોર્મ ભર્યા છે. આગામી દિવસોમાં જે સક્ષમ હશે તેને ટિકિટ ફાળવશે. જોકે ટિકિટ ન મળી તેઓ પણ ભાજપના ઉમેદવારોને જીતાડવા મહેનત કરશે.

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને રાજપીપલા શહેર ૨૮ બેઠકો માટે ૧૩૦ જેટલા ફોર્મ આવ્યાની વાત છે. જ્યારે જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે પણ ૬૦થી વધુ ફોર્મ આવ્યા છે તથા છ તાલુકાઓની ૯૦ બેઠકો માટે પણ ૨૦૦થી વધુ ફોર્મ ભરાયા છે.

હાલ પાલિકા અને તાલુકા પંચાયતમાં નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્રણ દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલશે. આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલ રાવ અને જિલ્લાના ઉપપ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહ્યા હતા.
બીજી બાજુ, ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આજ રોજ ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ હોટલ ખાતે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ભરૂચ તાલુકા, જંબુસર નગર પાલિકા, તાલુકા પંચાયત, આમોદ નગર પાલિકા તેમજ વાગરા તાલુકાના ઉમેદવારો માટે પ્રદેશ દ્વારા નિમણુંક કરાયેલા નિરીક્ષકોએ સેન્સ લીધા હતા.

આ પ્રક્રિયામાં ઉમેદવારોનો ભારે રાફડો જોવા મળ્યો હતો. આ સાથે ભરૂચ નગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરવા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પણ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.

Related posts

૧૨મી મે સુધી યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી

Master Admin

સ્માર્ટહોમ્સએ “ગ્રીન સ્માર્ટહોમ્સ ગ્રીન ધોલેરા” પહેલ શરૂ કરી, ૫ લાખથી વધુ વૃક્ષોના વાવેતરને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ

Master Admin

EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક ૨૭મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ

Master Admin

Leave a Comment

Translate »